Dr.Riddhi Mehta

Horror Romance Others

3  

Dr.Riddhi Mehta

Horror Romance Others

શાપિત વિવાહ -૯

શાપિત વિવાહ -૯

5 mins
425


પૃથ્વીબાપુ : "બેટા હું તને કહુ છું. વર્ષો પહેલા આ અભાપુરા ગામ જેમાં વિશ્વરાજસિહનુ નામ આજુબાજુ ચારેય ગામોમાં તેમનો ડંકો વાગતો. તેમનો કરિયાણાનો વ્યપાર ચારેય કોર ફેલાયેલો હતો. આમ તો આ ધંધો વણિકો જ કરતાં મોટે ભાગે. પણ તેમને નાના પાયે ધંધો શરૂ કરેલો અને તેમને ફાવી ગયેલો. સાથે નસીબ પણ એવા ફળ્યા કે ધંધો થોડા જ સમયમાં ધમધોકાર ચારવા લાગ્યો હતો.તેમના બીજા ભાઈઓ પણ હતા પણ તેઓ બીજા ધંધા કરતાં પણ કુટુંબ તો સંયુક્ત હતુ એટલે બધા સાથે જ રહેતા. તેઓ ત્રણેય મા સૌથી નાના હતા.

વિશ્વરાજસિહના શિવુબા સાથે લગ્ન થયા હતા. તેઓનુ લગ્ન જીવન સુખી હતુ. થોડા જ સમયમાં તેઓ ગર્ભવતી હતા. પરિવારમા બધા બહુ ખુશ હતા. બધા શિવુબાને બહુ સાચવતા હતા. આમ જ પુરા મહિના થવા આવ્યા હતા અને એક દિવસ શિવુબાને અચાનક આંચકીનો હુમલો આવ્યો. તે એકવાર આવતા વૈદને બતાવતા તેમણે દેશી દવા આપી પણ આ હુમલો એક બે દિવસે ફરી ફરી આવતો રહ્યો.


એ જમાનામાં તો કોઈ ડોક્ટર તો હતા નહી, આવા અને આવી સગવડો કે મશીન પણ નહોતા. ત્યાં ઘરે જ સુવાવડો થતી. એ બહેનો કરતી. જેને સૌ દાયમા તરીકે ઓળખતા. તેમણે આવીને સુવાવડ વહેલી કરાવવા પ્રયત્ન કરી જોયા. તેમણે અમુક દેશી દવાઓ આપી તેને દુખાવો થાય એવો પ્રયાસ કર્યો. દુખાવો પણ શરુ થયો પણ આ દરમિયાન જ વધારે શરીરને શ્રમ પડતા જ તેમને ફરી એક વાર હુમલો આવી ગયો આચકીનો અને તે બેભાન થઈ ગયા. તેઓ વધારે તાકાત ન કરી શકતા એ બાળક વચ્ચે જ વધારે વાર રહી જતાં તેનો શ્વાસ રૂધાઈ ગયો. આખરે આ બધી મહેનત નિષ્ફળ નીવડી અને શિવુબા અને તેમના પેટમાં રહેલુ સંતાન જે દીકરો હતો તે બંને મૃત્યુ પામ્યા.


પછી વિશ્વરાજસિહ થોડા સમય બહુ ઉદાસ રહેવા લાગ્યા હતા. એકલતા અનુભવતા હતા એક સાથે બે બે જણના દુર જવાનો ગમ. બાળક જ્યારથી માતાના ગર્ભમાં હોય ત્યારથી જ તે આ દુનિયામાં આવી ગયું હોય એટલી મમતા થઈ જાય છે માતાપિતા ને. દિવસો વીતતાં ગયા અને મહિનાઓ પણ. પછી તેમના ઘર સારૂ અને ધીકતો ધંધો એટલે તેમના માટે માગા આવવાના ચાલુ થયા. તેમના બીજા બે ભાઈ હતા મોટા હતા એટલે તેમના ઘરે પણ બે બે દીકરા હતા નાના નાના.

આ બાજુ એક દિવસ નજીકના એક શંકરપુરા ગામમાંથી વિશ્વરાજસિહ માટે એક માગુ આવ્યું. ઘર બહુ સારૂ હતુ પણ એ ઘર એ છોકરીનુ સાસરૂ હતુ. તે છોકરી હતી હસુમતી. તે હતી તો રૂપરૂપનો અંબાર. પણ વિધાતાના લેખ કોને ભાખ્યા છે ત જ સોળ વર્ષની ઉમરે તેના લગ્ન થયા હતા અને એક વર્ષમાં તો તેને એક દીકરીને જન્મ આપ્યો હતો. એ દીકરી પણ એના જેવી જ રૂપાળી અને દેખાવડી હતી. પણ તેના લગ્નના દોઢેક વર્ષ બાદ તેના પતિને ટીબીનો રોગ લાગ્યું પડ્યો.


એ જમાનામાં ટીબી જીવલેણ રોગ, અસાધ્ય રોગ. તેની કોઈ દવા નહોતી . અને આ બીમારી એક વર્ષ ઉપર ચાલી. તેનો પતિ તેને કે તેની દીકરીને તેની પાસે પણ ના આવવા ના દેતો. બસ એને ફીકર હતી એ બંનેની. રખે તેમને કોઈને ચેપ લાગી જાય તેનો. એમ કંઈ પત્ની થોડી માને. તેણે તેની બહુ સેવા કરી. અને આખરે તે એક વર્ષ પછી મૃત્યુ પામ્યો.

આટલી નાની દીકરીના માથેથી પિતાની છત્રછાયા જતી રહી. એ જમાનામાં તો કોઈ બીજા લગ્ન માટે વિચારે પણ નહી.એક સ્ત્રી માટે બીજા લગ્ન એટલે બીજો ભવ. કોઈ વિચારે પણ નહી. છતાંય એ વખતના એ લખતરસિહની હિમતને દાદ દેવી પડે. તેમની દીકરાની વહુના બીજા લગ્ન માટે તેમણે ગામના પંચ સમક્ષ વાત મુકી. તેઓ પણ ગામમાં આગળ પડતા હતા. વાત થતાં વિરોધનો વંટોળ તો ફુકાયો બહુ ફુકાયો પણ એક નાની દીકરીના ભવિષ્યના તેમના વિચારો અને દલીલો સામે આખા પંચે મંજુરીની મહોર મારવી પડી હતી.

અને લખતરસિહે પોતે જ વિશ્વરાજસિહ માટે હસુમતી માટે પુછાવવ્યુ. અને આ બાજુ વિશ્વરાજસિહના ઘરે પણ વાત થઈ. એ વખતે છોકરાઓને એકબીજાને જોવાનોને બહુ રિવાજ નહોતો. પણ બધાની સામે તેમણે હસુમતીના બહુ વખાણ સાભળ્યા હતા. એટલે બધાની જીદ હોવાથી બીજા લગ્ન માટે હા પાડી એ પણ બે અઢી વર્ષની દીકરી સ્વીકારવાની સાથે. અને આમ વિશ્વરાજસિહના જીવનમાં હસુમતી એક નવી સપનાની સવાર બનીને આવી. અને એકાદ મહિનામાં જ તેમના સાદાઈથી એક મંદિરમાં લગ્ન થઈ ગયા. આ કદાચ એ જમાનામાં પહેલી વારના આપણા જ્ઞાતિમાં બીજા લગ્ન હતા. ત્યાર પછી બધાના બીજા લગ્ન થવાની શરૂઆત થઈ.


હસુમતી પણ જોતજોતામાં આ ઘરમાં દૂધમાં સાકર ભળે તેમ ભળવા લાગી. અને વિશ્વરાજસિહ અને હસુમતી વચ્ચે પણ પ્રેમ પાગર્યો હતો ધીમે ધીમે. વિશ્વરાજસિહ તેની દીકરી કુમુદને બહુ જ રાખતા. તે હતી જ એવી સુંદર, દેખાવડી ,કામણગારી અને તેની સરસ વાતોથી સૌને મોહિત કરી દેનારી. સંયુક્ત કુટુંબમા તે પણ તેના કાકાના દીકરાઓ સાથે રમતી, હસતી કુદતી મોટી થવા લાગી.

આમ ને આમ દિવસો અને મહિનાઓ વીતતાં ગયા. સમય જતાં બે વર્ષ પછી હસુમતીએ એક દીકરાને જન્મ આપ્યો. અને એ દીકરાનુ નામ હતુ જયરાજ.

હજુ સુધી ચુપ રહેલો અનિરુદ્ધ બોલ્યો: "એ જયરાજ એટલે એ આપણા જયરાજસિંહ બાપુ જ ને ?"

જયરાજસિંહ : "હા બેટા... એ જ ! બેટા મને થોડું પાણી આપ પછી આગળની વાત કરૂ."

અનિરુદ્ધ : "હા બાપુ હાલ જ લઈ આવ્યો અને તે ફટાફટ બહાર પાણી લેવા જાતે બહાર જાય છે કારણ કે તે અત્યારે કોઈને બોલાવીને તે આવે ત્યાં સુધીનો વિલંબ કરવા નહોતો ઈચ્છતો. એટલે એ જલ્દીથી બહાર જાય છે."

***


ડાન્સ પૂરો થતા જ પેલા બે જણા આ બાજુ આવે સાઈડમા. અવિનાશ પહેલા તની પાસે જાય છે સાઈડમા. તેને જોતાં જ યુવાની કહે છે ઘુઘટ ખોલીને, :પપ્પા તમને ખબર તો નહોતી પડી ને કે આ હું છું નેહલ દીદીની જગ્યાએ ?"

યુવાની અને નેહલ બંનેની હાઈટ અને બાધો સરખા જેવો જ હતો. અને કાકાની દીકરીઓ હોવા છતાં તેમના ચહેરા જાણે બે સગી બહેનો જેવી જ વધારે લાગતી. આ વસ્તુનો આજે તેને કંઈક સારો ઉપયોગ થયો હોય એવું લાગ્યું.

અવિનાશ : "હા દીકરા જો ખબર ના હોય તો કોઈને ખબર જ ના પડે કે નેહલની જગ્યાએ તું હતી. સારૂ થયું અત્યારે તો વાત સચવાઈ ગઈ પણ બેટા એ છોકરો કોણ હતો ?

યુવાની : "પપ્પા એ છોકરો અનિરુદ્ધ જીજાજીનો ખાસ દોસ્ત શિવમ હતો. તેને જીજુ કહીને ગયા હતા આ વસ્તુ આ રીતે કરીને આ ફંક્શન સંભાળી લેવા માટે. પણ પપ્પા શું થયું છે એ તો મને કહો મને તો કંઈ જ ખબર નથી."

અવિનાશ : "સારૂ બેટા તુ એને થેન્કયુ કહેજે તને મળે તો. તે તેને બધી હકીકત જણાવે છે. યુવાની આવી વાતથી બહુ ગભરાઈ જાય છે અને તેના પપ્પાને ભેટી પડે છે અને કહે છે પપ્પા હું લગ્ન નહી કરૂ નહી તો મારી સાથે પણ આવું થશે ને ?"

અવિનાશ : "ના બેટા એવુ કંઈ જ નહી થાય આપણે આનું નિરાકરણ અત્યારે જ લાવવાનું છે. ત્યાં સુધી રાહ નથી જોવાની !"

***


શું આ બધી વાતોથી અનિરુદ્ધ ને કંઈ નેહલને બચાવવાનો રસ્તો મળશે ?

નેહલ ભાનમાં આવશે કે નહી ?

આગળ શું શું થાય છે જાણવા માટે વાંચતા રહો - શાપિત વિવાહ


Rate this content
Log in

Similar gujarati story from Horror