સાનિધ્ય
સાનિધ્ય
"સુભાષ આજે મારો સંગીતનો કાર્યક્રમ છે. અને તેની મેઈન ગાયક હું છું. તમે આવશો" નંદીની એ તેમના પતિ ડૉક્ટર સાહેબને આ સવાલ પુછ્યો. પણ ડૉક્ટર સાહેબે તો હંમેશની માફક જવાબ આપ્યો. મને ટાઈમ હશે તો જરુર આવીશ. અત્યારે મને મોડુ થાય છે." કહી ફટાફટનાસ્તો પતાવી સુભાષ ભાઈ હૉસ્પિટલ જવા નિકળી ગયા. નંદીની ઉદાસ નજરે તેને જતાં જોઈ રહી. તે ડૉકટર સાહેબની મજબુરી સમજતી હતી.પણ છતાં તેને મનમાં એવી ઈચ્છા રહેતી કે સુભાષ મારુ સંગીત સાભળે.
સંગીત સંધ્યા શરૂ થવાની થોડી વાર હતી. ત્યાં સુભાષ ભાઈનો ફોન આવ્યો,"સોરી નંદીની હું નહી આવી શકું મારે એક ઈમરજન્સી કેશ આવી ગયો છે" " ઈટ્સ ઓકે" કહી નંદીની એ ફોન કટ કર્યો અને સંગીત સંધ્યા ધ્યાન આપ્યું.
સાજે કાર્યક્રમ પતાવી ઘેર પહોંચીને જોયું તો ડૉક્ટર સાહેબની સાથે એક યુવાન હતો. સુભાષ ભાઈએ ઓળખાણ કરાવતા કહ્યું "મારા મિત્રનો દિકરો છે. અહીં ફાઈનઆટૅની માસ્ટર ડિગ્રી માટે આવ્યો છે. અને હોસ્ટેલમાં રહે છે. કાલથી હોસ્ટેલ છોડીને અહીં રહેવા આવી જવાનું મે તેને કહી દીધું છે અને હા તારો પ્રોગ્રામ કેવો રહ્યો. હું હમણાં જ ફ્રી થયો નહી તો ચોક્કસ આવત."નંદીની એ હસીને કહ્યું કંઈ "વાધો નહીં હું તમારી મજબુરી સમજું છું. બાકી મારો પ્રોગ્રામ ખુબજ સરસ રહ્યો." વરુણ આ બંનેની વાત સાંભળતો હતો. તમણે પુછ્યું "આન્ટી શેનો પ્રોગ્રામ હતો."ત્યારે નંદીની એ કહ્યું "મારો સંગીતનો પ્રોગ્રામ હતો." વરુણ તો સાભળીને એકદમ ખુશ થઈ ગયો.અને કહેવા લાગ્યો કે "આન્ટી મને સંગીતમાં ખુબ રસ છે તમારે મને ગીત સંભળાવવુ પડશે." નંદીની એ કહ્યું "ભલે સંભળાવીશ પહેલાં આપણે જમવાનું પતાવી લઈએ."
બીજે દિવસે છાપામાં નંદીનીના ફોટા સાથે સંગીત સંધ્યામાં તેની ગાયકી વિશે આખો લેખ આવ્યો હતો. સુભાષ ભાઈએ ચાની સાથે છાપું વાચતા વાચતા તેનું ધ્યાન નંદીનીના ફોટા પર ગયું અને તેના વિશેના લખાણનો આખો લેખ વાચ્યો. તેણે નંદીનીને બોલાવી શાબાશી આપી અને કહ્યું "હું કેવો કમનસીબ છું કે મારા જ ઘરમાં આટલી મોટી કલાકાર છે પણ તેને સાભળવાનો મારી પાસે ટાઈમ નથી." ત્યાં તો તેમની દિકરી સોમ્યાનો ફોન આવ્યો. સોમ્યાએ મમ્મીને ખુબ વધાઈ દીધી અને કહ્યું કે "હું પંદર દિવસ પછી આવીશ ત્યારે આપણે ગ્રાન્ડ પાર્ટી રાખશું."
વરુણ આવતા આખા ઘરનું વાતાવરણ બદલાય જાય છે વરુણ પેઈન્ટિંગ માટે જુદી જુદી સાઈટ ઉપર જાય ત્યારે નંદીની બેનને સાથે લઈ જાય. નંદીની બહેનને કંઈ પણ ખરીદી કરવી હોય તો વરુણને સાથે લઈ જાય. ફુરસદના સમયમાં નંદીની બહેનનુ ગીત સાભળે. નંદીની બહેનને પણ મજા પડે.નંદીની બહેનનું સરસ મજાનું પોટૅરેટ બનાવ્યું. એ જોઈને સુભાષભાઈ પણ ખુબ ખુશ થઇ ગયા. વરુણ આવતા નંદીની બહેનના એકલવાયા જીવનમાં જાણે પ્રાણ પુરાયા હોય તેવું લાગ્યું. નંદીની બહેન ખુશખુશાલ રહેવા લાગ્યા. પહેલાં તે ખુશ તો હતાં પણ તેની સાથે ઉદાસીનતા પણ હતી. ડૉકટર સાહેબના બીઝી શીડ્યુલના કારણે તેને એકલતા કોરી ખાતી હતી. તેમાથી બહારનીકળવા માટે સંગીતનો સહારો લીધો હતો.
સોમ્યાનો ફોન આવ્યો કે "મમ્મી હુ કાલે આવું છું" નંદીની એ કહ્યું, "ભલે હું તને પીકઅપ કરવા પહોંચી જઈશ." નંદીની એ વરુણને સોમ્યા વિશે જણાવ્યું કે સોમ્યા એમ એ સીના છેલ્લા વર્ષમાં છે તેને પણ એમ એસ કરીને તેના પપ્પાની જેમ સર્જરીમાં માસ્ટર થવું છે. આથી વર્ષમાં એક કે બે વાર માંડ આવી શકે. આવશે એટલે તેની ભણવાની વાતો અને હૉસ્ટેલની વાતોમાં થી નવરી જ નહી થાય.તે પાંચ છ દિવસ આવે પણ આખા વર્ષની ઉર્જા પુરી પાડતી જાય. તેની બોલબોલ થી આખુ ઘર ચહેકી ઊઠે."
બીજે દિવસે નંદીની સોમ્યાને પીકઅપ કરવાનીકળતી હતી ત્યાં વરુણ પણ તૈયાર થઈને આવી ગયો અને કહ્યું "આન્ટી હું પણ તમારી સાથે આવુ છું." કહી ડ્રાઈવર સીટ પર ગોઠવાઈ ગયો.બંને જણા પહોંચ્યા ત્યાં ટ્રેન આવી ગઈ હતી. સોમ્યા ઉતરીને દોડીને મમ્મીને બથ ભરી લીધી. પણ મમ્મીની સાથે કોઈ અજાણ્યા યુવાનને જોઈ થોડી ઓજપાઈ ગઈ. તેની મમ્મી એ ઓળખાણ કરાવતા કહ્યું કે "આ તારા પપ્પાના ફ્રેન્ડનો દિકરો છે. સ્ટડી માટે આવ્યો છે. અને આપણા ઘરે જ રહે છે." ઓ કે કહી સોમ્યા કારમાં બેસી ગઈ પણ એની મમ્મીને પોતાની પાસે ન બેસતા વરુણની સાથે આગલી સીટ પર બેસતાં જોઈને મનમાં થોડું ખરાબ લાગ્યું. આખે રસ્તે ચુપચાપ બેઠી રહી. મમ્મી વરુણની વાતો કર્યા કરતી હતી. તે બસ સાભળ્યા કરતી હતી. ઘરે આવીને જોયું તો આખા ઘરની રોનક બદલાઈ ગઈ હતી. તેણે મમ્મીને પુછ્યું "આ બધું શું છે" તો નંદીની એ કહ્યું "આ બધું વરુણને આભારી છે. તેના કહેવા પ્રમાણે મેં ગોઠવણી કરી છે. કેવું લાગે છે ?" "સારું" કહી નાક ચડાવતી પોતાના રુમમાં જતી રહી. થોડી ફ્રેશ થઈ જમવાના ટેબલ પાસે આવી ત્યાં સુભાષ ભાઈ પણ આવી ગયા હતા. પહેલાં તો દિકરીને હગ કરીને પછી તેના ખબરઅંતર પૂછ્યા.
જમતાં જમતાં સોમ્યા એ રાત્રે પાર્ટી માટે પપ્પાને મનાવી લીધા અને કહ્યું કે "પપ્પા આપણે રાત્રે કોઈ સારી હોટલમાં જમવા જશું તમે જલ્દી ઘરે આવી જજો. પછી કોલેજની અને હોસ્ટેલની વાતો કરવા લાગી વચમાં વરુણને સંભળાવી દેતી કે હોસ્ટેલમાં રહેવું કેટલુ અઘરું છે. ઘરમાં તો બધુ તૈયાર માલે મળે અમને કેટલી મુશ્કેલી પડે." વરુણ કંઈ પણ બોલ્યા વગર ચુપચાપ જમીને પોતાના રૂમમાં જતો રહ્યો. જમી પરવારીને નંદીની સોમ્યા પાસે ગઈ અને બંને વાતો એ વળગ્યા. સોમ્યાને મમ્મી સાથે ખુબ ખુબ વાતો કરવી હતી .પણ નંદીની વચ્ચે વચ્ચે વરુણની વાત કરતી હતી તેથી તેનો મુડ બગડી જતો હતો. તેણે નંદીનીને કહ્યું "મમ્મી મને બહુ નિદર આવે છે આપણે પછી વાત કરશું." કહી ઊંધુ પડખું ફરીને સૂઈ ગઈ.
રાત્રે દસ વાગવા આવ્યા છતાં સુભાષભાઈ આવ્યાં નહોતા આથી સોમ્યા ધુવાફુવા થતી હતી. પણ નંદીની તેને શાંતિથી સમજાવતી હતી કે "હશે કોઈ પેશંટમા ગુચવાઈ ગયા હશે શાંતિ રાખ હમણાં આવી જશે." સોમ્યા મમ્મી માટે વિચારે છે કે મારી મમ્મીમાં કેટલુ પેશન્સ છે. કેટલી સરળતાથી બધું એક્સેપ્ટ કરી લે છે. પછી પ્રેમથી મમ્મીને હગ કરતાં કહે છે "તુ દુનિયાની સૌથી બેસ્ટ મોમ અને વાઈફ છો. પણ મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવશે તે હું નહી ચલાવું." બોલતાં બોલતાં તીરછી નજરે વરુણ સામે જોયું. થોડી વારમાં સુભાષભાઈ આવી ગયાં અને ચારેયે ખુબ પાર્ટી એન્જોય કરી.
બીજે દિવસે સવારે વરુણ પોતાની બેગ પેક કરીને જવાની રજા લેવા સુભાષભાઈ તથા નંદીની પાસે ગયો અને કહ્યું "મને જે પ્રોજેક્ટ મળ્યો છે તે ગૃપમાં કરવાનો હોવાથી મને હોસ્ટેલમાં જ વધારે ફાવશે." સુભાષભાઈ અને નંદીની સોમ્યાને નારાજ કરવા નહોતા માગતા આથી તેમણે જવાની પરવાનગી આપી દીધી. વરુણના ગયા પછી સોમ્યા પાછી પોતાના ઓરીજીનલ મુડમાં આવી ગઈ.
બે દિવસ પછી સોમ્યા પણ ચાલી ગઈ. સુભાષભાઈ નાસ્તા માટે ફોન પર વાત કરતાં કરતાં દાદરો ઉતરતા હતા ત્યાં પગથિયું ચુકી ગયા અને ગબડી પડ્યાં. નંદીની એ નોકરોની મદદથી માંડમાંડ બેડ પર સુવડાવ્યા અને 108ને ફોન કરી હૉસ્પિટલે પહોચાડ્યા. તેમના જમણા હાથમાં અને જમણા પગમાં ફેક્ચર થયું હતું અને જમણા પગમાં તો સળીયો બેસાડવો પડ્યો હતો. આની જાણ સોમ્યાને કરી પણ સોમ્યાને ટેસ્ટ ચાલુ હતી આથી સોમ્યા ધારે તો પણ નીકળી શકે તેમ ન હતી કારણ તેની ફાઈનલ એકઝામ હતી. તે તો રડવા લાગી ત્યાં તેને વરુણ યાદ આવ્યો તેણે તરત વરુણને ફોન કર્યો અને પપ્પાની હાલત વિશે જણાવ્યું અને પોતે વરુણ સાથે કરેલા વ્યવહાર બદલ માફી માગી.
વરુણ તરત જ સુભાષ ભાઈ પાસે પહોંચી ગયો. અને તેની સેવામાં લાગી ગયો. સુભાષભાઈની બધી જવાબદારી સંભાળી લીધી એને ટાઈમે ટાઈમ દવા દેવી જમાડવા. સ્પંજ કરી દેવું. થોડા દિવસ પછીતો સોમ્યા પણ એકઝામ પુરી થઈ એટલે આવી ગઈ. વરુણે પપ્પાનુ એટલું બધું ધ્યાન રાખ્યું હતું કે સગો દિકરો પણ કદાચ આવી સેવા ન કરી શકે. આ સાભળી સોમ્યા એકદમ ગદૃગદૃ થઈ ગઈ અને દોડીને વરુણને ભેટીને રડવા લાગી અને માફી માગવા લાગી. વરુણ તો એકદમ સોમ્યા ભેટી પડી તેથી હેબતાઈ ગયો અને ધીમેથી સમજાવ્યું કે મેં તો માનવધર્મ નીભાવ્યો છે. અને રહી વાત તારા વર્તનની તો બટ નેચરલ એકલા ઉછરેલા સંતાનોમાં આ વસ્તુ કોમન હોય છે. પણ અત્યારે તારુ વર્તન હૉસ્પિટલનો આખો સ્ટાફ જોવે છેને આપણા ઉપર હસે છે તેનું શું કરશું. સોમ્યા તો સાભળીને એકદમ છુટી પડીને મમ્મીની બાજુમાંનીચું જોઈને બેસી ગઈ.
સુભાષભાઈ સાજા થઈ ગયા પછી વરુણ અને સોમ્યાની સહમતી લઈ વરુણના વડીલોને બોલાવી બંનેની સગાઈ કરીનાખી અને ભણવાનું પુરુ થાય પછી લગ્ન ગોઠવવાનું નક્કી કર્યું.
