શાપિત વિવાહ -૪
શાપિત વિવાહ -૪
અનિરુદ્ધ : ઉભો થઈને નેહલ પાસે જઈને જાય છે. તને શું થયું બકા ?
નેહલ : ખબર નહી. કાલે શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી. પણ તને કેમ ખબર પડી આ બધી ? આપણી તો વાત થઈ જ નથી કંઈ બે દિવસથી ?
સુરજસિહ : બેટા આ તો ગામ હોય ત્યાં પંચાતિયા પણ હોય જ ને. એમ જ લોકોને આપણુ સારૂ હોય તો ઈર્ષા તો થાય જ. તેમ એક બે એવા લોકો છે જેમને આપણુ સારૂ પસંદ નહોતું તેથી તેઓ અમને વહેલી તકે કહેવા આવ્યા કે નેહલને આવુ બધુ થાય છે. તેને કોઈ મોટી બિમારી હોવી જોઈએ.એટલે હજુ સમય છે લગ્ન થતાં રોકવા માટે.
આ બધું સાભળીને મે કોઈને પણ કંઈ પણ પુછ્યા વિના પહેલા અનિરુદ્ધને વાત કરી. તેણે કહ્યુ, 'પપ્પા જે પણ હોય નેહલને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલા આપણે ત્યાં જવુ જોઈએ. બીજા બધાની વાતો ના સંભળાય'.
મે તેને કહ્યું, કે 'આપણે પરંપરા છે કે લગ્નના બે દિવસ પહેલાં છોકરા અને છોકરી વાળા એકબીજાને ના મળે એટલે જ તો આપણે દાડિયા રાસ પણ બંનેના અલગ અલગ રાખ્યા છે. ઘરે મળશું તો બધા વાતો કરશે જો બહાર ક્યાંક મળીને વાત કરી લઈએ તો.'
પણ અનિરુદ્ધએ ના પાડી. 'આપણે ભણેલા ગણેલા છીએ. છતાંય હુ સામાજિક રિવાજોની ટીકા નથી કરતો પણ કોઈના જીવન કરતાં તો વધારે મહત્વની નથી ને. પપ્પા પરંપરા બરાબર છે પણ બહાર પણ ખબર પડ્યા વગર રહેવાની નથી. આ નાનકડા ગામમાં. મારા મતે તો ત્યાં જ એમના ઘરે જવુ જોઈએ કે હકીકત શું છે પછી વાત. અને તમારે ના આવવુ હોય તો હુ એકલો જાઉ છું.'
છેવટે મે તેની જીદ સામે જુકીને પછી અમે બંને જલ્દીથી અહીં આવ્યા.
સરોજ બા : 'હા. તમારી વાત સાચી છે. શું થયું એ તો અમને પણ સમજાયું નથી. એટલે જ તો અમે બહાર મોટા ડોક્ટર પાસે અત્યારે હજુ બતાવીને જ આવીએ છીએ.'
અનિરુદ્ધ : 'શું કહ્યું ડોક્ટરે ?'
તેમણે તો કહ્યું, 'બધા જ રિપોર્ટ નોર્મલ છે. કદાચ થાક કે પછી અહીનુ વાતાવરણ સેટ ના થતું હોય એવું બની શકે. એમને થોડી દવા લખી આપી છે કહ્યું છે સારૂ થઈ જશે. બીજું તો કોઈ કારણ એમને પણ નથી ખબર.'
સિધ્ધરાજ : 'એક વાત પુછું સુરજભાઈ ?'
સુરજસિહ : 'હા બોલોને. તમને આ બધાએ કહ્યા મુજબ લગ્નમાં કંઈ વાધો તો નથી ને ? અમે તો જે હતું એ બધુ કઈ દીધું અને આ રિપોર્ટ અને ડોક્ટરનુ લખાણ પણ બતાવી દીધું.'
અનિરુદ્ધ : 'પપ્પા તમે આ શું કહો છો ? તમને એવું લાગ્યું કે અમે આ સગાઈ અને લગ્ન કેન્સલ કરીશું જો તેને કંઈ થશે તો. આ તો નોર્મલ છે બધું બાકી કંઈ હોત તો પણ હુ આ લગ્ન માટે ક્યારેય ના ના પાડત. લગ્ન પછી થઈ હોય તો તને થોડી છોડી દેત. મને કંઈ થયું હોત તો ના પાડત નેહલ મને ?'
નેહલ : 'હુ તને થોડી ના પાડુ બકા ?'
અનિરુદ્ધ : 'તો તને મારા પ્રેમ પર એટલો વિશ્વાસ નથી ?'
નેહલ : 'વિશ્વાસ તો છે પણ આવી વસ્તુમાં તો કોઈ પણ ના પાડી દે એટલે.'
સુરજસિહ : 'બેટા એ બધુ જવા દે. મારી દીકરી હોય ને કંઈ થાય તો હું થોડો એને છોડી દઉ. હવે અનિરુદ્ધ અમેરિકામાં રહીને મારા કરતાં તમારી સાથે વધારે રહ્યો છે અને તમને વધારે યાદ કરતો હોય છે.'
અનિરુદ્ધ : 'પપ્પા એક વાત કહુ ?'
સુરજસિહ : 'હા બોલ ને'
અનિરુદ્ધ : 'આપણે હવે અહીં અત્યારે આવીને એક પરંપરા તો તોડી જ છે હવે બીજી એક પણ તોડીએ તો શું ફેર પડે ?'
સુરજસિહ : 'બીજી કઈ પરંપરા છે હવે ?'
અનિરુદ્ધ : 'આપણે આપણા દાડિયા રાસ એક સાથે રાખીએ તો બંનેના ભેગા ?'
સુરજસિહ : 'હા તો એમાં શું વાધો છે. પણ કોના ત્યાં રાખીએ ? અહીંયા કે આપણા ત્યાં ? પણ જો નેહલ તને સારુ લાગતુ હોય તો ફીઝીકલી.'
નેહલ : 'અહીં રાખો તો વધારે સારું. વળી હુ ત્યાં આવીશ તો લોકો ફરી કંઈક વાતો ઉડાડશે. અમારે પણ બધુ તૈયાર જ છે.'
અનિરુદ્ધ : 'સારૂ તો સાજે અહી તમારા ઘરે જ બધાના રાસગરબા ફાઈનલ. અમે ગાડીઓમાં બધા ગેસ્ટને લઈને આવી જઈશું. આમ પણ આપણા ગામ ક્યાં દૂર છે !
સાંજે નેહલના પરિવારવાળા જલ્દીથી જમવાનું પતાવીને રાસગરબા માટે તૈયાર થાય છે. સાથે મહેમાનોના આગમનની રાહ જોવે છે. નેહલને પાર્લરવાળી તૈયાર કરવા આવે છે અને તૈયાર થઈ જાય છે. તે સરસ નમણી, ક્યુટ, કોઈની પણ નજર લાગી જાય તેવી સરસ લાગી રહી છે. અને તે તૈયાર થઈને રૂમમાં બેઠી હોય છે. તેની કઝીન યુવાની તેની જોડે જ હતી સવારથી. યુવાનીને કંઈક યાદ આવતા તે બહાર જાય છે. આ બાજુ નેહલ બેઠી બેઠી કંઈક સોન્ગ ગાઈ રહી હોય છે. યુવાની બહાર જઈને થોડું એની મમ્મી કામ બતાવે છે તો એમાં રોકાઈ જાય છે અને તેને નેહલ પાસે જતાં થોડી વાર લાગે છે. અને પછી તે જલ્દી જલ્દી નેહલ પાસે જાય છે તે રૂમમાં પેસતાં જ ગભરાઈ જાય છે. અને બધાને બૂમો પાડે છે...'
***
ફરી શું થયું હશે ?
યુવાની કેમ આટલી ગભરાઈ ગઈ હશે ?
જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ -૫