Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Dr.Riddhi Mehta

Horror Romance Others

3  

Dr.Riddhi Mehta

Horror Romance Others

શાપિત વિવાહ -૭

શાપિત વિવાહ -૭

4 mins
427


સિધ્ધરાજસિહ ધીમે ધીમે યુવરાજ અને અવિનાશની પાસે આવે છે. પણ તેમને બહુ જ અસહ્ય દુખાવો થઈ રહ્યો છે પીઠના ભાગ પર. નેહલને જોઈને ત્રણેય ત્યાં નેહલ પાસે પહોંચે છે. હીચકો હજુ પણ એમ જ ઝુલી રહ્યો છે. નેહલનુ શરીર એકદમ ઠંડુ પડી ગયેલુ છે. તેને બહુ હલાવે છે પણ તે જાગતી નથી. અચાનક ફરી સિધ્ધરાજસિહની નજર સામે રહેલી એ છોકરીના ફોટા પર પડે છે.

તે કહે છે, 'આ કોનો ફોટો હશે ?  આટલી રૂપાળી અપ્સરા જેવી છોકરી કોણ હોઈ શકે ? આપણે તો કોઈના આગળના ફોટાઓ જોયા નથી. કદાચ હશે કે નહી એ પણ શંકા છે. કોણ હોઈ શકે ?'

અવિનાશ : 'આ વાતનો જવાબ તો જયરાજબાપુ જ આપી શકે. અને એવુ લાગે છે કે આ મોટો આલીશાન રૂમ કદાચ બંધ જ રાખવામાં આવી રહ્યો છે પણ શુ હોઈ શકે કારણ ?'

યુવરાજ : 'પણ બાપુ તો આટલી ઉમરે બહુ સાભળતા અને જોઈ પણ શકતા નથી. તેમને કંઈ યાદ પણ હશે ?'

અવિનાશ : 'મને એવુ લાગે છે કે કંઈક તો ખબર પડશે એમને પુછવાથી. અને એમની યાદશક્તિ કમજોર હોય અત્યારનુ યાદ રાખવા માટે. પણ પુરાની અને જુની યાદો જેમા તેમણે આખી જિંદગી જીવ્યા હોય એ તો મને લાગે છે કોઈ પણ માણસ ક્યારેય ના ભુલે.'


સિધ્ધરાજ : 'હા સાચી વાત છે. પહેલાં બાપુને પુછીએ કંઈ ના ખબર પડે તો પછી આગળ કંઈક વિચારીએ.'

એમ વિચારીને ત્રણેય નેહલને લઈને તેને ઉચકીને બહાર લઈ જવા ઉભા થાય છે. ત્યાં ફરી એ જ પહેલાં પ્રમાણે તેના નાક અને આંખોમાંથી લોહી બહાર આવી રહ્યું છે.

યુવરાજ : 'અત્યારે આપણે નેહલને બહાર નીચે તો નહી લઈ જઈ શકીએ કારણ કે અત્યારે નીચે તો બધા જ મહેમાનો આવી ગયા હશે. નીચે ખબર પડશે તો બધે ચર્ચા થઈ જશે. અત્યારે આપણે એને લઈ જઈને મારા રૂમમાં સુવાડીએ. પછી કંઈક વિચારીએ.'

બધા અત્યારે સાથે મળીને નેહલને ઉચકે છે એનુ વજન માડ સાઠ કિલો જેટલુ હશે છતાં તેને ત્રણેય પરાણે ઉચકે છે. અને બાજુના રૂમમાં લઈ જાય છે એ સાથે જ પેલુ જે ગીત બંધ થઈ ગયુ હતુ આપમેળે તે ચાલુ થઈ જાય છે. "સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ...."

સિધ્ધરાજ : 'એ જે પણ છે આપણને ભટકાવવા આ બધુ કરી રહ્યુ છે. માટે આપણે આ બધા પર ધ્યાન રાખ્યા વિના નેહલને ત્યાં બહાર લઈ જઈએ. અને એ સાથે જ ત્રણેય મહામહેનતે નેહલને યુવરાજના રૂમ સુધી લઈ જાય છે.


***

સરોજબા ગભરાઈને પાછળ જુએ છે કે અનિરુદ્ધ ઉભો હતો. તે કહે છે 'મમ્મી તમને આટલી પગમાં તફલીક છે શું કામ દાદર ચઢો છો ? શુ કામ છે યુવાનીને કહો કે એવુ હોય તો હું જઈ આવુ.'

સરોજબા : 'થોડા ગભરાયેલા અવાજે કહે છે, ના બેટા એતો મારે થોડું કામ હતુ. બેટા આજે તો સરસ લાગી રહ્યો છે ને કંઈ ?'

અનિરુદ્ધ : (હસીને ) 'મમ્મી એ તો હું છું જ ને. પણ મારી નેહુ ક્યાં છે તૈયાર થઈ કે નહી ? અરે હુ તો ભુલી જ ગયો કે છોકરીઓને તૈયાર થવામાં બહુ લાગે નહીં ?'

અનિરુદ્ધ આટલા સમયથી સરોજબા અને તેમના પરિવાર સાથે સંબંધ હતો અને હવે તો સગાઈ થયા પછી તો એકદમ તેના પરિવાર જેવુ જ હતુ તેના માટે. અને સાથે તે મળતાવડો અને એકદમ હસમુખો હોવાથી તે ક્યારેય તેમના પરિવારમા જમાઈ તરીકે રહેતો નહી. ક્યારેક નેહલ અને બંને ઝગડે તો સરોજબા હંમેશા અનિરુદ્ધનો જ પક્ષ લે. એટલે જ આજે તે બોલી રહ્યો હતો એટલે એને સરોજબા વચ્ચે અટકાવી શક્યા અને એનો કાન પકડે છે અને કહે છે, 'બસ હવે બેટા બહુ ઉતાવળો ના થઈશ. આવતી કાલથી નેહલ તારી જ છે. આજનો દિવસ તો એને અમારી રહેવા દે અને સાભળ મારે તારૂ ખાસ કામ છે.'


સરોજબા તેને બધી નેહલના રૂમની વાત કરે છે ગાયબ થયાની. તે કહે છે 'બેટા મને બહુ ચિંતા થાય છે. તુ અત્યારે બધા સંબંધીઓને કંઈક રીતે સેટિંગ કર કે કોઈ પુછે નહીં અને નીચે પ્રોગ્રામ ચાલુ કરી દેવડાવ.'

અનિરુદ્ધ : 'હા એ તો હુ કરાવુ છું. મારા એક ફ્રેન્ડને કહીને પણ મમ્મી અત્યારે તમે અહીં રહો બધાને સંભાળો હુ ઉપર જઈને આવુ પહેલા.' સરોજબા કંઈક કહેવા જાય છે એ પહેલાં જ તે ઉપર ભાગે છે ફટાફટ.

લગભગ રાતના આઠ વાગી ગયા છે એટલે ઉપર અંધારું છે. ત્યાં એ પહોંચીને એક રૂમમા લાઈટ ચાલુ હતી ત્યાં પહોંચે છે. ત્યાં નેહલ બેડ પર હતી અને આજુબાજુ ત્રણેયને જુએ છે અને ચિંતામા આવીને પુછે છે 'શું થયું ?'

અનિરુદ્ધને જોતાં ત્રણેય થોડા મુઝાય છે કે હવે શું કહેવું. પણ સિધ્ધરાજસિહ જાણતા હતા કે અનિરુદ્ધ બહુ સમજુ અને પ્રેક્ટિકલ માણસ છે. એટલે એ તેને બધી જ વાત કરે છે . તેનાથી કંઈ પણ છુપાવવાનો કંઈ અર્થ નથી.


સિધ્ધરાજસિહ : 'બેટા આવુ કોણ કરી શકે મને તો સમજાતુ નથી.'

અનિરુદ્ધ : 'મને તો આમાં કોઈક એવું વ્યક્તિ જ લાગે છે જે આ ઘરની છે પણ આ દુનિયામાં નથી. તેની આત્મા ભટકી રહી છે.'

સિધ્ધરાજસિહ : 'બેટા તું પણ આ બધુ માને છે ? અમેરિકામાં રહેવા છતાં આવા અંધશ્રદ્ધામા વિશ્વાસ ? મને તો કે આજની જનરેશન આવુ કંઈ માને જ નહી.'

અનિરુદ્ધ : 'હુ ભલે રહુ છુ હવે અમેરિકામાં પણ મોટો તો અહીં જ થયો છો ગુજરાતમાં. આવુ પણ હોય છે એ મે જોયું છે. કદાચ મારા દાદા એક એવા બહુ જાણીતા એક જોગીબાબા છે એમને જાણે છે તે બહુ જ્ઞાની છે અને તેમની પાસે ભગવાનનો કંઈ ચમત્કારીક આશીર્વાદ છે અને તે કંઈક રસ્તો કહેશે.'

અવિનાશ : 'પણ આ માટે અત્યારે જ કંઈ કરવુ પડશે. નહી તો લગ્ન કરવા મુશ્કેલ છે અને કોઈના પણ જીવને જોખમ થઈ શકે છે .'

અનિરુદ્ધ : 'હા કાકા, હું હમણાં જ આવ્યો કહીને તે ફટાફટ નીચે જાય છે.'


***

અનિરુદ્ધ કંઈ કરી શકશે ?

આટલા ઓછા સમયમાં કંઈ ઉકેલ આવશે ?

નેહલ આમાંથી મુક્ત થશે કે તેનો જીવ નહી બચાવી શકે તેનો પરિવાર ?


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror