Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

સાર્થક

સાર્થક

2 mins
599


મમતાબેન અપલક રીતે સામે દીવાલને તાકી રહ્યા હતા. દીવાલમાં પાણીનું લીકેજ થતું હતું ને તેમાથી ટીપાઓની ધાર બનતી હતી. અમુક ટીપાઓ સળસળાટ આગળ ધપીને મંઝીલ પર પહોંચી જતા હતા અને અમુક ટીપાઓ અર્ધે રસ્તે જ સ્ખલીત થઇ ને જમીન પર પટકાતા હતા. મમતાબેનના મગજમાં ટીપાઓની મુસાફરીને પોતાની પુત્રી સરીતાના પ્રવાસ સાથે સંકળાઇ ગઇ.


તેમની યુવાન પુત્રી સરીતા એક અલ્લડ, ચંચળ, મસ્ત અને તોફાની છોકરી હતી. તેણે જ્યારે ઉતરાખંડ ચારધામ યાત્રામાં ટ્રેકીંગ માટે રજા માંગી ત્યારે મમતાબેનની મોકલવાની જરાએ ઇચ્છા ન હતી. કારણ કે સરીતામાં યુવાનીનું પુર ઉમટયું હતુ અને તે અલ્લડ અને નાદાન પણ હતી. પરંતુ, સરીતા અને તેના પપા પાસે તેમનું કશું ચાલ્યું નહીં અને સરીતા એક માસના ટ્રેકીંગ માટે તેના ગ્રુપ સાથે નીકળી ગઇ. તર્ક – વિતર્ક મમતાબેનનો પીછો ન'તા છોડતા.


આજે પંદર દિવસ થઇ ગયા હતા અને મમતાબેન ખોટા તર્ક – વિતર્કમાં લિપ્ત થઇ રહ્યા હતા. ત્યાં ટપાલીનો અવાજ આવ્યો. તેમણે દોડીને ટપાલ લીધી. પત્ર સરીતાનો જ હતો. વધતી ધડકન સાથે મમતાબેને પત્ર ખોલ્યોઃ


પ્યારી મમી,


સકુશળ હોઇશ. જો કે માનસીક રીતે તો તું સ્વસ્થ નહીં જ હો કારણ કે હું ઘરથી નીકળી ત્યારે તારા મુખ પર મંડરાતી ચિંતાઓ તો મે જોઇ જ લીધી હતી. મારો પત્ર પૂરો વાંચી લઇશ એટલે તું નચીંત થઇ જઇશ.


મમી, પ્રવાસમાં ખુબ જ મજા પડી રહી છે. જમનોત્રી અમે જ્યારે પગે ચડયા ત્યારે રસ્તામાં ચારે બાજુ હરીયાળી, બરફથી આચ્છાદીત પર્વતો, વરસાદની લહેરખીઓ અને કલકલ વહેતા ઝરણાઓથી ગુંજતુ સંગીત હતુ. કુદરત તરફથી મળતી બક્ષીસો અઢળક જ હોય છે તેવું દરેક પગલે પ્રતીત થાય. અલગ અલગ જગ્યાઓથી ભેગા થતા ઝરણાઓ નીચે પડીને જમના નદીને વધુ અલ્લડ અને તોફાની બનાવતા. અલ્લડ જમના નદીમાં જવાનીનું જોશ ઉમટયુ હતું અને આ જ નદી જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ એકદમ શાંત, સૌમ્ય અને નિર્મળ થતી ગઇ. પોતાના પ્રિયતમને મળવા કોઇ નવોઢાની જેમ નદી પણ સાગરમા સમર્પીત થવા જેમ જેમ આગળ પહોંચતી ગઇ તેમ તેમ સૌમ્ય બનતી ગઇ.


નદીના આ રુપ અને સ્વરુપને મેં મારી જીંદગીમાં વણી લીધુ છે. મારુ નામ પણ તમે ‘સરીતા’ રાખ્યું છે. હું આ નામને સાર્થક કરીશ. આજ સુધી તે મારુ નટખટ, ચંચળ અને નાદાન રુપ જોયું છે. હવે તું મારુ શાંત, ગંભીર અને સૌમ્ય સ્વરુપ જોઇશ. હું તને જે કહેવા માંગુ છું તે તું સમજી ગઇ હોઇશ અને હવે મને વિશ્વાસ છે કે મારી બાબતે તું બિલકુલ નચીંત થઇ ગઇ હોઇશ. તારી સરીતા ક્યારેય આડે રસ્તે નહીં ફંટાય. આ બાબતે પપાની વિચારોમાં પુખ્તતા છે. મા હોવાને નાતે, તારામાં રહેલી સંવેદનાઓ મારા વિષે ગેરસમજ ઉભી ન કરે એટલે મે મારા વિચારો પત્રમાં વ્યકત કર્યા છે.


હવે તું હળવી ફૂલ જેવી થઇ ગઇ હોઇશ.


તારી વ્હાલી પુત્રી સરીતાના પ્રણામ


અને પોતાની પુત્રીની પુખ્તતા પર મમતાબેનનું રોમ રોમ પુલકીત થઇ ગયું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational