STORYMIRROR

Thakkar Hemakshi

Abstract Romance

3  

Thakkar Hemakshi

Abstract Romance

સાચા પ્રેમની પરખ - ૪

સાચા પ્રેમની પરખ - ૪

1 min
171

"ના,ના મિત્રો હું તો મજાક કરતો હતો. હું ઘરે જાઉં છું. કાલે મારે સવારે કામ પર જવાનું છે.”

“એ તો ખબર છે રામ એને કહ્યું છે તો થોડી વાર વાત કરી લેજે. આવો મોકો બધાને નથી મળતો. તને સીમી સાથે વાત કરીને સારું પણ લાગશે. સીમી મળી ગઈ છે તો અમને ભૂલી ન જતો.” ને હસ્યા.

“ઠીક છે મિત્રો તમે કહો છો તો સીમી સાથે વાત કરી લઈશ. રહી વાત સીમી મળી ગઈ એટલે તમને ભૂલી જાઉં એ તો શક્ય જ નથી.”

“ખુબ સરસ રામ અમને બહુ ગમ્યું. ચાલ કાલે મળીએ.”

“ખુબ સરસ રામ અમને બહુ ગમ્યું અને સીમીને ફોન કરવાનું ભૂલતો નહીં.” અને હસ્યા.

“હા,હા મિત્રો તમે કહ્યું છે એટલે હું સીમી સાથે વાત કરી લઈશ,” ને હસ્યો.

ત્યાર બાદ રામ એના મિત્રોથી છુટ્ટો પડયો અને ઘરે ગયો. ત્યાર પછી તે ફ્રેશ થઈને જમ્યો. પછી એને સીમીને ફોન લગાડયો. સીમીએ ફોન ઉપાડયો અને બોલી, “રામ બોલે છે ને ?”

“ઓહો સીમી તને કેવી રીતે ખબર ?”

“મને ખબર છે તારા સિવાય મને કોઈ ફોન ન કરે”

“એવું કેમ સીમી ?તું ઠીક તો છે ને તારા અવાજમાં કેમ મને ઉદાસીનતા લાગે છે ?”

“કાંઈ નહીં રામ, એવું નથી.”

“સીમી મને ખબર પડી ગાર્ડનમાં તું મારી સાથે હતી ત્યારે તું એટલી જ ખુશ હતી.”

“ચાલ સીમી બોલ મારાથી કાંઈ ન છુપાવ એમ પણ મારા પરિવારમાં કોઈ નથી તું મને મળી ત્યારે મને તારી સાથે વાતો કરવાનું ગમ્યું. જો મેં તને બધું કહીં દીધું હવે તું મને કહી દે શું વાત છે ?”

“ઠીક છે રામ કહું છું પણ કોઈને કહેતો નહીં.”

“ના,ના કોઈને નહીં કહું સીમી.”

“ઠીક છે રામ સાંભળ મારા મમ્મી પપ્પા નથી એટલે હું મારા કાકા કાકી સાથે રહું છું પણ મને ત્યાં રહેવું ગમતું નથી તે મને બહુ હેરાન કરે છે ખબર નહીં કેમ ?એ મારા સાથે આવું કેમ કરે છે એટલે હું રોજ સાંજના બહાર નીકળી જાઉં છું એટલે મને શાંતિ મળે. ખબર નહીં એ દિવસે મને તારી સાથે રહીને હું મારું બધું દુઃખ ભૂલી ગઈ.”

“ઓહો સીમી તું એટલી બધી દુઃખી છે મને ખબર ન હતી. બોલ હું તારી માટે શું કરી શકું ?”

“કાંઈ નહીં રામ તે એટલું વિચાર્યું એ મને બહુ ગમ્યું અને તે મને ફોન કર્યું એનાથી હું ખુશ છું. મને ફોન કરતો રહેજે મને ગમશે.”

“સીમી એ તો હું તને રોજ ફોન કરીશ. મારે તારી મદદ પણ કરવી છે બોલ તારે શું જોઈએ છે હું તારે માટે કરીશ,”

“રામ તું મને રોજ ગાર્ડનમાં મળજે બીજું મારે કાંઈ નથી જોઈતું,”

“એ તો હું તને રોજ મળીશ સીમી.”

“સાચેને રામ ?”

“હા,હા સીમી ચોક્કસ.હું તને ત્યાંથી પણ નીકળવા માટે તારી મદદ કરીશ તું ચિંતા ન કર હું તારી સાથે છું.”

“ઓહ રામ મને બહુ ગમ્યું. એ દિવસ મારા જીવનનો સર્વશ્રેઠ દિવસ હશે.”

“હા સીમી મને થોડો સમય આપ હું તારા જીવનમાં બહુ બધી ખુશી લાવી દઈશ.”

“હા,હા રામ મને ખબર છે.તારા લીધે તો હું દુઃખમાં પણ ખુશ થતા શીખી ગઈ.”

“ઓહો એવું છે સીમી મને ગમ્યું. તું કાલે મને મળજે ત્યારે આપણે જેવી રીતે સાથે થઈ ગયા એ પળ તને બતાવીશ.”

“એમ રામ એ કેવી રીતે ?”

“તું મને મળીશ ત્યારે તને સમજાશે.”

“ઠીક છે રામ.”

“સીમી મને સમય મળશે તો સવારે ફોન કરીશ નહીં તો સાંજના એ જ ગાર્ડનમાં મળજે. મને મળ્યા વગર ઘરે ન જતી.”

“હા રામ હું તારી વાટ જોઈશ એજ ગાર્ડનમાં.”

“સરસ સીમી હવે હું ફોન મુકું શાંતિથી સુઈ જજે.”

“હા રામ ગુડ નાઈટ કાલે મળીયે.”

“હા ગુડ નાઈટ સીમી.” 

ત્યાર બાદ રામને સીમીની ચિંતા થવા લાગી અને વિચારવા લાગ્યો મારે કાંઈક તો કરવું જ પડશે સીમી માટે. પછી વિચારતા એ સુઈ ગયો.

“હવે સવાર થઈ રામ રોજની જેમ નાસ્તો કરીને કામ માટે નિકળી ગયો.”

“જેવું એનું કામ પત્યું તે યુનિવર્સીટી પહોંચી ગયો.”

આજે તેનું ભણવામાં ધ્યાન ન હતું કેમ કે એને સીમીની ચિંતા હતી.

રામના મિત્રોને લાગ્યું આજે પહેલી વાર રામનું ભણવામાં ધ્યાન નથી.કાંઈ વાંધો નહીં જવા દઈએ.એમ પણ હંમેશા એનું ભણવા સિવાય શેમાં ધ્યાન નથી હોતું.

ત્યાર બાદ રામ ફટાફટ લાયબ્રેરીમાં ભણવા ગયો તે થોડી વાર ભણ્યો પણ એને સીમીને મળવાની ઉતાવળ હતી એટલે તે વધારે વાર લાયબ્રેરીમાં બેઠો નહીં. અેણે સીમીને ફોન લગાડયો અને બોલ્યો “હું આવું છું ગાર્ડનમાં તું ચાલી ન જતી.”

“ના રામ તું આરામથી આવ હું ત્યાં પહોંચું છું.”

“ઠીક સીમી ત્યાં જ મળજે.”

“હા,હા રામ ત્યાં જ મળીશ.”

“ભલે સીમી હું તારી વાટ જોઉં છું.”

“હા રામ હું જલ્દી પહોંચી જઈશ.”

“ઠીક છે સીમી.”

ત્યારબાદ રામ અને એના મિત્રો ગાર્ડનમાં અંદર આવ્યા ત્યાં રામે જોયું સીમી ગાર્ડનમાં આવી ગઈ છે એટલે તે ખુશ થઈ ગયો.

તે સીમી પાસે ગયો અને બોલ્યો, “સીમી અહીંયા આવ મારી સાથે આપણે આ બાજુ બેસીએ.”

“સીમી મજાકમાં બોલી હા,હા રામ ચાલ પછી અહીંયા તારા પર પડી જાઉં તો કહેતો નહીં.”

રામ પણ મજાકમાં બોલ્યો “આરામથી મારા પર પડ મને કોઈ વાંધો નથી.”

“સરસ રામ ચાલ ત્યાં બેસીએ.”

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Abstract