Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Romance Inspirational

3  

Dr.Riddhi Mehta

Romance Inspirational

સાત ફેરાની સાચી પ્રિત

સાત ફેરાની સાચી પ્રિત

16 mins
1.0K


મિતની તો આજે ખુશી સમાતી નથી.આજે તે ઘોડે ચઢીને ઠાઠમાઠ સાથે પરણવા જઈ રહ્યો છે. સાજન માજન સાથે અને ઢોલ નગારા સાથે તે જાન લઈને બસ દુલ્હનને પરણવા જવાની તૈયારીમા જ થનગની રહ્યો છે. બસ એ સાથે જ જાન ત્યાં લગ્ન હોલ પાસે ઉભી રહે છે. જાનૈયા ઓ તો બસ ત્યાં પહોચતા જ ખાવા પીવામાં અને તૈયાર થવામા વ્યસ્ત થઈ જાય છે. લોકોને તૈયાર થઈને ફોટા પડાવવામા રસ છે. એક મિત છે જે બસ તેની દુલ્હનને જોવા માટે તલપાપડ છે. આમ કહેવા જઈએ તો મિતની શ્રદ્ધા સાથે બે મહિના પહેલાં જ સગાઈ થઈ હતી. બહુ ઓછી તેમની વચ્ચે વાતચીત થતી. હજુ બંને એકબીજા સાથે એટલા લાગણીના તાતણે બંધાયા પણ નથી.


પહેલાં દિવસે બંને એકબીજાને જોવા માટે મળ્યા હતા. થોડી ઘણી વાતચીત થઈ હતી. શ્રદ્ધા બહુ ઓછુ બોલતી હતી. તેને લાગ્યું કે કદાચ તેને બોલવા ઓછુ જોઈતું હશે અને તે ફક્ત મિતે પુછેલા પ્રશ્નોના ટુકાણમા જવાબ આપતી હતી. પણ શ્રદ્ધાનો ચહેરો જ એવો છે કે કોઈને પણ એક નજરમાં ગમી જાય. સામેવાળાને એમ થાય કે બસ એક પલક પણ માર્યા વિના તેને જોયા જ કરે ! એકદમ શ્વેતવર્ણી કાયા, લાબા કાળા અને રેશમી વાળ, અણિયાળી આંખો, કાળી ભમ્મર અને મસ્ત વળાંકોવાળી નેણો, માછલી જેવા મુલાયમ ગુલાબી હોઠ, ગાલે પડતા ખંજન, એકવડિયો પણ નમણાશથી ભરેલો શરીરનો બાધો, માસુમ ચહેરો... મિતને તો શ્રદ્ધા ગમી જ ગઈ હતી પહેલી જ નજરમાં.


બે દિવસ પછી શ્રદ્ધાના ઘરેથી પણ હા આવી ગઈ હતી. આમ તો શ્રદ્ધાના પરિવારમા તે અને તેના પિતા જ છે. તેની મમ્મી તો તે ચાર વર્ષની હતી ત્યારે જ સગર્ભાવસ્થામા મૃત્યુ પામી હતી. આથી માતાની મમતા તો તેણે એ સમયે જ ગુમાવી દીધી હતી. તેના પપ્પા એક પ્રાઈવેટ નોકરી કરતાં હતાં. તેમની બદલી પણ એ સમયે તો અવારનવાર થતી રહેતી. તેમણે નક્કી કર્યું કે શ્રદ્ધાને સારી જિંદગી આપવા માટે તે બીજા લગ્ન નહી કરે. તેમને ઊંડે ઊંડે લાગી રહ્યું છે કે તેમના કારણે જ તેના માથેથી માતાની મમતા જતી રહી છે કારણ કે ડોક્ટરના કહેવા છતાં કે 'તેની મમ્મીને બીજી વારની પ્રેગનન્સીમાં જોખમ છે, છતાં તેના પપ્પાની એક છોકરાની ઈચ્છા હોવાથી તેમણે પ્રેગનન્સી રાખી હતી. અને એમાં છોકરાની તો એમની ઈચ્છા પુર્ણ ન થઈ, ને એક દીકરીએ માતા, અને પતિએ પત્ની ગુમાવી.


આમ તો જે પણ થાય છે તે કુદરતની ઈચ્છા મુજબ જ થાય છે. આ તો માણસ માત્ર નિમિત્ત બને છે. પણ બસ એ દિવસથી તેના પિતાએ હજુ સુધી બીજા લગ્ન કર્યા નથી અને શ્રદ્ધાને તેના માબાપ બંનેનો પ્રેમ તેમણે જ આપ્યો છે. મિતની શ્રદ્ધા સાથેની સગાઈ પછી તેની સાથે બહુ ઓછી વાર ફોનમાં પણ વાત થઈ હતી. કારણ કે સગાઈના થોડા દિવસ પછી જ મિતના પપ્પાને જીભનુ કેન્સરનુ નિદાન થયુ હતુ. અને તે પણ છેલ્લા સ્ટેજમાં. એટલે ટ્રીટમેન્ટ પણ કરાવી પણ આખરે ડોક્ટરે કહી દીધું કે જેટલી થાય તેટલી સેવા કરો. પણ તેના પપ્પાની આખરી ઈચ્છા હતી કે તેમના જીવતા મિતના લગ્ન થઈ જાય. આમ તો તેમની સરકારી નોકરી હોવાથી પેન્શન તો આવવાનું છે એટલે આર્થિક રીતે બહુ ચિંતા નથી. એટલે શ્રદ્ધાના પપ્પાને વાત કરીને બે મહિનાના ટુકા સમયમાં લગ્ન અને તૈયારી થાય છે એટલે એ બંને તો માંડ બે વખત જ રૂબરૂમા મળ્યા હતા સગાઈ પછી. બસ પછી તો આજે રંગેચંગે બંનેના ધામધુમથી લગ્ન થઈ જાય છે. અને શ્રદ્ધા પણ ખુબ દુઃખ સાથે તેનુ પિયર છોડીને સાસરે આવે છે.


મિત પણ દરેક છોકરાની જેમ જ પોતાની સુહાગરાત માટે બહુ ઉત્સાહિત છે. મિતના ઘરે આખો સંયુક્ત પરિવાર સાથે રહે છે. તેના બે કાકા-કાકી તેમના દીકરા-દીકરી , બા-દાદા બધા જ સાથે રહે છે. ઘરે આવીને બધી વિધિ પુર્ણ થતાં જ પહેલાં તેના સૌથી નાના કાકી પહેલાં શ્રદ્ધાને મિતના રૂમમાં મુકી જાય છે અને પછી થોડી વારમાં મિત અંદર આવે છે. મિત તો શ્રદ્ધાને આમ જોતો જ રહે છે કારણ કે શ્રદ્ધા એ તો કપડાં પણ બદલી દીધા છે અને એ પણ એક લાબુ ટોપ અને ફુલ લેગાવાળો નાઈટ ડ્રેસ. અને તે તો એ શણગારાયેલા રૂમમાં તે ફુલોને બધુ સાઈડમા કરીને સુવા માટેની તૈયારી કરી રહી છે. સામાન્ય રીતે તો આજે છોકરીઓ આ દિવસે ફેન્સી ગાઉન કે વનપીસ પહેરતી હોય અને તે પણ સામે આ દિવસ માટે ઉત્સાહિત હોય. મિતને તો કંઈ સમજાતુ નથી. તે આવીને પહેલાં રૂમની સ્ટોપર બંધ કરે છે. સામાન્ય રીતે આ દિવસે છોકરી પણ કેટલી તૈયારી સાથે હોય જ્યારે તેની સુહાગરાત હોય.

તે કહે છે 'શ્રદ્ધા તારી તબિયત તો સારી છે ને ?' તને ઉઘ આવે છે ?'

શ્રદ્ધા તો એકદમ નોર્મલ રીતે કહે છે. 'હા હવે તો સુઈ જ જવાનું ને. મારી તબિયત એકદમ સારી છે.'

મિતના મગજમાં તો ઘડીભરના સમયમાં અનેક વિચારો આવી જાય છે. તેને પરાણે લગ્ન કર્યા હશે ? તેના જીવનમાં બીજું કોઈ હશે ? તેના તો બધા સપના અને બધી ઈચ્છાઓ ચકનાચૂર થઈ રહી છે એવું તેને લાગી રહ્યુ છે. તે પરાણે કપડાં બદલીને બહાર આવે છે. તેમના રૂમમાં તો એક જ બેડ છે. એટલે તે આવીને પછી શ્રદ્ધાની પાસે બેડમા આવીને સુવે છે ત્યાં જ શ્રદ્ધા ત્યાંથી ખસીને સાઈડમા જઈને સુઈ જાય છે.

મિત : 'શું થયું શ્રદ્ધા ? તને ના ગમ્યું ? તુ મને તારી પાસે નહી સુવા દે ?'

શ્રદ્ધા : 'તમે અહીં મારી સાથે સુવાના. એ એક નાના છોકરા જેવુ કહી રહી છે.'

મિત : 'તુ કેમ આવુ કહે છે ? આપણા લગ્ન થયા તો આપણે અહીં સાથે જ સુઈસુને એક પલંગ પર.'

શ્રદ્ધા : 'તો સારૂ. એવું હોય તો સુઈ જાવ. પણ તે તો જાણે લગ્ન એટલે શું ? એમાં શું હોય એવું કંઈ ખબર જ ના હોય એમ વર્તન કરી રહી છે.'

મિતને મનમાં થોડો ગુસ્સો આવી જાય છે. પણ છતાં તે કન્ટ્રોલ કરે છે અને સાચુ જાણવાનો પ્રયત્ન કરે છે કે તે નાટક કરી રહી છે કે તેને કંઈ ખબર નથી પડતી કે તેને સાચે જ ખબર નથી. કારણ કે આ જમાનામાં કોઈને આવી બધી ખબર ના હોય એ વાત તેના માનવામાં આવતી નથી. એટલે તે પુછી જ લે છે. 'શ્રદ્ધા તે લગ્ન કેમ કર્યા ? કોઈના દબાણથી કર્યા છે ?'

શ્રદ્ધા : 'ના. પપ્પા કહેતા હતા કે દીકરી હવે મોટી થઈ જાય એટલે તેના લગ્ન કરી દેવા જોઈએ. તે અહી પારકી થાપણ કહેવાય. અને એ એવું પણ કહેતા હતા કે મિત હવે તારૂ બધુ ધ્યાન રાખશે. હવે એ જ તારૂ ઘર છે. એ કહે મુજબ ત્યાં રહેજે.'

મિત : 'તારી કોઈ ફ્રેન્ડ છે ?'

શ્રદ્ધા : 'હા પહેલાં હુ પાચમા ધોરણમાં હતી ત્યારે મારી બે બહેનપણી હતી. પણ પછી તો અમે વિજાપુર છોડી દીધુ હતુ. ત્યાર પછી તો પપ્પાની દર એકાદ બે વર્ષે બદલી થતી એટલે હુ એમની સાથે બીજી બીજી જગ્યાએ જતી. હુ દસમા ધોરણમાં હતી.ત્યાં પણ હુ ખાસ કોઈ સાથે વાત ના કરતી. સ્કુલ પતે એટલે ઘરે આવી જઉ. મારૂ દસમુ ધોરણ પુરૂ થતાં પપ્પાની એક ગામડામાં બદલી થઈ તો ત્યાં આગળ ભણવાની વ્યવસ્થા નહોતી એટલે મે ભણવાનું છોડી દીધું હતુ.'

મિત : 'ત્યાં ગામમાં તો તારી કોઈ બહેનપણી હશે ને ?'


શ્રદ્ધા : 'ના પપ્પા નોકરીએ જાય સવારે તેમને મને કોઈના ઘરે જવાની ના પાડી હતી. એટલે આખો દિવસ હુ ઘરમા જ રહુ. હુ બહાર જવાનું કહેતી તો એ મને કહેતા કે 'આખો દિવસ હુ નોકરી પર હોઉ ને કોની નજર કેવી હોય એટલે બહાર નહી જવાનું એટલે હુ ક્યારેય બહાર નીકળતી જ નહી.'

મિતને તો અત્યારે સુહાગરાત નહી પણ પર્સનાલિટી ડેવલોપમેન્ટના લેક્ચર માટે બેસાડ્યો હોય એવું લાગી રહ્યુ છે. તે તેની વાત આગળ પુછતા કહે છે, 'તો આખો દિવસ તુ ઘરે શું કરતી હતી ?'

'સવારે પપ્પા દસ વાગે જમવાનું તૈયાર કરીને જાય એટલે પછી એમનુ ટીફીન હુ ભરી દઉ અને પછી મોડા હુ જમી લઉ અને ઘરનુ બધુ કામ પતાવુ. ટીવીમાં થોડા સમાચાર આવે અને થોડીક જ ચેનલો આવતી એટલે થોડા ગીતો જોતી.'

મિત : 'તો એ પરથી તને ખબર ના પડી કે લગ્ન પછી શું હોય ?'

શ્રદ્ધા : 'પણ એતો ટીવીમાં બધુ હોય ને સાચેમા થોડી હોય એવું કંઈ કરતા તો મે કોઈને કદી જોયા નથી. અરે મારે તમને પુછવાનુ રહી ગયું કે કાલે મારે શું કરવાનું ? વહેલા ઉઠવાનુ ? મને રસોઈ બનાવતા તો આવડતી નથી.'


મિતની તો કાપો તો પણ લોહી ના નીકળે એવી હાલત છે. શ્રદ્ધા પર ગુસ્સો કરે છે કે તેની દયા ખાય કે પોતાની જાત પર ગુસ્સે થાય કે તેને આ બધી કેમ પહેલાં ખબર ના પડી કે એને શ્રદ્ધાને વધુ ઓળખવાની કોશિષ ના કરી ? એને કંઈ જ સમજાતુ નથી.

મિત: 'હા વહેલા છ વાગે ઉઠી જજે. અને રસોઈ તો પછી ધીમે ધીમે શીખી જજે.' આ સાભળીને શ્રદ્ધાના એ માસુમ ચહેરા પર ખુશી આવી જાય છે.


મિત તો આ બધુ જોઈ જ રહ્યો છે. તેને સમજાઈ જાય છે કે આ બધુ જ તેના ઉછેરની ઉણપ, તેનુ બહારની દુનિયામાં કોઈ સાથે ના ભળવુ, એક પિતા અને દીકરી વચ્ચે અમુક ઉમર પછી બધી જ વાત એક પિતા દીકરીને ના સમજાવી શકે આ બધી જ વસ્તુને કારણે શ્રદ્ધા આજે પણ લગ્ન બાબતે એક નાનકડા બાળ જેવું વર્તન કરી રહી છે. તે વિચારે છે 'પણ આ બધુ હુ થોડુ ભોગવુ ? આખી જિંદગી હુ આને કેવી રીતે સાચવુ ? મારા સપનાઓનુ શું ?'તે વિચારે છે કે કાલે સવારે જ હુ મારા નાના કાકાને વાત કરીશ કારણ કે એ તેના કાકા કરતાં પણ દોસ્ત વધારે હતા. અને એ ઘરમાં બધાને વાત કરશે અને પછી શ્રદ્ધા ને પાછી તેના પિયર મોકલી દઈશ. પછી હુ છુટો આ પાગલમાથી. એ તો હજુ વિચારોમાં જ ખોવાયેલો છે ત્યાં એ જુવે છે કે શ્રદ્ધા તો એક નાના છોકરાની જેમ ત્યાં બેડના એક છેડે જઈને સુઈ ગઈ છે. તે એકદમ માસુમ અને નિર્દોષ લાગી રહી છે. મિત ઉભો થઈને તેને ઓઢાડે છે અને સુતા સુતા ફક્ત તેના ચહેરા સામે જોઈ રહ્યો છે. તેને એના પર વહાલ ઉભરાઈ આવે છે. એ સાથે જ તેને આજ સવારનો સમય યાદ આવે છે કે તે કેટલો ખુશ હતો કે આજે તેના લગ્ન છે.


એક એક પળો તે યાદ કરી રહ્યો છે તેને સાત ફેરાના એ સાત વચનો યાદ આવે છે જે ગોર મહારાજે તેમને બહુ સારી રીતે સમજાવ્યા હતા. ત્યારે તો તે આ બધુ નિભાવવા માટે કેટલો તૈયાર હતો. અને થોડા જ કલાકોમાં આ શું ? તે પોતાની જાતને કહેવા લાગ્યો. હુ આટલા જ સમયમાં આ બધુ ભુલીને શ્રદ્ધા ને છોડવાની વાત કરી રહ્યો છું ? આ મારા સંસ્કાર થોડા છે ? અને હુ એને આમ છોડી દઈશ તો શ્રદ્ધાનુ શું થશે ?' એ આખી રાત વિચારોમાં સુઈ શકતો નથી. આખરે તે એક નિર્ણય કરી દે છે કે શ્રદ્ધા હવે મારી જ છે. કોઈ પણ રીતે તેને આ દુનિયાદારી શીખવી ને હુ તેને તેની પોતાની ઓળખ અપાવીશ. અને એ જાતે જ મારા પ્રેમમા પાગલ થઈને મારી પાસે આવશે. ત્યાં સુધી હુ સામેથી એની પાસે ક્યારેય શારીરિક સુખ માટે માગણી નહી કરૂ. અને મિત તૈયાર થઈ જાય છે શ્રદ્ધાની રાહ જોવા માટે.અને તે એલાર્મ મુકીને સુઈ જાય છે.


સવારે સાડા પાચ વાગે એલાર્મ વાગતા શ્રદ્ધા જાગી જાય છે. તે વિચારે છે હુ નાહી લઉ છ વાગે તો મારે બહાર બધા પાસે જવુ પડશે. છ વાગે મિત ઉઠે છે, તો શ્રદ્ધા સાડી પહેરવાની કોશિષ કરી રહી છે. તે ધોયેલા ખુલ્લા વાળમાં એકદમ મસ્ત લાગી રહી છે. પણ સાડી સિલ્કની હોવાથી તેનાથી પહેરાતી નહોતી એટલે મિતને હસવુ આવી જાય છે તે કહે છે તુ ઉભી રહે હુ કાકીને બોલાવુ છું. પછી તેના કાકી આવીને તેને સાડી પહેરાવે છે. અને તે ફક્ત એટલું કહે છે કાકી શ્રદ્ધાને રસોઈ બહુ એટલી આવડતી નથી તો તેને થોડી હેલ્પ કરજો. મિતના એ નાના કાકા અને કાકી તેના થોડા ક્લોઝ છે. એટલે તેમને એટલું કહે છે બાકી કંઈ વાત નથી કરતો.


પહેલાં બે ત્રણ દિવસ તો એમ જ નીકળી જાય છે. મિતના મમ્મીને આમ થોડી કુશળ, ઘરરખ્ખુ વહુ જોઈતી હતી. તેઓ થોડા રૂઢિચુસ્ત પણ છે. તેમને એમ હતુ કે શ્રદ્ધા તેમના સમાજની છે ભલે તે બહાર રહેતી હતી પણ તેની મમ્મી નથી એટલે તેના પર બધી જવાબદારી આવી જતાં તે ઘડાયેલી હશે. એટલે તેમના કુટુંબમા પણ તેમની વાહ વાહ થશે. પણ તેમને ખબર નહોતી કે તેમની આ માન્યતાઓ પર પાણી ફરી વળવાનું છે. મિતને આમ તો પોતાનો મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ધંધો છે તેના બીજા ત્રણ ફ્રેન્ડ એટલે કે કુલ ચાર જણા સાથે મળીને અલગ અલગ શહેરમાં ધંધો કરે છે. તેને પણ બારમા ધોરણ પછી એક વર્ષ કોલેજ કરીને ભણવાનું છોડીને આ ધંધામાં સેટ થઈ ગયો છે એટલે જ તેને એમ હતુ કે ભલે શ્રદ્ધા બહુ ભણેલી નથી પણ મને મારા પરિવારને સાચવશે એટલે બહુ. પણ શ્રદ્ધા વિશે આવુ તો એણે સપનામાં પણ વિચાર્યુ નહોતું.


મિતે હનીમુન માટે જવા દસેક દિવસ માટે તો ધંધા માટે નહી જવાનું નક્કી કર્યું હતુ. પણ અહીં તો તેના પર પાણી ફરી વળતા ઘરેથી તેના કાકા તેને હનીમુન માટે કહે છે તો તે કહે છે 'હમણાં મારે બધુ થોડું કામ છે તો પછી જઈશું.' શ્રદ્ધાને મિતના કાકી થોડું રસોઈને બધુ શીખવે છે. પણ સામાન્ય રીતે એક સાસુની વ્યાખ્યા મુજબ તેની મમ્મી મિતને સંભળાવવાનુ શરૂ કરે છે કે 'મને તો એમ કે મારી વહુ એવી છે કે નાતમાં મારો ડંકો વાગશે પણ આને તો રસોઈ પણ કરતાં નથી આવડતી પુરી.' મિતને થયું આ રસોઈમાં મમ્મી આટલુ સંભળાવે છે બાકી સાચી હકીકત ખબર પડે તો તો ખબય નહી એ શું ય કરશે. પહેલા તેને એમ થયું હતુ કે શ્રદ્ધા બધા સાથે રહેશે તો એ ઘડાઈ જશે. પણ એને લાગ્યું કે મમ્મીના મહેણાં સાભળીને એ જેટલુ શીખતી હશે એ પણ ભુલી જશે. કારણ કે તેને કોઈ દિવસ આવુ બધુ જોયું પણ નથી. તે હવે મિત સાથે ધીમે ધીમે તેના પર વિશ્વાસ કરવા લાગી છે. અને અહી બધાની વચ્ચે હુ તેને આ બધુ શીખવાડવાની કોશિષ કરીશ તો તેઓ મને પાગલ કહેશે, મારી મજાક કરશે.


મિત પણ ધીરે ધીરે તેની સાથે દુનિયાદારીની બધી કરે છે અને તેને બધુ સમજાવે છે. શ્રદ્ધાને પણ હવે મિત સાથે મજા આવે છે.

પણ મિત હવે અલગ દિશામાં વિચારે છે કે મને એવું લાગે છે કે એકાદ વર્ષ માટે શ્રદ્ધાને લઈને બીજા શહેરમાં રહેવુ જોઈએ. તેના એક ફ્રેન્ડ એ તેને બીજા શહેરમાં ધંધા માટે જવા કહ્યું હતુ. પણ એ વખતે તેને બધો પરિવાર અહી છે એમ વિચારીને ના પાડી હતી. હવે તે સુજલને ફોન કરીને ત્યાંના પોતાના બિઝનેસ અને સ્કોપ વિશે અત્યારની સ્થિતિમાં શું છે એ બધુ જાણી લે છે અને બધુ સારૂ લાગતા તે શ્રદ્ધાને લઈને બીજા શહેરમાં રહેવા જતો રહે છે.


અહીં બીજા જગ્યાએ તેઓ એક મકાન ભાડે રાખે છે. હવે શ્રદ્ધા એકાદ બે મહિનામા અમુક રસોઈ શીખી ગઈ છે. હવે બંને એકલા હોવાથી મિતને પણ એવો સંકોચ નથી. એટલે તે શ્રદ્ધાને રસોઈ, ઘરનુ મેનેજમેન્ટ બધુ ધીમે ધીમે શીખવે છે. અને તે શ્રદ્ધાને એક મોબાઈલ અપાવી દે છે. એમ તો શ્રદ્ધા હોશિયાર જ છે બસ તેના ઉછેરમાં રહેલા અભાવને કારણે તે આવી છે. મિત તેને મોબાઈલમાં બધુ શીખવે છે. બધા વિડીયોઝને કયા કેમ જોવા બધુ શીખવે છે. તે શરૂઆતમા તો બધી ચીજવસ્તુઓ લેવા શ્રદ્ધાને સાથે લઈ જાય છે અને હવે તો તેને અમુક વસ્તુઓ લેવા મોકલે છે.


એક દિવસ રાત્રે મિત વહેલા ઘરે આવી જાય છે. તે શ્રદ્ધાને બાજુમાં બેસાડે છે અને તે કેટલાક લગ્ન જીવનના વિડીયોઝ બતાવે છે હજુ સુધી તે દરરોજ તેને બધુ થોડું થોડું સમજાવે છે. શ્રદ્ધા પણ એમ તો એક નોર્મલ જ સ્ત્રી છે તેને પણ લાગણી, સંવેદના, ઈચ્છા પણ હોય જ ને. શ્રદ્ધાને પણ આજે મિત પર આજે વહાલ આવે છે. રોજ તેઓ એક જ બેડ પર સુવે છે પણ જુદા જુદા. આજે શ્રદ્ધા સામેથી આવીને મિતની પાસે આવીને વીટળાઈને સુઈ જાય છે. મિત તો જાણે તેની લાબી તપસ્યાનો અંત આવ્યો હોય એમ બહુ જ ખુશ થઈ જાય છે. અને તે શ્રદ્ધાને પોતાના બાહોમાં લઈ લે છે. તેને એવું લાગે છે કે આજે તેની મહેનત ફળી છે અને કહેવા ખાતર તો બધા લગ્ન કરીને ફેરા ફરે છે પણ સાચા અર્થમાં તો આ ફેરાને કોઈ જ નિભાવે છે જેમ મિતે શ્રદ્ધા સાથે નિભાવ્યા છે.

આજે ચાર મહિના પછી મિતને પુર્ણરીતે શ્રદ્ધાને મેળવવામાં સફળતા મળી છે એ પણ તેની ઈચ્છા, પરવાનગી અને પ્રેમ સાથે.


શ્રદ્ધા મિતને કહે છે, 'તમે ખરેખર મારી સાથે લગ્ન સંબંધ નિભાવ્યો છે. સાચા અર્થમાં લગ્ન શુ છે એ સમજાવ્યું છે. હુ તો બસ પરણીને આવી ગઈ હતી જેમ એક નાના બાળકને સ્કૂલમાં મુકી આવે તેમ. કુવામાના દેડકા જેવી સ્થિતિ હતી. કદાચ તમારી જગ્યાએ બીજું કોઈ પણ હોત તો મને ક્યારની તરછોડી દીધી હોત. કદાચ વધારે સમજણ ના હોય પણ લગ્ન પછીના કેવા સંબંધો હોય એ પણ મને નહોતી ખબર. હુ ખરેખર પાગલ હતી અને મિત અને શ્રદ્ધાની ખરેખર લગ્ન જીવનની શરૂઆત થાય છે. મિતની એ જ મોટાઈ છે કે તેણે હજુ સુધી આ વાત કોઈને પણ કહી નહોતી. અને ક્યારેય શ્રદ્ધાનુ અપમાન કે તેને કંઈ ખબર નથી કે એમ એક પણ શબ્દ પણ કહીને તેને ખરાબ લાગે કે તેની ભાવનાને ઠેસ પહોંચે એવું વર્તન નથી કર્યુ.

****

આજે મિત અને શ્રદ્ધાની એનિવર્સરી છે. શ્રદ્ધા આજે મિત માટે એક સરપ્રાઈઝની તૈયારી કરે છે. તે મિતને રાત્રે બાર વાગે જગાડે છે અને વિશ કરે છે અને તેને પ્રેમથી એક કીસ કરીને 'આઈ લવ યુ સો મચ 'કહે છે. તે કહે છે બધા એનિવર્સરીના દિવસે એ મેરેજના ફર્સ્ટ ડેને યાદ કરીને એ દિવસે ફરી એ દિવસે એ રીતે ખુશીથી ઉજવીને બંને વચ્ચે એ દિવસ જેવું જ આકર્ષણ, પ્રેમ અને કેર સદાય એવો તરોતાજા રહે તેવો પ્રયત્ન કરે છે. પણ આપણા માટે આજે હુ કહુ છું એ દિવસ ભુલીને આજે આપણી ફર્સ્ટ નાઈટ મનાવીને એક વર્ષ પાછળથી આપણુ લગ્ન જીવન શરૂ કરીએ. એ સાથે જ શ્રદ્ધા એક થોડું પારદર્શક પીન્ક કલરનુ એકદમ સેક્સી ગાઉનમાં હોય છે. એ જોતાં જ મિત તેની સામે જોઈ રહે છે. જાણે તે કોઈ અપ્સરાને પણ શરમાવી દે એવી દેખાઈ રહી છે.


મિત કહે છે, "શ્રદ્ધા આજે તુ બહુ જ સુંદર લાગી રહી છે ખરેખર જે મે આપણી સુહાગરાત માટે જે તારી પાસે અપેક્ષા રાખી હતી એવી આજે તુ લાગી રહી છે . આઈ લવ યુ ટુ. આજથી જ આપણે સાચા અર્થમાં યાદગાર લગ્નજીવનની શરૂઆત કરીએ એમ કહીને તે શ્રદ્ધાને ક્યારેય દુઃખી નહી કરે' એવું વચન આપીને તેના લાબા રેશમી વાળમાં હાથ ફેરવીને પછી બહુ વહાલથી એક કિસ કરે છે અને એ સાથે જ રૂમમાં લાઇટ્સ ઓફ થઈ જાય છે. ફક્ત એ ઝાખુ રેલાતો એ મીણબત્તીનો પ્રકાશ તેમના આ પ્રેમની સાક્ષી બનીને જાણી મનોમન હરખાઈ રહ્યો છે.


એ સાથે જ બીજા દિવસે શ્રદ્ધા મિતને સાજે બહાર આવવાનું કહે છે. મિત તો આજે બહુ ખુશ છે એટલે તેમને બહાર જમવા જવાનું વિચારીને ઘરે આવે છે ત્યાં તો તેની સરપ્રાઈઝ વચ્ચે આખુ ઘર શણગારેલુ હતુ. અને સાથે જ એનિવર્સરી સેલિબ્રેશનની બધી જ તૈયારી કરેલી છે. તે અંદર આવતા જ શ્રદ્ધા તેને રૂમમાં લઈ જઈને તેને સિલેક્ટ કરેલા કપડાં પહેરવાનુ કહે છે અને સાથે જ શ્રદ્ધા એક સિલ્કની મિતની પસંદની સાડી પહેરે છે. શ્રદ્ધા મિતને લઈને હોલમાં આવે છે ત્યાં તો તેની સરપ્રાઈઝ વચ્ચે તેનો આખો પરિવાર અને અને તેના ક્લોઝ ફ્રેન્ડ ત્રણ છે તે બધા જ ત્યાં હાજર હોય છે. મિત તો એકદમ ખુશ થઈ જાય છે. કે આટલું બધુ સરપ્રાઈઝ એન્ડ મેનેજમેન્ટ શ્રદ્ધા એ કર્યું. તે આટલી બધી હોશિયાર બની ગઈ. તેની મહેનત ફળી ગઈ.

શ્રદ્ધા બધાની વચ્ચે આજે કહે છે, "ખરેખર મિત જેવો પતિ મળવો એ બહુ નસીબ ની વાત છે અને તે પહેલાં ખરેખર કેવી હતી અને તે આજે કેવી બની ગઈ છે તે બધુ જ મિતના કારણે છે. અને એના કારણે જ મિત તેના પરિવારથી દુર રહેવા આવ્યો હતો કે કોઈ તેને કંઈ કહે નહી કે તેની મજાક ના કરી જાય. અને તે તેના સાસુને કહે છે બહુ જલ્દીથી અમે હવે ત્યાં આપણા પરિવાર સાથે રહેવા પાછા આવી જઈશું. પછી બંને કેક કટ કરે છે અને બધા સાથે ડીનર કરે છે એ પણ ગોઠવણ ફક્ત શ્રદ્ધાની છે. સાથે મ્યુઝિક સાથે બધા ડાન્સ પણ કરે છે.

તેના સાસુ આજે શ્રદ્ધાના વખાણ કરતાં કહે છે, "મારી શ્રદ્ધા વહુ તો છવાઈ ગઈ. આવી દીકરી જેવી વહુ સૌને મળજો." આ સાથે જ મિત શ્રદ્ધાને ધોરણ બારની એક્ષટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાનુ ફોર્મ આપે છે અને તેને આગળ ભણાવવાની વાત કરે છે. આ સાભળીને મિતના મમ્મીનુ મોઢું થોડું ઉતરી જાય છે. એટલે મિત ત્યાં પાસે જાય છે તેમની પાસે તો તેના મમ્મી કહે છે, 'અમે તો વિચારતા હતા કે તુ અમને દાદા દાદી બનાવીશ અને તુ તો ?'


મિત : 'એ બધુ થશે આખી જિંદગી છે અને શ્રદ્ધા પણ બહુ મોટી નથી એની ઉમર અત્યારે વીસ વર્ષની જ છે. બે વર્ષ એ ભણી લે પછી તને ચોક્કસ દાદી બનાવીશું.'

મિતના પપ્પા તો એમના લગ્ન પછી દોઢ મહિનામાં જ મૃત્યુ પામ્યા હતા. એટલે તેના કાકા કહે છે સાચી વાત છે મિતની. અને બાકીના પરિવારવાળા મિતની મમ્મીને શાતિથી સમજાવે છે અને કહે છે આખરી નિર્ણય એ બે પતિ-પત્ની એ કરવાનો છે. અને તેના મમ્મી પણ માની જાય છે.

વાતાવરણ એકદમ શાત થઈ જતાં બધાને એક ડુસકાનો અવાજ સંભળાય છે કોઈના રડવાનું.બધાની નજર ત્યાં જાય છે. તો ત્યાં શ્રદ્ધાના પપ્પા રડી રહ્યા છે. અને મિત અને શ્રદ્ધા તેની પાસે જાય છે. તે બંનેની માફી માગે છે અને કહે છે 'બેટા ભુલ મારી છે હુ જ શ્રદ્ધાને દુનિયાદારી ના શીખવી શક્યો. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો ક્યારની એને પિયર મોકલી દીધી હોત અથવા તો કેટલાય અપમાનો સહન કરીને જીવતી હોત. મે તેની મા બનવાની કોશિશ કરી પણ હુ નિષ્ફળ રહ્યો. આખરે એક બાપ ગમે તેટલો દીકરીને પ્રેમ કરે પણ તેને અમુક ઉમર પછી સમજણ, દુનિયાદારી, બધુ શીખવવુ તે પિતા દીકરી સાથે બધુ તો ના કહી શકે. સાથે લોકોની ખરાબ નજરોથી બચાવવા માટે મે તેને બહારની દુનિયાના પરિચયમાં પણ ના આવવા દીધી. એટલે જ બેટા તારે આ બધું સહન કરવુ પડ્યું.'


મિત : 'ના એમાં તમારો કોઈ વાક નથી. એ તો બધો સમય અને સંજોગોને કારણે આ બધુ થાય છે. તમારૂ સૌથી મોટું બલિદાન તો એ છે કે એ સમયમાં આટલી નાની ઉમર હોવા છતાં શ્રદ્ધા માટે થઈને તમે આજ સુધી બીજા લગ્ન નથી કર્યા. આજના જમાનામાં એથી વિશેષ શું હોઈ શકે અને મિત અને શ્રદ્ધા બંને તેના પપ્પાને ભેટી પડે છે. આખો હોલમાં બધાની આખો ભીજાઈ જાય છે અને બધા જ તાળીઓથી વધાવી લે છે.


બસ પછી બધા એક પછી એક ઘરે જવા રવાના થાય છે. અને શ્રદ્ધા હંમેશાં માટે મિતની અતૂટ શ્રદ્ધા બની જાય છે.


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Romance