Dr.Riddhi Mehta

Horror Romance Inspirational

3  

Dr.Riddhi Mehta

Horror Romance Inspirational

શાપિત વિવાહ -૧

શાપિત વિવાહ -૧

4 mins
830


અરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજીનું અંબેમાનું સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજૂરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ કમાય ને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયોના ઘર. પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા.


આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે. આખા રસ્તે રંગોળીઓ પૂરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે. અને રોશનીથી ઝગમગી છે. અને ચારેતરફ શોરબકોર છે. જાણે વર્ષોની ઉઘ લઈને આળસ મરડીને આજે એ ગાઢ નિન્દ્રામાથી ઉઠી હોય એવુ લાગી રહ્યું છે. આજે તેનામાં ફરી જીવ આવ્યો છે એવુ લાગી રહ્યું છે.


ચારેબાજુ માણસોની આવનજાવન શરૂ થઈ છે એવામાં જ કોઈ સામાન્ય માણસ તે હવેલીના વ્યક્તિને કહી રહી છે, 'આવુ આપણુ ગામ તો પહેલી વાર જોયુ. કેવી શોભા છે આજે. બાકી તો આ આખી હવેલીમા એક ચોકીદાર અને બંધ દરવાજા સિવાય કોઈએ કંઈ જોયું નથી. બસ બાકી બધાના મોઢેથી વાતો સાભળી છે કે એક જમાનો હતો આ હવેલીનો !'

સામે વાળા વ્યક્તિ એ કહ્યું , 'સાચી વાત છે તમારી. મને પણ થોડું થોડું યાદ છે. બાકી અમે તો સાવ નાના હતા ત્યારે અહીંથી ગામમાંથી બહાર નીકળી ગયા હતા. આતો આટલા વર્ષો પછી ઘરમાં દીકરીના લગ્ન આવ્યા એટલે વતનમાં જ નક્કી કરવાનુ નક્કી કર્યું. જેથી છોકરાઓ પણ વતન અને તેમની માટીની સુવાસ અને કિંમત લોકો પણ સમજે.'

તમે ગામવાસીઓને પણ જણાવજો આજે દીકરીની મહેદીની રસમ છે બધા ચોક્કસ પધારજો. ત્રણેય દિવસ આખા ગામને આપણે ત્યાં જ જમવાનું છે એવું સૌને જાણ કરી દેજો પાછા ભુલ્યા વગર. એમ કહીને કોઈનો ફોન આવતા એ ભાઈ હવેલીમાં જાય છે.


ચારેતરફ ગીતો વાગી રહ્યા છે એ પણ મહેદીની રસમને અનુરૂપ. બધા પરિવારજનો અસલ રજવાડી પહેરવેશમાં તૈયાર થયેલી છે અત્યારે એ તેમની રાખેલી થીમ હતી. પણ એ ખરેખરમા એ તેમનો પારંપરિક પહેરવેશ હતો. પણ શહેરોની સુવાસમાને પછી ઉડીને પરદેશની રંગતમા સમયની સાથે જ બધુ બદલાઈ ગયું હતુ. આ ઘરના અત્યારે એક મોભી છે જે છે જયરાજસિંહ. તેમની ઉમર અત્યારે એકસો બે વર્ષની છે. તેમના બે દીકરા છે શિવરાજ અને અભિરાજ. તેઓની ઉમર પણ અત્યારે સિતેર વર્ષ આસપાસ છે. શિવરાજસિંહને એક દીકરી અને દીકરો છે. પણ દીકરી તો પચીસેક વર્ષ પહેલાં જ મૃત્યુ પામી હતી. અને અત્યારે એક દીકરો છે તેમનો સિધ્ધરાજસિંહ. તેમની જ આ એકની એક દીકરી જેના અત્યારે આટલી જાકમજોળ સાથે લગ્ન થઈ રહ્યા છે તે છે સૌની લાડલી નેહલબા.


અત્યારે સિધ્ધરાજસિહ અને અવિનાશસિંહ જે અભિરાજસિહના પુત્ર છે તે બધા જ અમેરિકા ખાતે રહે છે. લગભગ પંદરેક વર્ષથી. અવિનાશને એક દીકરો અને દીકરી છે. દીકરો યુવરાજ વીસેક વર્ષનો અને દીકરી હજુ પંદરની છે. આજે આખો પરિવાર અહીં આવેલો છે આ લગ્ન માટે. બહાર વસતા લોકો માટે વતનની મીઠાશ અનેરી હોય છે તેમ તેઓને અહીં આવવાની ખુશી સૌના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.


અઢળક મેદની વચ્ચે સૌને મનમોહિત કરી દે એવી દુલ્હન ત્યાં વચ્ચે ચાદીના બાજઠ પર બેઠેલી છે. બધા પરિવારજનો અને આગંતુક સૌ ખુશ દેખાઈ રહ્યા છે. મહેદી રસમની સાથે સાથે ડાન્સ કરી રહ્યા છે એક પછી એક. હવે જમાનાની સાથે બધુ બદલાયુ છે બાકી તો એક રાજપુત કન્યા જલ્દી કોઈની સામે પોતાનો ચહેરો પણ ન દેખાડે. ડીસેમ્બર મહિનો છે. ઠંડીની સિઝન છે. એવામાં જ એકાએક વાતાવરણમાં જોરદાર પલટો થાય છે. બહાર બાધેલો મંડપ આખા લાકડાના એ થાભલા સાથે પડવા લાગે છે અને અચાનક લાઈટો જતી રહે છે દિવસ હોવા છતાં એકદમ વાદળછાયું વાતાવરણ થવાની સાથે હવેલીમા એકદમ ધુમ્મસ વાળુ વાતાવરણ થઈ જાય છે.


પવનના એ ભારા સુસવાટા મા તમામ લોકો ફસાયા છે. સૌની આખો એ ધુમાડો અને પવનથી બંધ થઈ જાય છે. પાચ સાત મિનિટના સમય પછી તોફાન એકદમ થંભી જાય છે. અને એકદમ ચોક્ખુ આકાશ ફરી પહેલા જેવું થઈ જાય છે. બધા એકદમ ફરી પહેલાં જેવા થઈ જાય છે. પણ આ શુ ?

નેહલબાને શું થઈ ગયું અચાનક ? તે બાજઠ પર બેઠેલી હતી અને અચાનક એક ઓરડાના દરવાજા પાસે તે બેભાન થઈને પડેલી છે. બધા ત્યાં પહોંચીને જુએ છે તો તેના નાકમાંથી લોહી વહી રહ્યું છે. બધા ગભરાઈ ગયા છે. અચાનક આ શું થઈ ગયું ? બીજા કોઈને કંઈ જ થયું નથી અને નેહલને જ શું થયું ?


***

શું થયું હશે નેહલને કોઈ બિમારી કે બીજું કંઈ ?

અને અચાનક ડિસેમ્બરમાં વરસાદી વાતાવરણને આવો ભયાનક પલટો શું કુદરતી હશે કે કોઈ બીજું કારણ હશે ?

જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ


ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror