Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Horror Others

3  

Dr.Riddhi Mehta

Horror Others

શાપિત વિવાહ -૨

શાપિત વિવાહ -૨

5 mins
542


બધા એકાએક નેહલ પાસે જુએ છે કે તેના નાકમાંથી લોહી વહી રહ્યુ છે. તેના માથા પર ઠંડુ પાણી રેડે છે. તેના પપ્પા કહે છે કદાચ અહીંનુ વાતાવરણ અને ગરમીને લીધે તેને આવુ થયું હશે. એટલે ત્યાં અમુક રૂમમાં તેમણે આ વખતે અહીં થોડો વધારે સમય રહેવાનું હોવાથી એસી લગાવ્યા હતા. એટલે તેને એક એસીવાળા રૂમમાં લઈ જઈને તેને સુવાડવાનુ કહે છે.

હજુ તે પુરી ભાનમાં આવી નથી એટલે બે જણા તેને રૂમમાં લઈ જવા ઉપાડવા જાય છે. નેહલ મિડીયમ બાધાવાળી અને મધ્યમ વજનવાળી હતી. પણ અત્યારે તે બે પુરૂષોથી પણ ઉચકાતી નહોતી. અને પરાણે કરીને તેને ઉચકી તો ખરી પણ આ શું તેની હાથમાંથી પણ લોહી આવી રહ્યું છે.


જેવો તેના મમ્મી એ હાથ સીધો કર્યો અને જોયું તો તેના હાથમાં જેટલી મહેદી મુકાઈ હતી એ ડીઝાઈનમાથી લોહી બહાર આવી રહ્યું હતું. કોઈને કંઈ સમજાતુ નથી. ત્યાં કોઈ જઈને બાજુના ગામમાંથી એક ડૉક્ટરને લઈ આવે છે. તે આવીને તેની તપાસ કરે છે.તે થોડીક દવા આપે છે અને કહે છે કદાચ મહેદીમા કોઈ કેમિકલ એવું હોય જે તેની સ્કીન પર સુટના થયું હોય. કંઈ નહી દવા આપુ છું સાજ સુધીમાં સારૂ થઈ જશે. પછી આ ફંક્શન હમણાં ત્યાં જ અટકે છે અને બધા જમીને પોતપોતાના ઘરે જાય છે. નેહલ પોતાના રૂમમાં સુતી છે. તે થોડી થોડી વારે જાગીને સુઈ જતી હતી. હવે તે બરોબર જાગે છે તો બાજુમાં તેના મમ્મી પપ્પા બેઠેલા હોય છે. તે ઉઠીને તેની મમ્મીને એકદમ ગભરાઈને વળગી પડે છે.


તેના મમ્મી સરોજબા પુછે છે, 'બેટા તને કેમ છે હવે ?'

નેહલ : 'કેમ મમ્મી મને શું થયું છે ? મને આમ શરીરમાં અશક્તિ કેમ આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે.'

સરોજબા : 'બેટા તને અચાનક શું થઈ ગયું હતું અને તુ આમ એકાએક ત્યાં બધા વચ્ચેથી બહારના પેલા બંધ રૂમના દરવાજા પાસે આવીને ત્યાં બેભાન થઈને પડી હતી ?'

નેહલને તો આ વાતની કંઈ જ ખબર નથી. તે કહે છે 'મમ્મી મને તો શું થયું મારી સાથે કંઈ જ ખબર નથી.'

તેના પપ્પા કહે છે કે 'કદાચ થાકને કારણે એવું બન્યું હશે કે તેને કંઈ જ ખબર નથી.'એમ કહીને હવે સાજે ખાસ પ્રોગ્રામ આમ પણ રાખેલો નહોતો ફક્ત રાત્રે બધા સાથે મળીને ગીતો ગાવાનો કાર્યક્રમ રાખેલો છે.


તેના મમ્મી કહે છે 'બેટા તારી તબિયત સારી નથી તો આપણે પ્રોગ્રામ કેન્સલ રાખીએ.'

નેહલ: 'ના મમ્મી સારું છે વાધો નહી. કેન્સલ કરવાની જરૂર નથી. આમ પણ મારે તો બેસવાનું જ છે ને.અને બધી તૈયારી ફરી શરૂ થઈ જાય છે.'

રાત્રે બધો પ્રોગ્રામ પત્યા પછી તે નેહલ ત્યાં રૂમમાં સૂવા જાય છે. તું કપડાં ચેન્જ કરીને બાથરૂમમાં ફ્રેશ થવા જાય છે ત્યાં જ તેને કંઈક કોઈના હસવાનો અવાજ સંભળાય છે. નેહલને લાગે છે કે બહાર બધા વાતો કરતાં હશે તો અવાજ આવી રહ્યો છે. પછી તે બહાર નીકળે છે ત્યાં જ કોઈ પડછાયો દેખાય છે. એ પણ કોઈ સ્ત્રી જેવો. 'તે બુમ પાડે છે કોણ છે ?'

પણ કંઈ અવાજ આવતો નથી અને અને તે ઓળો ગાયબ થઈ જાય છે. તે બહાર આવે છે. તે અમેરિકામાં ઉછરેલી હોવા છતાં તેનામાં ભારતીયના ગુણો પણ છે. પણ તે નીડર હોય છે. તે કહે છે કે હાલ કોઈને કંઈ કહેતી નથી. ખોટું કોઈને કંઈ પણ ચિંતા થાય.


એટલે તે સૂઈ જાય છે. થાકેલી હોવાથી તરતજ તેને ઉઘ આવી જાય છે. રાતના એક વાગ્યા સુધી કંઈ જ થતું નથી. અચાનક તેની આંખો ખુલે છે તો બહુ જ સુસવાટા મારતો પવન છે. એકદમ વિચિત્ર અવાજ સંભળાઈ રહ્યા છે. તે વિચારે છે. આ બધુ શું થઈ રહ્યુ છે મારી સાથે. તે સામે જુએ છે તો એ પડછાયો તેને ફરી દેખાય છે. તે ખબર નહી કોઈ અજ્ઞાત શક્તિના દોરાયા મુજબ રૂમમાંથી બહાર જાય છે. હવેલી બહુ મોટી છે. અડધા ઓરડાઓ તો તેને અંદરથી જોયા પણ નહોતા. તે પડછાયાની પાછળ ફરી ચાલવા લાગે છે. ત્યાં સીડીઓ ચઢીને ઉપર જાય છે. ત્યાં ઉપર જતાં જ પડછાયો ફરી ડાબી બાજુ વળે છે. ત્યાં બધા રૂમો ખુલ્લા હતા એટલે કોઈ લોક નહોતા. પણ એક રૂમ હતો તેને લોક હતું. પડછાયો ત્યાં જઈને ઉભો રહે છે. એટલે નેહલ પણ ત્યાં ઉભી રહી જાય છે. અને પડછાયો અચાનક ગાયબ થઈ જતાં તે ફરી ઢળી પડે છે.


રાત્રે એક વાગે તો કોણ જાગતુ હોય પણ અચાનક તેના કાકાનો દીકરો યુવરાજ તેના મોબાઈલ પર ફોનની રીગ વાગતા તે રૂમમાંથી બહાર આવે છે. અને વાત કરીને ફરી રૂમમાં જવા જાય છે તો તેને ત્યાં એક ઓરડા પાસે કંઈક પડેલુ દેખાય છે. પણ અંધારું વધારે હોવાથી કંઈ ખબર પડતી નથી. તે હશે કંઈ એમ વિચારી અંદર જવા જાય છે. ત્યાં જ ફરી કોઈના કણસવાનો અવાજ આવે છે. એટલે તે ત્યાં પહોચે છે.

તે નજીક જઈને પહેલાં ફોનની લાઈટ ચાલુ કરે છે. તો જુએ છે કે નેહલ ફરી ત્યાં દરવાજા પાસે પડેલી હતી . તે એકદમ ગભરાઈને ત્યાંની લાઈટ કરે છે અને કહે છે 'નેહલદીદી ઉઠો...પ્લીઝ... શું થયું તમને ?'


તે પાણી છાટે છે અને તેને ઉઠાડે છે. પણ તે હજુ પણ આંખો ખુલતી નથી. તે ફટાફટ બુમો પાડીને બધાને બોલાવે છે. બધા આવીને જુએ છે આ શું ? સવારની જેમ જ તેના નાકમાંથી લોહી નીકળી રહ્યુ છે અને હાથની મહેદી મુકેલી જગ્યાએથી. પણ આ વખતે તેની આંખોમાથી પણ લોહીની ધારા નીકળી રહી છે. તેનો એકદમ નાજુક નમણો ચહેરો અત્યારે ભયાનક લાગી રહ્યો છે. બધા ગભરાઈ જાય છે. તેઓ વિચારે છે આને કાલે સવારે જ કોઈ મોટા સ્પેશિયાલિસ્ટ ને બતાવવા લઈ જવી પડશે.


બીજા દિવસનુ બધુ ફંક્શન કેન્સલ કરી દે છે. અને ત્યાં તો ગામમાં તો એવી ખાસ ડૉક્ટરની બહુ સગવડ ન હોવાથી તેને લઈને નજીક આવેલા પાલનપુરમા સવારે બતાવવા જવાનું નકકી થાય છે. ત્યાં સવારે ઘરના થોડા વ્યક્તિ ત્યાં પહોંચે છે હોસ્પિટલમાં. ત્યાં તેની બધી હિસ્ટ્રી લે છે. આજ સુધી તેને ક્યારેય કોઈ પણ પ્રકારની નોર્મલ દવા પણ લીધી નથી કે તફલીક પણ થઈ નથી અને અચાનક આ શું ? ત્યાં ડોક્ટર બધા એક્સ રે, રિપોર્ટ, સીટી સ્કેન બધુ જ થાય છે. હવે બધા રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે...


બપોરનો સમય છે . બધા ફંક્શનો કેન્સલ કરેલા હોવાથી ત્યાં આજે તો હવેલીમાં શાંતિ છવાયેલી છે. ત્યાં જ હવેલીની બહાર એક આલિશાન મર્સિડીઝ ગાડી આવીને ઉભી રહે છે. તેમાંથી એક બ્લુ જીન્સ ઉપર એક વાઈટ ટીશર્ટ અને ઉપર એક બ્લુ કોટીમા સોહામણો એક કામદેવનો અવતાર લાગતો, સુંદર દેખાતો, રૂપાળો યુવક બહાર નીકળે છે. અને સાથે જ કદાચ તેના પિતાની ઉમરનો લાગતા આધેડ વ્યક્તિ પણ સાથે નીકળે છે. અને એ સાથે જ ત્યાં ચોકીદાર તેમને સલામી આપે છે અને તેઓ ફટાફટ અંદર પ્રવેશે છે.


***

કોણ હશે એ યુવક અને બીજો આધેડ વ્યક્તિ ?

શુ આવશે નેહલના રિપોર્ટમાં ?

દવાની અસર થશે નેહલ પર કે કંઈ નવુ થશે હવેલીમાં નેહલ સાથે ?

જાણવા માટે વાંચતા રહો, શાપિત વિવાહ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror