STORYMIRROR

Alpa DESAI

Romance Others

3  

Alpa DESAI

Romance Others

સાધના-૨

સાધના-૨

3 mins
27.7K


રાજ તેના પપ્પાને સમજાવી ત્યાંથી ચાલ્યો ગયો. ભરતભાઇ આઈ.સી.યુ. રૂમની બહાર ચક્કર મારવા લાગ્યા. તેમને થયું કે, 'હું અંદર જઈ ને આવી જાવ ! કોઈ ને ખબર નહીં પડે. જો હમણાં નહીં જાવ તો કદાચ મોડું થઈ જશે.' તો તેમણે આજુ બાજુ જોયું, કે કોઈ છે કે નહીં ? જો ન હોય તો હું રૂમમાં ઘૂસી જાવ. પણ નસીબ સાથ આપતું ન હતું. નર્સ લક્ષ્મી ત્યાં આવી ગયા. અને કહયું, "કાકા ,ચિંતા ન કરો. ત્યાં બેસી જાઓ. હમણાં જ રાજભાઈ આવી જશે." ભરતભાઇ એક નિસાસો નાખીને બેસી રહયા. તેમની આંખો બંધ હતી. તે પોતાના ભૂતકાળમાં સરી પડ્યા.

ઓગણીસો પંચોતેરની સાલની આ વાત કે સાધના તેના ગામથી મુંબઈ આવી હતી. ખૂબ સીધી સાદી છોકરી. મને જ્યારે કહેવામાં આવ્યું કે,

'સાધના, તેની બહેન અને પપ્પા તને જોવા આવવાના છે.' હું ત્યારે એમ.કોમ.ના પાર્ટ ટુની તૈયારી કરી રહ્યો હતો. મેં કહ્યુ ચાલ, એક વાર જોઈ તો લવ. મમ્મી પપ્પાની વાત પણ માની લાગશે. રવિવારે સાધના અને તેનું ફેમિલી અમારે ઘરે આવ્યું.

ખૂબ સીધા સાદા માણસો છતાં પણ એજ્યુકેશન હોવાથી મારી સાથે વાત કરવા માટે પણ કહેવામાં આવ્યું. મુંબઈનું મારુ ઘર નાનું હોવાથી મારા મમ્મી એ તે લોકોને પૂછ્યું કે, "તમને જો કોઈ વાંધો ન હોય તો

ભરતને સાધના હવેલી દર્શન કરી આવે ?" સાધના ના ઘર વાળા એ સંમતી આપી. હું ને સાધના માર્કેટમાં આવેલી હવેલી ગયા. ત્યાંથી બાજુમાં આવેલ જ્યૂસપાર્લરમાં જ્યુસ પીવા બેઠાં શરૂઆતમાં તો ઔપચારિક વાતો ચાલી. તેણે મારી કંપની વિશે વધુ પૂછપરછ કરી. મને તે ગમ્યું. મેં પણ તેના અભ્યાસ વિશે માહિતી મેળવી. તે દસ પાસ હતી. ઘરના કામકાજમાં બહું હોશિયાર. મારાં મમ્મીને તે બહુ

ગમ્યું. પણ મને તેની એક વાત બહુ ગમી. તેને કઈ પણ કહોને તો એ કહેતી કે, 'તમને જેમ ગમે તેમ.'

મને તેનો સ્વભાવ સીધો સાદો લાગ્યો. અમે લોકો ઘરે જવા નીકળ્યા. વડીલો અમારી રાહ જોઈ રહ્યા હતા. પછી જવાબ આપીશું કહી તે લોકો એ વિદાય લીધી. અમારા ઘરમાં પણ મારી ઈચ્છા શું છે તે જાણવા નો પ્રયત્ન કરવા લાગ્યા. મેં સાફ કહ્યું કે, "મારે હજુ સ્ટડી પૂર્ણ કરવુ..," તો મમ્મી વચમાં જ બોલ્યા, "તો તું કરજે ને, તને કોણ ના પડે છે. તારી

બેન રાધાની સગાઈની વાત નકકી થતાં તમારૂં પણ ગોઠવાઈ જાય. બંન્નેના સાથે લગ્ન થઈ જાય. એક ખર્ચમાં બે પ્રસંગ ઉકલી જાય. તારે દુકાને ન બેસવું હોય, તો કઈ નહીં, તું જોબ કરજે. પણ આવું સંસ્કારિક કુટુંબ પછી નહિ મળે. તને સાધના ગમે તો છે ને ?"

મેં મુક સંમતી આપી. હવે તે લોકો શુ જવાબ આપશે તેની રાહ હતી.

સવારે વહેલા ઉઠીને હું કૉલેજ જવા નીકળી ગયો. સીધો જ રાતનાં ઘરે પાછો ફર્યો. મમ્મી એ જમવાનું પીરસ્યું. હું જમતો હતો ત્યાંજ ભાઈ બોલ્યો, "મમ્મી હવે તારે ભાગે ભાઈનું કામ ઓછું થઈ જશે કેમ "? અને બધા હસવા લાગ્યા. હું મનોમન સમજી ગયો કે સાધનાના ઘરેથી હા આવી છે. પણ મોં પર અજાણ જ રહ્યો. મમ્મી એ માંડીને વાત કરી,

'સવારે જેન્તીભાઈનો ફોન હતો કે સાધનાના પરિવારના લોકો વેવિશાળ માટે રાજી છે. તમારી તરફથી શું જવાબ છે તે જણાવજો. તે લોકોને દેશમાં જવાની તૈયારી કરવાની છે.'

"તો બોલ ભાઈ શું જવાબ આપવો..." પપ્પા જરા મોટા આવજે બોલ્યાં.

મેં પણ મારી સંમતી આપી, બીજા દિવસે સવારે ઉઠીને પપ્પા એ જેન્તીભાઈને ફોન કરીને હામાં જવાબ આપ્યો અને સાંજે તમારી ઘરે આવીશું. તેમ જણાવ્યું.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Romance