STORYMIRROR

Alpa DESAI

Romance Tragedy

3  

Alpa DESAI

Romance Tragedy

સાધના-૬

સાધના-૬

3 mins
28.7K


ભારતના પપ્પા હીરજિભાઈનો પત્ર વાંચતાતો બાપુને ચિંતા થવા લાગી. તેમણે સાધનાને હાક મારી, “દીકરા પાણીનો પ્યાલો આપો તો” સાધના પાણી લઈને તુરંત આવી, બાપુને ચિંતિત જોઈ તે પણ ગભરાય ગઈ. તેણે રસોડામાં આવતા વેંત ભાભીને કહ્યું કે, “બાપુ ચિંતામાં જણાય છે, મુંબઈથી કોઈનો પત્ર આવેલો છે. તમે ભાઈને વાત કહોને." ત્યાં ભાભી બહાર આવ્યા અને બાપુ બોલ્યા કે, ”હુ બેટા, હું જે વાત કહું છું તે ધ્યાનથી સાંભળજો, મુંબઈથી ભરતકુમારના બાપુજીનો પત્ર છે, તે લોકો લગ્ન કરવા માટે ઉતાવળ કરે છે, માર્ચ મહિનામાં જ કરવા સારું કહે છે, જો આપણે સહમત ન થઇં એ તો બે વર્ષ પછી વાત એમ કહે છે, તો શું કરશું ? તેમને તાત્કાલિક જવાબ મંગાવ્યો છે. તો કેમ કરશું ? મને તો કશું સમજાતું નથી. સાંજે ભાઈ આવે ત્યારે વાત નો ફેસલો લેશું. હમણાં સાધનાને આ વાત કરતા નહિ તે ખોટી ચિંતામાં પડી જાશે. વહુ મીના પણ સસરાની વાત સાભળીને ચિંતા કરવા લાગ્યા. સાધનાએ પૂછ્યું કે,

“ભાભી કોનો પત્ર છે ? બાપુ કઈ બોલ્યા તમને?"

"ના બહેનબા, કાઈ ન બોલ્યા એમ જવાબ આપી. ભાભી તેના કામ માં પરોવાઈ ગયા. સાંજ પડી ગઈને બધા ઓફિસેથી આવી ગયા. બાપુએ માંડીને વાત કરી ભાઈ તો દ્વિધામાં પડી ગયા કે એટલા ટુંકા સમયમાં કેમ થશે બધું ? નાનોભાઈ તો ગુસ્સામાં બોલ્યો કે, "એટલી જલ્દી અમારાથી વ્ય્વસ્થા નહિ થાય ! તમારી દીકરીનું સગપણ કરી લો. અમે બે વર્ષ રાહ જોશું. ઘરનું વાતાવરણ થોડું તંગ અને ચિંતિત થઇ ગયું.

સાધનાને પણ આ વાત ન ગમી. તેણે પણ ભરતની પત્રમાં જલ્દી લગ્ન ન કરવા માટે મદદ માંગી. રાતના ફરી આ બાબત પર ઠંડા દિમાગેથી વિચારવાનું ઉચિત લાગ્યું.

બધાના મનમાં એજ બીક હતી કે કોઈ હોલ કે વાડી જો ન મળે તો ?પ્રસંગ કેમ ઉકેલવો ? ભાઈએ આશ્વાશન આપતા કહ્યું કે, "મારી ઓફિસમાં મુનશીભાઇનું ઘર બંધ છે. તે લોકો છ માસ માટે લંડન ફરવા ગયા છે તેમનું બહુ જ મોટું ઘર છે. આપણે મેહેમાનોને ત્યાજ ઉતારો આપી દેશું. અને ફળિયામાં લગ્ન રાખી લેશું. પણ તમે ચિંતા ન કરો. તેણે સાધનાની ભાભી મીનાને બોલાવી કે કાલથી જ લગ્નની તૈયારીઓ ચાલુ કરી દો. બધા થોડા ધૂંધવાયેલા જ હતા પણ આ સમયે ધીરજ થી કામ લેવું પડે તેમ હતું .

રાતના ઘરનું કામકાજ પરવારીને સાધના ભરતને પત્ર લખવા બેઠી. પત્રમાં થોડો વિવેક જાળવીને મૂળ વાત પર આવી. "તમારા મમ્મી પપ્પાએ આપણા લગ્ન ખુબ જલ્દી લેવાનું નક્કી કર્યું છે, તેમને સમજાવોને કે એક વર્ષ પછી આપણા લગ્ન લે. મારે પણ હજુ સિલાઈ, ગુંથાઈ, રસોઈને લગતા વર્ગો શીખવાના બાકી છે. તો ગમે તેમ કરીને વાતને પાછળ ઠેલાવોને. થોડું મોડું થશે તો સહુ સારાવાના થશે. તમે તમારા આગળના અભ્યાસમાં ખલેલ પડશે તેમ પણ કહી શકો. તો મારી ખાસ વિનતી છે કે તમે મને વળતો સકારાત્મક જવાબ આપશો અને રેખાબેનને ખુબ ખુબ અભિનંદન સાથે વિરમું છું આપની સદૈવ"

સાધના

તેણેઆ પત્ર ચોરીછુપી લખ્યો હતો. તેથી બહુ બીક હતી કે આ વાત કોઈને ખબર ન પડે. અને તેણે પત્ર સાચવીને મુક્યો ને સુઈ ગઈ.

સવાર પડતા જ તે નિત્યકર્મ પતાવીને કોઈ કામના બહાને શીલાને ત્યાં ગઈને બધી વાત વિગતે કરી. બંને સહેલીઓ 'હમણાં આવીએ, દહીં લેવા જઈએ છીએ' તેવું જણાવીને પત્ર પોસ્ટ કરવા ગઈ. કામ પતાવીને શીલા તેના ઘરે ગઈને સાધના દહીં લઈને ફટાફટ પોતાના ઘરે આવી ગઈ.

"ભાભી કઈ કામ છે હવે કે હું કપડા ધોવા બેસી જાઉં." સાધનાએ થોડી હળવાશ અનુભવતા પ્રશ્ન પુછયો.

"ના હો બેન" સામે ભાભીનો વળતો ઉત્તર. તેને લાગ્યું કે સાધના બહુ જ વિચરોથી પુખ્ત થઇ ગઈ છે. તે માનસિક દબાવમાં હોય તેવું ભાભીને લાગ્યું. માટે ભાભીએ આજે તેને ભાવતી પુરણપોળી બનાવી. સાધના બોલી, "ભાભી આજે હું બધાને પુરણપોળી બનાવીને ખવડાવીશ." અને બંને કામે વળગી ગયા. સાંજના સમયે ભાભી ભગવાનના દીવાની વાટ કરવા બેસી ગઈ અને ઠાકોરજીની માળા પણ ગુંથી લીધી. ભાભીને ખુશી સાથે મનમાં સંતાપ પણ થયો કે જલ્દી લગ્ન લીધા છે માટે બધું શીખવાની તાલાવેલી છે કે માનસિક ડર છે ? તે પણ વિચારવા લાગ્યા.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Romance