STORYMIRROR

Aniruddhsinh Zala

Romance Action

4  

Aniruddhsinh Zala

Romance Action

શબ્દથી છલકે શૌર્ય ને ઊડે પ્રેમર

શબ્દથી છલકે શૌર્ય ને ઊડે પ્રેમર

4 mins
359

"ફાગણીયો આયો હૈયે હરખ ન સમાયો, 

ખીલ્યો કેસૂડો, અપાર પ્રેમરંગ છલકાયો."


સંવત પંદર સો સુડતાલીસ ને વાર બૃહસ્પતિવારનાં રોજ ઝીંઝુવાડાનાં ગઢની માંય હોળીનો પાંચ દિવસનો મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. કેસરી કપડામાં સજ્જ તેમામ રાજની પ્રજા અને રક્ષક રાજ્પૂતોનાં હૈયે અને મુખડે હોળીનો રંગ છલકી રહ્યો હતો. 

નવોઢા રાજપૂતાણી હૈયે છલકાતાં હેતથી વાટ જોતી હતી કે, 

" રંગ લગાવશે વ્હાલમ, વ્હાલીના હરખ હૈયે ન સમાય,

શૂરવીરનો મળ્યો સંગ, રંગ પ્રેમને શૌર્યનો છલકશે આજ. "

             હોળીનો ફૂલોનો શણગાર સજીને માથે મહેકતો મોગરો અને હૈયે છલકતો પ્રેમ, રાજપૂતાણી વસુંધરાબાનાં સૌંદર્યને અત્યાધિક નિખાર આપતાં હતા. પતિને સવારથી જ઼ તેમનાં શૂરવીર મિત્રો ઘરમાંથી પરાણે ખેંચીને લઈ ગયાં હતાં. ફાગ ખેલતાં પતિનું હ્નદય તો પત્ની વસુંધરાનાં જ઼ પ્રેમથી છલકાતું અને વારે વારે તેની યાદ અપાવી રહ્યુ હતું. પતિ વીરસિંહ પણ પોતાની હૃદયની રાણીનાં ગોરા મુખડે રંગ લગાવવાં બેચેન થઈ રહ્યો હતો. જરાક મોકો મળતાં જ઼ તે ધીરેથી દબાતે પગલે મિત્રો પાસેથી છટકીને ઘેર થાળ સજાવી વાટ જોતી રાજપૂતાણી તરફ ઉતાવળે ડગલાં ભરવા લાગ્યો અને છેક રાજપૂતાણી સામે આવીને જયારે અત્યંત હર્ષાવેશમાં મનોહર રૂપને નીરખતો વીરને જોઈ વસુંધરા શરમાઈને પાંપણ નીચી ઢાળે છે અને ભીતર વધતાં તેજ ધબકારા સાથે તાલ મિલાવી રહી હતી. વીર બેય હાથે ખોબો ભરીને રંગ હૈયાનાં હેત સાથે ભેળવીને અપ્સરા સમાન સૌંદર્ય અને શરમથી લાલ થયેલ વસુંધરાનાં ગોરા ગાલ પર લગાવવાં જાય છે ત્યાં જ...

અચાનક સૌંદર્ય રસને દબાવીને શૌર્યરસ છલકાવનાર બૂંગિયો ઢોલ ગરજી ઉઠ્યો. કાયરોની છાતીનાં ધબકારાં રોકાઈ ગયાં અને શૂરવીરોની છાતી પહોળી થઈને આંખો રક્તવર્ણી બની. વસુંધરાનાં અપ્રતિમ સૌંદર્યમાં ખોવાયેલ આ રાજપૂતને બૂંગિયા ઢોલનો અવાજ કાને ન પડ્યો અને જેવો ખોબો ભરીને રંગ ગાલે લગાવા જાય છે. ત્યાં જ઼ ક્રોધિત બનીને મા ભવાની સમું મુખડું કરતાં રાજપૂતાણી તેનો હાથ પકડીને બોલી,.

"ઘણી.. આવું મેં સપનેય નહોતું વિચાર્યુ કે મારુ આ રૂપ મા ભોમની રક્ષા કરવામાં એક શૂરવીરની આડે ઉતરશે. ધિક્કાર છે આ રૂપ પર જે મા ભોમની અને ગાયોની રક્ષા કરનાર મહાબલીની વચ્ચે આડશ બન્યું."

 એમ કહેતાંજ ભેટમાંથી કટાર કાઢી રાજપૂતાણી ગળે માંડે તે પહેલાં જ઼ ભાનમાં આવેલ રાજપૂત તેનો નાજુક હાથ પકડીને લાલ આંખ કરતાં કહે છે,

 "ધન્ય છે તમારી જનેતાને વસુંધરા ! હવે મને એક મોકો આપો. મારાં બાહુબળને અજમાવાનો અને મારાં શોર્યનાં પારખા કરી લ્યો, પછી નહીં રોકુ કટાર તમારી."

રાજપૂતાણી પતિનું મુખમંડળ પર છલકતું શૌર્ય અને આગઝરતી આંખને પહોળી થયેલ છપ્પનની છાતી જોઈને મોકો આપતાં ભીતર જઈને તલવાર અને પાઘડી પોતાનાં હાથે પહેરાવીને વિજય તિલક કરતાં બોલ્યાં,.

"ઘણી જેવો રંગ મારાં રૂપને જોઈ છલકતો એનાથી ચૌદ ગણો યુદ્ધમાં શૌર્યરંગ છલકાવશો તો હરખ થાશે મને."

 "સહેલી કહેશે મુજને, રણમેદાને છલકતાં રંગની વાત,

પરણ્યો પાછો નવ પડે, એ જ઼ સાચી હરખની હોય વાત. "

 શૌર્ય રસની છાલક વાગતી હોય તેમ મા ભવાની હાથમાં આવતાં જ઼ બે હાથ ઊંચા કરી આખરી રામ રામ કહેતાં વીરસિંહ રણમેદાને ગાયમાતાની રક્ષા કરવા નીકળે છે વસુંધરા બોલી, 

"જોજો હો ઘણી ! ભૂલતા નહીં,

 રણમેદાને પાછો પડે ઈ કાયર પતિ મુજથી સહેવાય નહીં, 

ભલે લોહીથી ભીંજાય દેહ, મુજને રંગ્યા વિના સ્વર્ગે જવાય નહીં. "

 શૌર્ય સભર મધુર હાસ્ય આપી જાણે પ્રેમ કટારી કાળજાની આરપાર કરી અને વસુંધરાનાં હૃદયને ધબકાવતો પતિ યુદ્ધ મેદાને ઘોડો લઈને નીકળ્યો. શૂરવીર મિત્રો બોલી ઉઠ્યાં કે,

 "રંગ છે તારી ઘણીયાણીને કે મા ભૌમ માટે પોતાનાં પતિને મેણું મારે છે. "

ઝીંઝુવાડા રાજની સરહદે સુરેલ ગામ પાસે વહેતી રૂપેણ નદીના કાંઠે ગાયોનું ધણ વાળીને ભાગતાં મલેચ્છો સાથે ભડવીર રાજપૂતોનું ભયંકર ધીંગાણું જામ્યું. 

રૂપેણનાં નીર લોહીથી લાલ થવાં લાગ્યાં અને હાકોટા પડકારા અને કારમી ચીસોથી વાતાવરણ ભયાવહ બની ગયું. સાંજના ઢળતાં સૂરજ સાથે સમડીઓ ભોજન માટે મંડરાવા લાગી. શમશેરનાં ચમકારા અને ભાલાના પ્રહારો દુશ્મનોની છાતી ચીરવા લાગ્યાં હતાં અને ક્યાંક માથાં વગરના ધડ અને ધડ વગરના માથાં હાકોટા કરતાં હતાં . 

આવાં ભીષણ સંન્ગ્રામમાં અદભુત સાહસ મોખરે રહીને બતાવતો લોહીથી લથપથ વીરસિંહ એક એક પ્રહારે જાણે વસુંધરાનું મેણું ભાંગતો હોય તેમ દુશ્મનોને ભોંયભેગા કરતો હતો. મલેચ્છ સરદારને મારીને યુદ્ધ જીતવા વીરસિંહ આગળ વધે છે અને વચમાં આવનારનાં માથાં વાઢી મલેચ્છોનાં પડછંદ વિકરાળ કાયાવાળા સરદારની સામું તલવાર ખેંચી લલકાર કરે છે. ક્રૂર સરદાર તેને જોઈને કહે છે,

‌ "ચપટીમાં ચોળી નાખું તેવો તુ રાજપૂત મારી સામે લલકાર કરે છે, જોઈ હું હાસ્ય રોકી શકતો નહીં. મગતરાં કેમ કરી કરે મારો શિકાર. " આવો કટાક્ષ કરી મલેચ્છ ભાલો વીરસિંહ તરફ ફેંકે છે ઘાવ ચૂકવી ઘોડા પરથી છલાંગ મારી નીચે પડીને વીરસિંહ અભૂતપૂર્વ સાહસ દેખાડતાં એક મલેચ્છ સૈનિકની ગરદન મરડીને તેનો ભાલો ઝૂંટવીને તે ભાલાનાં સહારે હવામાં ઉછળીને હવામાં જ શમશેર ખેંચી મલેચ્છ સરદાર વિચારે તે પહેલાં જ઼ તેનાં ઘોડા પર તેની સામે બેઠો હતો. અને તેની તલવાર તે સરદારનાં પેટની આરપાર નીકળી ગઈ હતી. મ્લેચ્છનાં મોઢામાંથી લોહીનો ફુવારો ઉડ્યો અને વીરસિંહે બે હાથે ઉંચકીને વિજયનાદ કરતાં આ સરદારને તેનાં સૈનિકોની વચમાં જોરથી ફેંક્યો. પોતાની ટૂકડીનાં નાયકની આ હાલત જોતાં જ઼ મલેચ્છો ડરી ગયાં અને જાન બચાવીને ભાગવા લાગ્યાં. પછી તો ગૌધન બચાવી વીરસિંહે પાછું વાળ્યું. 

વિજયનો ઉત્સવ મનાવતાં લોહીથી લથપથ સરદારો બધાં, તેવામાં આ વીરસિંહ તો સમય મળતાં જ ઘોડો દોડાવી સીધો જ વસુંધરા પાસે દોડ્યો. ગઢનાં સમર કોઠે ચડીને વાટ નીરખતી વસુંધરા પતિનો ઘોડો દૂરથી ઓળખીને દોડતી નીચે આવી અને ઘોડા પર આવેલો વીરસિંહ વસુંધરાને જોઈને મૂછમાં મલક્યો અને રાણીનાં હૈયામાં સાચો પ્રેમરંગ છલક્યો. નીચે ઉતરતાં જ઼ ઘાયલ વીરસિંહ વસુંધરાનાં ખોળામાં સૂતાં ગર્વભરી નજરે નિહાળતાં પોતાનાં લોહીથી વસુંધરાનાં ગાલ રંગી દીધાં.

અપાર હેત સાથે વસુંધરા પતિને છાતી સરસો ચાંપતા બોલી,

 "ધન્ય છે મારાં ધણી આપને. આજે તો તમે મારાં સૌંદર્યને શૌર્યરસની છાલક મારી સાચે જ઼ ખીલવીને હોળી યાદગાર બનાવી દીધી. "

હવે હોળીનો સાચો રંગ છલકે છે અને વસુંધરા અને વીરસિંહ પર તેનાં મિત્રો કેસૂડાંનો રંગ છાંટે છે..

  આવી હોય હોળી દેશના વીર હાવજોની 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance