Meenaz Vasaya

Inspirational Others

4  

Meenaz Vasaya

Inspirational Others

શાપિત જંગલ બન્યું નંદનવન

શાપિત જંગલ બન્યું નંદનવન

4 mins
206


અમૃતપુર નામે એક ગામ હતું. ખૂબ જ હરિયાળું. ચારે બાજુ કુદરતે આ ધરતીને ઠાંસી ઠાંસીને રૂપ બક્ષ્યું હતું. ઊંચા ઊંચા પહાડ. તેમાંથી નીકળતા બાલિકાની જેમ સુમધુર ઝાંઝર ના ઝણકાર જેવા ઝરણાંઓ. બારેમાસ વહેતી નદી હતી. અહીની જમીન પણ ખૂબ ફળદ્રુપ હતી. કુદરતનો ખજાનો અહી ભરપૂર હતો.પરંતુ આ ખજાનાની ભવ્યતા માણવા વાળા ખૂબ ઓછા લોકો હતા.

અહી દવાખાનું હતું પણ ડોકટર નહોતા.

સ્કૂલો હતી. પણ શિક્ષક નહોતા.

બેંક હતી પણ કર્મચારી ઓ નહોતા.

તેનું કારણ એ હતું કે લોકો ને આ ગામથી બીજે ગામ જવા માટે એક જ રસ્તો હતો. અને એ જંગલમાંથી પસાર થતો હતો. કે જેને લોકો શાપિત જંગલ કહેતા.

કારણ કે આ જંગલ માં જે કોઈ જતું. એ પાછું આવતું જ નહિ. જંગલ ના પ્રાણીઓ ફાડી ખાતા, દિવસે પણ સૂરજની કિરણ ના દેખાય એવું ઘનઘોર અંધારું.

અમૃતપુર ના સરપંચનો દીકરો. જે વર્ષોથી બહાર ભણતો તે પોતાના ઘરે આવે છે. અને પિતા ને પૂછે છે,"આપણા ગામમાં કોઈ સ્કુલ શરૂ કેમ નથી ?

આપણા શહેરનો વિકાસ કેમ થતો નથી ?"

ત્યારે એના પિતા એને બધી વાત કરે છે.

અને આ સરપંચનો દીકરો જેનું નામ અંકિત હોય છે.

તે મનમાં દ્રઢ નિશ્ચય કરે છે. કે મારા ગામ નો વિકાસ હું ચોક્કસ શરૂ કરીશ. સ્કૂલો શરૂ કરીશ.

દવાખાનું શરૂ કરીશ.

ખેતી માં સારું ઉત્પાદન માટે ખેડૂતો ને સહાય કરીશ.

નવા ઉદ્યોગો સ્થાપિશ. જે થી લોકો ને રોજી રોટી મળી રહે.

અને આ વિચાર સાથે જ એ જંગલ માં લટાર મારવા નિરીક્ષણ કરવા નીકળે છે. ખૂબ મોટા મનોરથ સાથે.

અને ખૂબ સારી ભાવના સાથે. અને થોડે દૂર જાય છે .ત્યાં એક સંત ની ઝૂંપડી જુવે છે. અને સંત ઉપાસના કરતા જોવા મળે છે. તેને મનમાં થયું લાવ ને મારા વિચારો આ સંત પાસે રજૂ કરું. બની શકે એ મને મદદ રૂપ થઈ શકે.

કહે છે ને ખરેખર જેને કાર્ય કરવું જ છે. એને રસ્તો પણ મળી રહે છે અને સાથ પણ.

અંકિત સાથે પણ કંઇક આવું જ થયું. સંત ને પોતાના ગામ ના વિકાસ માટે વાત કરે છે.

ત્યારે સંત કહે છે  "કે જંગલી પ્રાણીઓ બહુ ખૂંખાર છે તેને વશ કરવા થોડી તકલીફવાળું છે"

હા પણ એક વાત છે કે પ્રાણીઓ જ્યારે સુમિત સેન નું સંગીત સાંભળે, ત્યારે થંભી જાય છે, એના સંગીત માં, એવો જાદુ છે કે નદી ના નીર થંભી જાય .પંખીઓ પણ શાંત થઈ જાય. અને બધા સંગીતમાં લીન થઈ જાય.

તું એની મદદ લઇ શકે છે."

અને અંકિત બાજુ ના શહેર માં સુમિત સેન ની મુલાકાતે જાય છે. ત્યારે તે રિયાઝ કરતા હોય છે.

પણ શું અદભૂત ! એનું સંગીત હતું. અંકિત પણ આજુબાજુ ની માહોલ ભૂલી જઈ ઓતપ્રોત થઈ જાય છે.જાણે કોઈ ચુંબકીય બળ એને જકડી રાખતું હોય એવું લાગ્યું. અંકિત સુમિત સેન ને મળે છે. અને પોતાના ઉદ્દેશ્ય ની વાત કરે છે.

ત્યારે સુમિત સેન કહે છે કે, "મારી કળા કોઈ સમાજ ને ઉપયોગી થઇ શકે તો પણ તમને છેક સુધી મારો સંપૂર્ણ સહયોગ રહેશે."

 અંકિત જંગલ કાપીને પણ આ પ્રશ્ન ઉકેલી શકતો હતો. પરંતુ એ જંગલનું મહત્વ સમજતો હતો.

એ આપણા ને વરસાદ લાવવામાં, તેમજ ઓકિસજન માટે ખૂબ ઉપયોગી છે. જંગલ કાપે તો જંગલી પ્રાણીઓનું રહેઠાણ પણ નાશ પામે. એવું એ ઈચ્છતો નહોતો. તેથી જ સંગીતકારની મદદ લેવા ચાહી.

અંકિત પોતાનું કાર્ય શરૂ કર્યું .સુમિત સેનના અજબ સંગીતથી ખેચાઈ બધા પ્રાણીઓ તેના સામે આવી ને બેસી ગયા.

થોડા દિવસ આ રૂટિન ચાલ્યું. પ્રાણીઓ માટે ખોરાકની પણ વ્યવસ્થા કરેલી. તેથી કોઈ માનવનું ભક્ષણ ના કરે.

આમ થોડા દિવસો માં સંગીત ના જાદુ ના પ્રતાપે આ જંગલી પ્રાણીઓ પણ પાલતુ જેવા બની ગયા.

અંકિતે જંગલમાંથી રસ્તો બનાવ્યો. ચારે બાજુ ફૂલોથી લચેલી વેલીઓ હતી. લાઈટની પણ સગવડતા કરી.

જેથી ગમે ત્યારે જઈ જઈ શકાય. હવે લોકો ને જંગલી પ્રાણીઓનો ડર નહોતો. કે પ્રાણીઓને પણ લોકો મારી નાખશે એવો ડર નહોતો.

આજે અમૃતપૂર માં દવાખાના માં ડોકટર છે. બેન્કો પણ ખુલી ગઈ. ઉદ્યોગો પણ ચાલુ થઈ ગયા .

અને લોકોના શોરબકોરથી આજે બજારો ભરેલી છે.

ખેડૂતો સારી એવી ઊપજ કરી રહ્યા છે. અને લોકો ખૂબ સુખી છે. બધી સગવડતા ઓ પોતાના ગામમાં છે.

અંકિતે તો આ શાપિત જંગલ ને પણ નંદનવન બનાવી દીધું.

આજે પ્રાણીઓનો ડર નથી, આજે ત્યાં પંખીઓ ચહેકે છે.

ફૂલો મહેકે છે.નદી ના નીરે નાના બાળ રમે છે. આ પનિહારી ઓ પણ બેડલા ભરવા આવે છે.

એક શિક્ષિત માનવી ,ધારે તો શું ના કરી શકે ?

પણ હૃદયમાં ભાવના હોવી જોઈએ.

દરેક વ્યક્તિ જો એકબીજા ને સાથ આપે તો વિકાસ સાધી શકાય, પછી ઘર હોય સમાજ હોય, કે દેશ હોય, અવશ્ય વિકાસ સાધી શકે.

એક કડી કડી મળી ને જંજીર બંને. પછી કોઈમાં ક્યાં એ તાકાત છે.એને તોડી શકે.

આજે આપણે એક પ્રણ લઈએ. દેશના વિકાસ માટે સમાજ ના, શહેર ના, વિકાસ માટે આપણાથી બનતી કોશિશ કરીશું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational