Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Dr.Riddhi Mehta

Horror Inspirational

3  

Dr.Riddhi Mehta

Horror Inspirational

શાપિત વિવાહ -૮

શાપિત વિવાહ -૮

4 mins
351


અનિરુદ્ધ ફટાફટ દાદર ઉતરી જાય છે અને પહેલાં તેના એક ખાસ ફ્રેન્ડ ને મળે છે અને કાનમાં કંઈક કહીને જાય છે બહાર. તે એટલી ઉતાવળમાં હતો કે સરોજબા એ તેને બુમ પાડી, 'અનિરુદ્ધ.... અનિરુદ્ધ... પણ એ કંઈક અજબ વ્યથામા લાગતો હતો પણ એને જાણે કંઈ બુમ જ ના સંભળાઈ એમ એ ઘરમાંથી બહાર નીકળી ગયો.

એટલામાં જ દાડિયા રાસનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. સરોજબા વિચારી રહ્યા છે કે અમે તો કહ્યું નથી આ બધુ શરૂ થઈ ગયું હવે શું કરીશું નેહલ પણ નથી. આ અનિરુદ્ધ ક્યાં ગયો ! ચિતાના માર્યા તેમનુ શરીર એકદમ ધ્રુજી રહ્યુ છે. એટલામાં જ અનિરુદ્ધના મમ્મી આવ્યા અને કહે છે, સરોજબેન બહુ થાકી ગયા લાગો છો. આવો આમ પણ હવે પ્રોગ્રામ શરુ થાય છે આપણે અહીં શાંતિથી બેસીએ.

સરોજબા પરાણે મોઢું હસતુ રાખી રહ્યા છે. એવા ઠંડા વાતાવરણમા પણ તેમને પરસેવો થઈ રહ્યો છે. અને બસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. અને કહે છે 'હા આવુ છું એમ કહીને બંને ત્યાં સામે ખુરશીમાં બેસે છે.' તેમની નજર વારંવાર આમતેમ ફરી રહી છે કે ત્યાં કોઈ દેખાય અને પુછુ. અનિરુદ્ધ ના ઉપર ગયા પછી એમણે બે ત્રણ વાર ઉપર જવાની કોશિષ કરી પણ એ કંઈ ને કંઈ કામમાં તે અટવાતા રહ્યા.


અનિરુદ્ધ ના મમ્મી કહે છે, 'સરોજબેન દીકરી જવાનું દુઃખ મને ખબર છે હુ પણ એક દીકરીની મા છું. તમે જરાય ચિંતા ના કરો એ અમારા ઘરે દીકરીની જેમ જ રહેશે અને રાજ કરશે.'

સરોજબા (મનમાં ) : 'પુષ્પાબેન હુ તમને શું કહુ ? અત્યારે તો મારી દીકરીનો જ કંઈ પતો નથી ત્યાં તમારા ઘરે આવીને રાજ ક્યાંથી કરશે ?

બહારથી પરાણે હસીને : 'હા એ તો છે જ એટલે જ તો અમે અનિરુદ્ધ ને જમાઈ તરીકે પસંદ કર્યો છે.'


 ***


અનિરુદ્ધ સડસડાટ કરતો હવેલીમાંથી બહાર નીકળીને બહાર રહેલી મોટી મર્સિડીઝ ગાડીમાં બેસીને એ એક બે મિનિટમાં તો ત્યાંથી નીકળીને જાણે અદ્રશ્ય થઈ જાય છે. ગાડીમાં તેનુ મગજ ચકરાવે ચડી ગયું છે. એને નેહલ સાથેની એક એક પળો યાદ આવી રહી છે. મારી નેહલને કંઈ થઈ જશે તો ? ના હુ તેને કંઈ જ નહી થવા દઉ. તે જાતે ને જાતે સંવાદ કરી રહ્યો છે અને જાતે જ જવાબો આપી રહ્યો છે. કંઈ પણ થાય નેહલને કંઈ નહી થવા દઉ. આજે મારા પ્રેમની ખરી કસોટી છે. એમ વિચારતા વિચારતા ગાડી તેના ઘર પાસે જાય છે.


ઘરમાં જાય છે તો ત્યાં કામ કરતાં વિષ્ણુકાકા દરવાજો ખોલે છે. 'બેટા અનુ તુ કેમ અહીં આવ્યો પાછો ? ત્યાં તો તારા રાસગરબા ચાલી રહ્યા નથી ? અને તુ એકલો જ આવ્યો છે. આ લગ્નના દિવસે આમ એકલા ગમે ત્યારે ના ફરાય ક્યાંય કોઈ બુરો સાયો અડફેટે ચડી જશે ને દીકરા તો હેરાન થઈ જઈશ.'

અનિરુદ્ધના મનમાં કંઈ ઝબકારો થયો પણ તે અત્યારે સાઈડમા રાખીને કહે છે, 'કાકા મારે બહુ જરૂરી કામ છે એટલે પાછો આવ્યો છુ. પૃથ્વીબાપુને મળવુ છે એ સૂઈ ગયા કે જાગે છે ?'

વિષ્ણુ : 'બેટા એ અત્યારે નીચે રૂમમાં માળા કરતાં હશે તુ જા ત્યાં જ મળશે.'

અનિરુદ્ધ ત્યાં પહોંચે છે અને કહે છે 'બાપુ મારે તમારૂ કામ છે બહુ અગત્યનું.'

પૃથ્વીબાપુ : 'માળા સાઈડમા મૂકીને કહે છે હા બોલને દીકરા.'


આટલી ઉમર હોવા છતાં તેમના કાન અને મગજ બંને સારૂ હતું. બસ પગ હારી ગયા હતા એટલે રૂમમાંથી ખાસ બહાર ના નીકળતા. અનિરુદ્ધ નેહલ સાથે જે જે થયું એની બધી જ વાત કરે છે. તે કહે છે પેલા કોઈ બાવા છે જે બહુ જ્ઞાની છે તે ક્યાં રહે છે ? અત્યારે જ તેમને બોલાવવા પડશે. અને એ એક રૂમમાં જે છોકરીનો ફોટો છે તે કોણ છે તમને કોઈ ખબર છે ? તમારા અને જયરાજસિંહબાપુ એ લોકોના પરિવાર સાથે આપણે પહેલેથી સારા સંબંધો છે એટલે પુછુ કંઈ ખબર હોય તો ? જયરાજસિંહબાપુને ખબર હોય પણ તેઓ બરાબર સાભળી પણ શકતા નથી અને તેમને યાદ પણ નથી રહેતુ હવે બહુ.'


પૃથ્વીસિંહ : 'બેટા મને જેટલું ખબર છે તેટલું કહુ છું.' અનિરુદ્ધ કોઈ પણ શબ્દ સાભળવાનુ ચૂકી જવાય એ રીતે કાન સરવા કરીને બાપુની બાજુમાં બેસી જાય છે.

નેહલ સુતી હતી બેડ પર હજુ શાંતિથી ત્યાં જ આખો બંધ જ છે. અને તે જોરજોરથી બુમો પાડે 'બચાવો બચાવો.' આ નરાધમોથી બચાવો મને. હુ બીજા કોઈની નહી થાઉ.' એવુ બોલીને તે ફરીથી જાણે કંઈ જ થયું ના હોય એમ સુઈ જાય છે.


સિધ્ધરાજ : 'અવિનાશ તુ નીચે જા બધા પુછી રહ્યા હશે નેહલ વિશે આપણા વિશે. તુ તારી ભાભીને અને ઘરના બધાને પણ જણાવી દે સાચી હકીકત - આ વાત છૂપાવવાનો કોઈ મતલબ નથી. પરંતુ સાથે મળીને તેનો ઉપાય શોધવાનો છે. અને ફંક્શન બને તેટલું જલ્દી પતાવવાનો પ્રયત્ન કરાવ. હુ અને યુવરાજ અહીંયા જ છીએ નેહલની પાસે.'

અવિનાશ નીચે જાય છે એવા જ સરોજબા પુષ્પાબેન પાસેથી કંઈક કામનુ બહાનુ બનાવીને તેમની પાસે આવે છે. અવિનાશ તેમને બધી વાત કરે છે. તેઓ એકદમ ગભરાઈ જાય છે. 'ભાઈ નેહલને સારૂ તો થશે ને ?' એને કંઈ નહી થાય ને ?'


'ભાભી ચિંતા ના કરો કંઈક વિચારીએ. બધુ સારૂ થઈ જશે.'આ બાજુ ત્યાં ડીજેવાળા અનાઉન્સ કરે છે કે 'હવે છેલ્લે આવી રહ્યો છે આજના મોસ્ટ ફેવરિટ કપલ અનિરુદ્ધ અને નેહલનો જેનો બધાને બેસબરીથી ઇન્તેજાર હતો.એ એક સરપ્રાઈઝ ડાન્સ છે.'

અવિનાશ કહે છે ભાભી, અહીં કેમ આવી જાહેરાત થઈ નથી નેહલ કે નથી અનિરુદ્ધ. શું થશે એટલું વિચારે છે ત્યાં જ એક છોકરો અને છોકરી સ્ટેજ પર આવે છે અને ડાન્સ શરૂ થઈ જાય છે. એ છોકરીએ ઘુઘટ તાણેલો છે જ્યારે છોકરાએ પણ આગળ વરરાજા પહેરે એવો સહેરો બાધેલો છે કોઈને તેમનો ચહેરો દેખાતો નથી.

બંને વિચારે છે આ કોણ હશે બે જણા ?

અનિરુદ્ધને બાપુની વાત પછી કંઈ રસ્તો મળશે ખરા નેહલને બચાવવાનો ?

જાણવા માટે વાંચતા રહો, શાપિત વિવાહ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror