PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

સાત-આઠ લાખ રૂપિયાના વટાવ્યા વગરના ચેક

સાત-આઠ લાખ રૂપિયાના વટાવ્યા વગરના ચેક

1 min
172


એક વખત એવું બન્યું, એક શિક્ષકને ભાવગરના કલેક્ટરનો ફોન આવ્યો અને પૂછ્યું કે, "રાજ્ય સરકાર તરફથી તમને ચેક મળ્યા અને તે ચેક તમે વટાવ્યા નથી ?' શિક્ષકનો જવાબ હતો : 'મેં સરકારને ના કહેલી કે મારે પૈસા જોતા નથી, હું તો એક શિક્ષકની ફરજ માનીને આ પાઠ્યપુસ્તકો લખવાનું કામ કરું છું ! તો પણ તેઓ ચેક મોકલતા એટલે હું ચેક પર મોટા અક્ષરે 'થેંક્યું' લખીને મૂકી દઉં છું !' કલેકટર કહે, 'એવા કેટલા રૂપિયાના ચેક હતા અને કેટલા ચેક છે ? અત્યારે એ ચેક તમારી પાસે પડ્યા છે ?' શિક્ષક કહે, 'સાત-આઠ લાખ રૂપિયાના ચેક હશે અને ચેક ખાનામાં પડેલા છે !' કલેકટર કહે તમે એ ચેક મને આપશો ? સરકારને એ ચેક મોકલવા પડશે કારણકે વિધાનસભામાં સવાલ પૂછાયેલો છે !' શિક્ષક કહે, 'જરૂર, આપ કહો ત્યાં હું આપી જાઉં.' કલેકટર કહે, 'ના, ના... સાહેબ, તમારે આવવાનું ન હોય. હું તમારા ઘરેથી મંગાવી લઉં છું, આપનો આભાર.' આ પછી જ્યારે એક વાર રાજ્યના શિક્ષણમંત્રીએ ફોન કરી આ શિક્ષકને કહ્યું, "તમારો એક ફોટો મોકલો અને પછી તમારે શિક્ષકોના સંમેલનમાં હાજરી આપવાની છે. સરકાર તમારું સન્માન કરશે અને શિક્ષકોને તમારું ઉદાહરણ આપશે."ત્યારે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર આ શિક્ષકે ઈન્કાર કરી દીધો બે હાથ જોડીને...... એવું ના કરશો. આ છે શિક્ષકની તાકાત. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational