Utsavkumar Chauhan

Crime Inspirational Children

4.3  

Utsavkumar Chauhan

Crime Inspirational Children

શેઠની યુક્તિ

શેઠની યુક્તિ

1 min
470


એક શેઠ હતાં. તેમની કાપડની એક મોટી દુકાન હતી. તેમને દુકાનમાં અને ઘરમાં કેટલાક નોકરો રાખ્યા હતાં. એક દિવસ શેઠના ઘરમાં ચોરી થઈ. શેઠાણીના દાગીના ચોરી થઈ ગયા. શેઠ વિચારમાં ડૂબી ગયા. તેમને એક પછી એક બધાં નોકરોને પૂછપરછ કરી. પણ કોઈ નોકરે તેમને કોઈ માહિતી આપી નહીં.    

શેઠ ને એક નોકર પર વહેમ હતો. શેઠે એક યુક્તિ કરી. તેમણે બધાં નોકરોને એક સરખી લંબાઈની લાકડી આપી. અને કહ્યું, "તમારામાંથી જેને ઘરેણાંની ચોરી કરી હશે તેની લાકડી આવતીકાલે 5 સે.મી જેટલી વધશે.

બીજે દિવસે શેઠે બધાં નોકરોને એક પછી એક બોલાવ્યાં અને દરેકને લાકડી તપાસી એક લાકડી 5 સે.મી ટૂંકી માલૂમ પડી. શેઠે તે નોકરને ધમકાવ્યો. નોકરે ઘરેણાંની ચોરી કબૂલાત કરી. તેને શેઠને ઘરેણાં પાછા આપી દીધાં. તેને કાઢી મૂક્યો. શેઠની યુક્તિ સફળ થઈ.

આ વાર્તા પરથી આપણ ને શીખવા મળે છે કે કામ કળથી કરવું, બળથી ન થાય.


Rate this content
Log in

Similar gujarati story from Crime