STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

સાડી

સાડી

1 min
216

”વાહ ! આ સાડીઓ તો બહુ સરસ છે.શી કિંમત છે ?”

 ”જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની.”

 ”ઓહો ! એ તો બહુ કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને.?”

“તો આજુઓ પાંચસોની અને આ ચારસોની છે.”

 ”અરે ભાઈ, એ પણ કિંમતી ગણાય. કાંઈક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા ગરીબને પોસાય !”

”વાહ સરકાર-એવું શું બોલો છો ? આપ તો અમારા વડાપ્રધાન છો- ગરીબ શાના ? અને આ સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.”

 ”ના, મારા ભાઈ, એ ભેટ હું ન લઈ શકું.”

 ” કેમ વળી ? અમારા વડા પ્રધાનને કાંઈક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી ?”

”હું ભલે વડો પ્રધાન હોઉં, પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટ રૂપે લઉં. વડો પ્રધાન છું છતાંયે હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું. માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.”

 રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઈ. આખરે લાચાર થઈને એમને સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના ગરીબ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ પોતાના પરિવાર માટે જોઈતી સાડીઓ ખરીદ કરી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational