સાહસ વિના સિધ્ધિ નથી
સાહસ વિના સિધ્ધિ નથી
પોલીસ બનવાનું સાહસ, ઘરમાંથી તો બધી છૂટ હતી કોઈ દિવસ કઇ વસ્તુની ના નહોતી. થોડા સમય અને સંજોગો(એ સમયે અને સંજોગોનુંવર્ણન નહીં કરી શકું) એવા આવી ગયા હતા તો પણ મને કોઈ સાહસ કરવા રોકી ન હતી. આમ તો તૈયારી પીએસઆઇ બનવાની હતી પણ થોડો કિસ્મત સાથ ન આપ્યો એટલે કોન્સ્ટેબલમાં આવી ગઈ પણ જે મળ્યું તેમાં ખુશ છું' પોલીસની એક્ઝામ દેવા માટે પહેલા રનીંગ કરવાનું હોય છે, આ એક્ઝામમાં ચાર રાઉન્ડ નવ મિનિટમાં પૂરા કરવાના હોય છે. પ્રશ્ર્ન ક્યાં થયો કે મારો વજન ૬૦ કિલો હવે મારાથી રનીંગ થતું ન હતું. લગભગ એક મહિનો પ્રેક્ટિસ કરી પણ રનીંગ થતું જ ન હતું આપણને હાર ના માની સતત મેં ચાલવાનું રાખ્યું.
બસ થોડા જ દિવસમાં એક્ઝામ આવીને ઊભી રહી અને ખૂબ ટેન્શન થયું પોલીસની ભરતીમાં મારી પહેલી લડાઈ હતી, મારા માટે ગ્રાઉન્ડ એક્ઝામ બધું જ પહેલીવાર હતું. એકઝામ આવી ગયા વહેલી સવારમાં બીજા રાઉન્ડમાં મારો વારો હતો વળી, પાછું ટેન્શન કે એટલો જલ્દી વારો આવી ગયો. પણ મારા સાથે મારો ભાઈ હતો તેને મને હિંમત આપી કહ્યુ તું મૂંઝાયા વગર રનીંગ કર, જે થશે તે જોયું જશે. ઉત્સાહ,ઉમંગ,સાહસ અને ડર સાથે મેં ગ્રાઉન્ડમાં પહેલો પગ મૂક્યો. જે જિંદગીભર માટે પગભર થઈ ગયો, સમજી જ ગયા હશો કે મેં ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું આનંદનો પાર ન હતો.
પણ હજી એક એક્ઝામ બાકી હતી એ હતી 'રીટર્ન એક્ઝામ' આજના સ્પર્ધાત્મક સમયમાં આ રિટર્ન એક્ઝામ દેવી બહુ અઘરી છે. અને તમે જ્યારે કોઈ સાહસ કરો ત્યારે તમારે તકલીફ આવી જશે રિટર્ન એક્ઝામ પેપર ના દિવસે જ મારી તબિયત ખરાબ થઈ ગઈ. છતાં પણ મેં હાર ન માની એક્ઝામ આપી વિચાર્યું કે આવડે એટલું લખીને આવીશ. પેપર સારું ગયું બે મહિના પછી રિઝલ્ટ આવ્યું. સારા માર્ક્સ આવ્યાં પણ મેરીટ લિસ્ટમાં નામ ન આવ્યું, ફરી હું દુઃખી થઈ ગઈ. બે-ત્રણ મહિના પછી વેઇટિંગ લિસ્ટ ખૂલ્યું તેમાં પણ મારું નામ ના આવ્યું. કારણ મારાથી ઓછા માર્કવાળાનું નામ હતું, પણ મારું ન હતું! ?
સારી રીતે સર્ચ કરીને જોયો અને પછી ગાંધીનગર મળવા ગઈ ત્યાં હું મળી મારા ડોક્યુમેન્ટ બતાવ્યા મારું રીઝલ્ટ બતાવ્યું પછી એ લોકોએ જોયો તો મારું નામ બાય મિસ્ટેક ઓજસવાળા એ ચડાવ્યું જ નહોતું. પરંતુ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો મને સમજાવી કે કયા કારણથી ભૂલ થઇ હોય સારો થયો તમે આવ્યા ધ્યાન દોર્યું. અમારું આખી પ્રોસેસ મને સમજાવી અને મારુ ચડાવી દીધું. હું ખૂબ ખુશ થઈ ગઈ આનંદનો પાર ન રહ્યો પણ એટલું જ કહું છું કે જીવનમાં તમે સફળતા મેળવો ત્યારે તમને થોડીક તકલીફ પડવાની જ છે તમે બસ એનો સામનો કરતા શીખો. હજી પણ એક્ઝામ બાકી છે..
નવ મહિનાની પોલીસની ટ્રેનિંગ. કદાચ આ સાંભળતા જ લોકો માટે ધ્રુજારી આવી જાય. એક માતા બાળકને નવ મહિના પોતાના ગર્ભમાં રાખી અને પછી દુનિયાના દર્શન કરાવે છે તેવી જ રીતે પોલીસની ટ્રેનીંગ એક માણસને ટ્રેનિંગ આપી એક અલગ જ દુનિયામાં લઈ આવે છે. પહેલા તો જિલ્લામાં હાજર થવાનું હતું હાજર થઈ ગયા પછી ત્યાં આખી પ્રોસેસ સમજાવે પછી ટ્રેનિંગમાં જવાનું હતું. જિલ્લામાંથી ટ્રેનિંગમાં જતા પોલીસ કર્મીઓને શુઝ,ટી-શર્ટ,લાઠી,લોવર,વ્હિસલ આ બધું આપવામાં આવે છે, પહેલા તો શુઝ જોઈને જ ડર લાગી જાય ઓહો !આવા શું કઈ રીતે પહેરશો. mi વિચારતા વિચારતા બીજે દિવસે સવારે ટ્રેનિંગમાં જવા નીકળી ગયા,આનંદ થતો હતો, નવા-નવા દોસ્ત મળ્યા હતાં.
ટ્રેનિંગનો પહેલો દિવસ અને ત્યાં જતાં જ એકદમ સ્ટ્રીક વાતાવરણ જોતા જ મને તો એવું લાગ્યું કે હું ઘરે જતી રહું. કોઈ ઘરની દીકરી હસતી, ખેલતી,ડાન્સ કરતી, મજાક મસ્તી કરતી, ફેશન કરતી હોય અને એનો અચાનક આ બધું બંધ થઈ જાય તો એ અનુભવ બહુ કડવો લાગે ! થોડીવાર માટે મનને મનાવી લીધું કે "સાહસ કરીશ તો જ સિદ્ધિ મળશે" આ વાક્યને મે જીવનમાં અપનાવી લીધો. બસ આમ ને આમ ટ્રેનિંગ શરૂ થઈ ગઈ મજા પણ આવતી હતી ક્યારેક ટ્રેનિંગમાં સજા પણ મળતી હતી. જે છોકરી એક સમય રાઉન્ડ દોડી ન શક્તી હતી..એ આજ ટ્રેનિંગના એક મહિના પછી બાર-બાર રાઉન્ડ દોડી છે મારા માટે ખૂબ ગર્વની વાત હતી. પણ રાત પડતા ખૂબ થાકી જતા પણ ક્યારેય ઘરના સામે દુઃખ વ્યક્ત નથી કર્યો કે થાકી ગઈ છું અને એમના સામે રડી પણ નથી, હા!એકલા જરૂર રડી લીધું છે.. એટલો થાક લાગતો કે ક્યારેક તો એવું થતું કે ટ્રેનીગ મૂકીને જતા રહીએ. પણ સવાર પડતા જ પાછો વિચાર બદલાઈ જાય.. આ એક સાહસ જ કહેવાય ! બે મહિના પછી મારો વજન ૬૦ કિલોમાંથી ૫૧ કિલો થઇ ગયો . ખૂબ આશ્ચર્ય થયું મને મારા ફેમિલીને અને દોસ્તોને ઓહો એટલી પતલી પડી ગઈ. એક ટ્રેનિંગનો પાર્ટ હતો કે તમારું ફિટનેસ પરફેક્ટ હોવું જોવે પોલીસની નોકરી માટે અને એમ એ કરી બતાવ્યું.
પોલીસની ટ્રેનીંગમાં સજા લેવી એ પણ એક આનંદનો પળ હોય છે આનંદનો ફળ ત્રણ ચાર મહિના પછી લાગે છે બાકી તો સજા જ હોય છે પણ ખરેખર ટ્રેનિંગ કરવાની ખૂબ મજા આવી. પોલીસ તેની ટ્રેનિંગની એક ખાસિયત છે કે ત્યાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ નથી રાખવામાં આવતાં બધાએ સાથે રહીને કાર્ય કરવાનું હોય છે એટલે ખૂબ મજા આવી. આમ ને આમ ટ્રેનિંગના નવ મહિના થઈ ગયા ખબર પણ ના પડી..
એક સમય એવો હતો કે તેની છોડીને જવાનું મન થતું હતું પણ નવ મહિના પછી ટ્રેનિંગ મૂકીને જવાનું ઈચ્છા જરાય ન હતી. પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ૨૦૦ જેટલી છોકરીઓ હતી નવ મહિના પૂર્ણ થયા બધાની આંખમાં આંસુ હતાં ક્યારે પાછા ક્યારે મળશું ! કારણ કે નવ મહિના લાગણી અને પ્રેમ ખૂબ બંધાઈ ગયા હતા. હા ક્યારેક મારી જેવા કોઇ સાથે ઝઘડી પણ લેતા પણ તો પણ મજા આવતી તો પણ સાંજે પાછા એક થઈ અને વાતો કરતા હોઈએ. છૂટા પડવું એટલે નથી ગમતું એક બાળક તેની માતાના ગર્ભમાંથી નીકળે ત્યારે મા અને બાળક બન્ને ને દર્દ થાય. આ એવો એક અનુભવ હતો.
નવ મહિનાની ટ્રેનીંગ પુર્ણ થતાં અમારો નવો જન્મ થયો. હવે. નોકરી કરવાની ખૂબ મજા આવે છે, ક્યારેક પરિસ્થિતિ મુજબ હોય છે અત્યારે તો જાણો જ છો કેવી છે જોબ હશે ! કર્મ કરો ફળ ની ચિંતા ન કરો" જય હિન્દ
