Dr.Riddhi Mehta

Horror Inspirational

3  

Dr.Riddhi Mehta

Horror Inspirational

શાપિત વિવાહ -૧૦

શાપિત વિવાહ -૧૦

5 mins
468


અનિરુદ્ધ જરા પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પાણી લઈ આવે છે અને પૃથ્વીબાપુને પાણી આપે છે અને પછી તેઓ પોતાની વાત આગળ ધપાવે છે...

સમય વીતતાં ક્યાં વાર લાગે છે. એમ વિશ્વરાજસિહ અને હસુમતીનો પ્રેમ વસંતરૂતુની જેમ પાંગર્યો હતો. બંને જાણે એકમેક માટે સર્જાયા હોય એવું લાગી રહ્યું હતું. અને આ બાજુ તેમના બંને સંતાનો મોટા થઈ રહ્યા હતા. જયરાજ અને બધા ભાઈઓ કુમુદને બહુ સારૂ રાખતા. આખરે બધા ભાઈઓ વચ્ચે એકની એક બહેન હતી. હવે કુમુદ પણ મોટી થઈને સોળ વર્ષની સોહામણી કન્યા બની. તેનુ રૂપ સોળે કળાએ ખીલ્યું હતુ. અપ્સરાઓને પણ શરમાવે એવુ તેનુ જોબન છલકાતું. અને સાથે તે સરસ ગાતી પણ હતી.


એ સમયમાં તો આવી કળા હોય તો પણ દીકરીઓ એમ બહાર ના નીકળી શકે કે કંઈ પોતાના માટે કરી શકે એટલે તે તેના એ રૂમમાં જ હિંચકા પર બેસીને ગાયા કરતી. અને એનો મીઠો મધુરો અવાજ આખીય હવેલીમાં રેલાતો. સૌ જાણે એ સંગીતમા ખોવાઈ જતાં પોતાના બધા જ કામ મુકીને. વિશ્વરાજસિહ તો ક્યારેય કુમુદ તેમની પોતાની દીકરી નથી એવું કળાવા પણ નથી દીધું. તે સૌથી વધુ કુમુદ ને પ્રેમ કરતાં જયરાજ કરતાં પણ વધારે.


અનિરુદ્ધ : 'એક વાત પુછુ ?'

પૃથ્વીબાપુ : 'હા પૂછને દીકરા.'

અનિરુદ્ધ : 'બાપુ તમને એની આટલી બધી કેવી રીતે ખબર છે ?' મતલબ કે એ જમાનામાં તો કોઈ છોકરીઓ બહાર ક્યાંય એમ નીકળતી પણ નહી. કોઈની સામે મોઢું પણ એટલું ના બતાવતી.'

પૃથ્વીબાપુ : 'હા બેટા સાચી વાત છે તારી. સો એ સો ટકા. હુ એને એટલી જાણુ છું એનુ એક કારણ છે.'

અનિરુદ્ધ : 'બોલોને બાપુ જલ્દી.. એટલામાં ફોનની રીગ વાગે છે....સામે છેડે સિધ્ધરાજ હોય છે... બેટા ક્યાં છે કંઈ થયું કે નહી... નેહલ ભાનમાં આવી છે એ તને જ યાદ કરી રહી છે.' પપ્પા હાલ બહુ મહત્વની વાત થઈ રહી છે...કદાચ આપણને કંઈ ઉપાય મળે. હુ જલ્દીથી આવુ છું તેને સંભાળજો.


રાસગરબા અને ડાન્સ બધુ હેમખેમ પતી જાય છે. બધા પોતપોતાના ઘરે જાય છે. અને આ દરમિયાન અનિરુદ્ધના મમ્મી પપ્પાને પણ સરોજબા બધાના ગયા પછી સાચી હકીકત ની જાણ કરે છે. તે બે રોકાય છે ત્યાં અને ત્રીજો છે અનિરુદ્ધનો ફ્રેન્ડ એ ત્યાં રહ્યો છે. આ બાજુ ડાન્સ તો પૂરો થઈ જાય છે પણ યુવાનીના મનમાં શિવમ સાથેનો ડાન્સ એ એક યાદગાર બની જાય છે. તેના મનમાં શિવમ માટે એક કુણી લાગણીના અંકુર ફુટે છે. તેને શિવમ માટે એક અદમ્ય આકર્ષણ અનુભવાઈ રહ્યું છે. આ બાજુ તેની વારંવાર ફરતી ઈશાન સામેની અછડતી નજર ઈશાનથી છૂપી નથી રહેતી. તેને પણ એક સહજ આકર્ષણ યુવાની માટે થાય છે.


બધા ચિંતામા બેઠા છે. ત્યાં યુવાનીને કપડાં બદલવા જવું છે પણ આ બધુ સાભળ્યા પછી તે ગભરાય છે તેના રૂમમાં પણ જતાં. તે તેની મમ્મીને એક બે વાર કહે છે. પણ તે કહે છે 'બેટા હમણાં જઈએ થોડી વારમાં. આ વાત ત્યાં રહેલા ઈશાનને સંભળાય છે કારણ કે તેની નજર ત્યાં જ હતી.

તે કહે છે 'આન્ટી તમને વાધો ના હોય તો હુ ત્યાં એની સાથે જાઉ હું બહાર ઉભો રહીશ. યુવાનીના મમ્મી કંઈ જવાબ આપી શકતા નથી હા કે ના કહેવી. એટલે આ જોઈને પુષ્પાબેન ધીમેથી કહે છે જવા દો એને બહુ ડાહ્યો છોકરો છે. બીજો અનિરુદ્ધ જ સમજી લો.'

એટલે પછી તેની મમ્મી યુવાનીને શિવમ સાથે જવાની પરમીશન આપે છે. શિવમ યુવાની સાથે જાય છે. યુવાની હસીને તેને થેન્કયુ કહે છે.

શિવમ : 'કેમ થેન્કયુ ?'

યુવાની : 'મારી સાથે આવવા માટે અને બીજું પપ્પાએ કહ્યું છે ત્યાં ડાન્સ કરીને બધુ ફંક્શનમાં સાચવી લેવા માટે.'

શિવમ : 'અરે એમાં શું ? અનિરુદ્ધ મારો ભાઈ જ છે ને તેને જરૂર હોય તો એના માટે તો જાન પણ તૈયાર છે.'

યુવાની : 'ભાઈ જ છે ને ? બીજું કાઈ નથી ને ! નહી તો મારી બહેન તને જોવા જેવો કરી દેશે...સોરી તમને..'

શિવમ : 'હસીને બસ હવે તમે બહુ મજાક કરી લીધી. તમે મને તમે કહીને ના બોલાવો તુ જ કહો અથવા શિવમ.'

યુવાની : 'સારૂ. ઈટ્સ ઓકે..આપણે બંને એકબીજાને તુ અથવા નામથી જ બોલાવીશુ બસ. આપણે ફ્રેન્ડસ બની જઈએ હવે તો ચાલશે ને ?'

શિવમ : 'હમમમ...કહીને બોલવા જાય છે ત્યાં તેનો હાથ અજાણતા જ યુવાનીના હાથને ટકરાય છે. જાણે બંનેના રોમેરોમમાં એક ઝણઝણાટી પસાર થઈ જાય છે.'


યુવાની ભલે અમેરિકામા રહેતી હતી પણ તેને ફ્રેન્ડસ ઘણા છે પણ બોયફ્રેન્ડ કે એવું કંઈ નહોતું. જે અમેરિકામાં એકદમ સામાન્ય વસ્તુ છે. તેથી જ તેને શિવમનો એક હાથનો સ્પર્શ થતાં જ તેના દિલોદિમાગમા એક નવી જ લાગણીનો અનુભવ થાય છે. હવે શિવમ ત્યાં રૂમની બહાર ઉભો રહે છે અને કહે છે તુ ચેન્જ કરી આવ હું અહી જ ઉભો છું. અને યુવાની સારૂ કહીને અંદર જાય છે. પણ તેનુ મન તો એવું જ ઈચ્છી રહ્યુ છે કે શિવમ એક પળ માટે પણ મારી પાસેથી દૂર ના જાય. શિવમ બહાર ઉભો ઉભો રાહ જોતો ગીત ગણગણી રહ્યો છે થોડી વાર લાગતા શિવમ બહારથી કહે છે જલ્દી કરો મેડમ નહી તો આખી ફોજ અહીં આવી જશે. ત્યાં જ યુવાની બૂમો પાડતી બાથરૂમમાંથી બહાર આવે છે તેને અત્યારે એક સ્લીવલેસ ટોપ અને નીચે કેપરી પહેરેલી હતી અને તે એકદમ સરસ નમણી અને સેક્સી લાગી રહી છે અને એકદમ આવીને શિવમને વળગીને લપાઈ જાય છે.

શિવમ : 'શુ થયું અચાનક ? કંઈ છે ?'તે કંઈ જ બોલતી નથી એટલે શિવમ અંદર જઈને જૂવે છે તો એક ગરોળી હતી.

શિવમ : 'તુ આનાથી ડરે છે ?' હે ભગવાન મને તો એમ કે વળી શું ય હશે ?'


અને ડરપોક કહીને તેના ગાલ પર પ્રેમથી એક ટપલી મારે છે આ સાથે જ બંને જાણે એકબીજા માટે એક પ્રેમભરી લાગણી અનુભવે છે અને તેના આખા શરીરમાંથી એક લખલખું પસાર થઈ જાય છે. અને યુવાની પોતાની જાત પરનો કાબુ ગુમાવી દે છે અને શિવમને પકડીને એક ટાઈટ હગ કરી દે છે. બંનેના શ્વાસોશ્વાસ જાણે એકબીજાને અથડાઈ રહ્યા છે એકબીજાની ગરમી અનુભવી રહ્યા છે અને યુવાની શિવમના મોઢાને પકડીને તેના બે હોઠો પર પોતાના બે કોમળ હાથ રાખી દે છે. અને થોડી વાર સુધી બંને જાણે એકમેકમા ખોવાઈ જાય છે .

અચાનક યુવાની જાણે ભાનમાં આવી હોય એમ શિવમ ને પોતાનાથી દૂર કરે છે અને કહે છે 'આ શું થઈ ગયું ? મે શું કર્યુ ? અને કોઈ આવ્યું હોત તો દરવાજો પણ ખુલ્લો હતો. તેના મનમાં એક ગિલ્ટની લાગણી અનુભવાય છે અને તે શરમાઈને સ્ટોલ લઈને બહાર બધા પાસે જતી રહે છે. શિવમ પણ એની પાછળ પાછળ જાય છે.


***

શિવમ સારો છોકરો હશે ?

તેમનો સંબંધ આગળ વધશે ?

પૃથ્વીસિહ કુમુદને કેમ આટલી સારી રીતે જાણે છે ?

શું કારણ હશે ?

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror