PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

સૈયદ અબુતાહિર અને દવાખાનું બિલ

સૈયદ અબુતાહિર અને દવાખાનું બિલ

1 min
250


તમિલનાડુના ત્રિચી જિલ્લાના એક ગામનો ગરીબ વ્યક્તિ તેની ગર્ભવતી પત્નીને ડિલિવરી માટે ત્રીચી લાવ્યો હતો. દવાખાનામાં ડોકટરે કહ્યું કે તેની પત્ની ખૂબ જ કમજોર છે અને તેને તાત્કાલિક બી+ લોહી જોઈશે. લોકડાઉનને કારણે બ્લડબેંક બંધ હતી. તે વ્યક્તિ શહેરમાં લોહીની તપાસ માટે ભટકવા લાગ્યો.

તેને આમ ફરતો જોઈ એક કોન્સ્ટેબલે રોક્યો અને પૂછયું કે કરફયુમાં કેમ બહાર ફરે છે ? તે વ્યક્તિએ સઘળી બીના સંભળાવતાં કોન્સ્ટેબલ પોતાનું લોહી આપવા તૈયાર થઈ ગયો. સમયસર લોહી મળતાં માતા અને બાળક બચી ગયા.

આ ઘટનાની પોલીસ કમિશનરને જાણ થતાં કોન્સ્ટેબલને રૂ. ૨૫૦૦૦ ઈનામ આપ્યું. કોન્સ્ટેબલે તે રકમમાંથી ગરીબ વ્યક્તિનું દવાખાનાનું બિલ ભરપાઈ કરી આપ્યું. વધેલી રકમ માતા અને બાળકના હાથમાં આપી દીધી !

કોન્સ્ટેબલનું નામ સૈયદ અબુતાહિર છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational