સાથ નિભાના સાથિયા - ૬
સાથ નિભાના સાથિયા - ૬
સવાર થઈ અને લીલાબેન હજી ઊઠયા ન હતા એટલે ગોપીને થયું આજે હું કાંઈ ગરમા ગરમ નાસ્તો માસી માટે લઈ જાઉં.
ગોપી ફટાફટ તૈયાર થઈને ચા નાસ્તો કરે છે અને રીનાબેન માટે લઈ જાય છે.
આજે લીલાબેનને ખબર નથી પડતી ક્યારે ગોપી રીનાબેનના ઘરે ચાલી જાય છે.
“આવ આવ ગોપી. હું તારી વાટ જોતી હતી. આપણે સાથે ચા નાસ્તો કરીએ.”
“હું ચા નાસ્તો કરીને આવી છું અને તમારા માટે ગરમા ગરમ નાસ્તો લાવી છું.”
“ઓહ એટલી તકલીફ કેમ લીધી ?”
“કેમ એવું ? તમે મારી માટે આટલું બધું નથી કરતા ? મને પારકી સમજવા લાગ્યા ને ?”
“ના ના એવું જરાય નથી બેટા. તને સવારના ઊઠી ને કરવું પડ્યું એટલે કીધું.”
“તો શું થઈ ગયું. હું તમારા માટે એટલું તો કરી શકું છું. હવે તમે નાસ્તો કરી લો.”
“હા પણ તું સાથે કરત તો મને ગમત.” હા માસી મને પણ ગમત."
પછી ગોપીના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે.
“ઓહો મારા માસી મને કેટલો પ્રેમ કરે છે. મને બહુ ગમ્યું.”
“લાવો આજે હું મારા હાથેથી તમને નાસ્તો ખવડાવું તમને ગમે તો ?”
“હા હા કેમ ન ગમે ?તું પણ તારી માસીને કેટલો પ્રેમ કરે છે.”
“ઓહો વાહ મને મને બહુ ગમશે.”
આજે તો ગોપીના હાથે નાસ્તો ખાવાની મજા આવી ગઈ.
“તને એક વાત પૂછું ગોપી ? હા બિન્દાસ પૂછો માસી એમાં પૂછવાનું ન હેાય ?”
“ઓહ એમ ? ઠીક છે. તને સાચે તેજલ સાથે ત્યાં પ્રદર્શમાં જવામાં વાંધો નથી સાચું બોલજે ?”
“હા માસી સાચે મને વાંધો નથી. મને માત્ર કાકીને શું કહેવાનું એની ચિંતા છે.”
“ભલે તેજલ સાથે જા કાકીને શું કહેવાનું એનું કાંઈ વિચારીશું ? બીજું તું મારા ઘરમાં જ રહીને લેપટોપમાં જોઈને શીખજે. બધા કરે એવું કરવાનું શું મતલબ ? તું પોતાનું કાંઈ વિચારીને કર.”
“એ વાત તમારી સાવ સાચી પણ કાકી મારા ઘરે કોમ્પ્યુટર કે લેપટોપ નથી હું બધું મોબાઈલમાં કરું છું.”
“ઓહ એ તો આપણે જોઈ લેશું તને મારી વાત માન્ય છે કે નહીં ? જવા કરતા પોતાનું વિચારીને ચિત્ર બનાવ. તું ઘણા બધા બનાવી લઈશ પછી આપણે ક્યાંક તારી ચિત્રકળાનું પ્રદર્શન કરીશું.”
“હા મને તમારી વાત મને યોગ્ય લાગી.”
“સરસ”
“હું એકવાર તેજલ સાથે જાઉં તો તમને વાંધો નથી ને ?”
“મને વાંધો નથી પણ તું તારું ધ્યાન રાખીશ અને બીજી વાત તમે આપણા ઘર નીચેથી સાથે ન જતા કોઈ જોઈ જશે તો કાકીને મનાવવા મુશ્કેલ પડશે.”
“હા કાકી તમે તેજલને કહેજો.”
“હવે તું જ કહેજે તેજલને અને કહી દેજે હું તારી સાથે આવું છું.”
“હા તમે જ શીખવાડયું છે મજબૂત બનવાનું અને મારી અભિલાષા પૂરી કરવા માટે તમે કેટ કેટલું કરો છો તો મારે પણ બહું મહેનત કરવી પડશે પછી હું તમારા ઘરની વહુ બનીશ.” અને હસવા લાગી.
“તમારા બંનેની સંમતિ હશે અને ભગવાનની ઈચ્છા હશે તો મારા ઘરની વહુ જરૂર બનીશ.”
“તમને સાચી વાત કહું માસી. હું તમારે માટે જ તેજલ સાથે જાઉં છું. પ્રદર્શન તો એક બહાનું હતું તમે જ કહું હતું તમે એક બીજાને જાણી લો અને સમજી લો તમારા વિચાર મળે છે કે નહીં ? તો બે દિવસ સાથે રહીશું તો ખબર પડશે પણ આ વાત તેજલને ન કહેતા તે કેટલા હર્ષથી મને ગમે એટલે પ્રદર્શમાં લઈ જવા માંગે છે.”
“એ વાત બરાબર છે પણ ધ્યાન રાખજે કોઈને ખબર ન પડવી જોઈ. એ તું તેજલને કહી દેજે. હું સમજી ગઈ. હું તેજલને કાંઈ નહીં કહું પણ ત્યાં જાય છે તો પ્રદર્શમાં ધ્યાન આપજે માત્ર તેજલ પર નહીં.” અને હસવા લાગ્યા.
“શું માસી તમે પણ ?”
“તારા માસનું નક્કી નથી નહીં તો અમે પણ આવત.”
“વાંધો નહીં માસી પણ તમે આવત તો આપણે બધા સાથે ફર્યા હોત. એમ પણ માસીને માસા વગર ગમતું જ નથી.” ને હસવા લાગી.
“શું તું પણ. એવું કશું નથી.”
“તમે આવશો પછી આપણે બધા એક રવિવારે સાથે ફરવા જઈશું બસ.”
“અરે વાહ સાચે માસી ? તો તો કેટલી મજા આવશે.”
“હા પછી તેજલ સાથે પણ ફરજે અને મજા કરજે.” અને હસી.
“શું માસી તેજલ સાથે તો હું જઈ આવીશ. તમારી સાથે મજા આવશે અને તમને માસા વગર ન ચાલે તો કહી દો.” અને હસી.
“કાંઈ પણ એવું કાંઈ નથી મને લાગ્યું તું તેજલ સાથે જઈ આવીશ પછી એની સાથે ફરવાનું મન હોય તો જજે એટલે કહ્યું.” અને હસી પડયા.
“ઓહો હજી તો હું ગઈ નથી અને તમને લાગ્યું મને તેજલ સાથે ફરવાનું ગમશે શું વાત છે માસી તમને બહુ ઉતાવળ છે.” અને હસી.
“ના રે ના તને આવું બધું કરવું બહુ ગમે એટલે જરા મજાક કરી.”
“હા માસી ખબર છે. મને તો તમારી સાથે બહુ ફાવી ગયું અને એકદમ મજા પડી જાય છે. મારું કામ કરશો ને માસી મારા પપ્પાનું ફોન નંબર લાવી દેશો ને ? મને એમની સાથે વાત કરવી છે. તમે જ મને કહ્યુંને પપ્પા કેમ ચાલ્યા ગયા મારે જાણવું જોઈએ. મને એક વાતની નવાઈ લાગે છે પપ્પાને કાકીનું સ્વભાવ ખબર હતી તો મને અહીંયા એકલી મુકીને કેમ ગયા ? અને આટલા વર્ષ થઈ ગયા તાે પણ મારી પૂછતાછ નથી કરી.”
“હા જરૂર પ્રયત્ન કરીશ. તારી બધી વાત સાચી શું કરી શકીએ ? આપણે ખબર નથી તારા પપ્પાનેએ આવું કેમ કર્યું ? એનું જવાબ તો તેજ આપી શકે.”
“હા કાકી એ વાત બરાબર છે. હવે મારું આખું બનાવેલું ચિત્ર જોઈ લો. તમને ગમ્યું કે નહીં સાચું બોલજો ? તમે જ કહ્યું હતું મારું હાથ ધીરે ધીરે બેસી જશે.”
“હા મને તો બહુ ગમ્યું.”
“ખોટું ન બોલો. મને સારું લાગે એટલે કહો છો.”
“ના ના મને સાચે જ બહુ ગમ્યું.”
“ઠીક તમે કહો છો તો માની લઉં છું.
“હવે તમે કહો શું બનાવું ?”
“તારી ઈચ્છા હોય તે બનાવ.”
“ના માસીની ઈચ્છા પ્રમાણે બનાવીશ.”
“ઓહો એવું કેમ ?”
“એ મને સરસ વિચાર આપે છે.”
“એવું કાંઈ નથી. હવે જલ્દી બોલો ને ? તમારા લીધે તો મને પહેલીવાર ચિત્ર બનાવવાનો મોકો મળયો.”
“ઓહ તો શું થઈ ગયું.”
“એ મારી માટે બહુ સરસ તક હતી જે તમે મારી માટે કર્યું.”
“એમાં શું થયું તારું હાથ બેસી જશે પછી તને આના કરતા પણ સારી તક મળશે.”
“એ મારા માસીના લીધે જ નહીં તો ઘરમાં હું શાંતિથી કરી જ ન શકત અને તમારી સાથે મજા કરવાનો પણ મોકો મળ્યો. ખરાબ ન લાગડતાં હવે તમે મને પોતના લાગો છો તો જરા મજાક કરી લઉં છું. એ તો તમે મળ્યા પછી જરા હસતાં શીખી ગઈ.”
“જરાય નહીં બેટા હું પણ તારી સાથે કરું જ છું ને. એ તો સારી વાતે છે આમ હસ્તી રહે તું ઉદાસ સારી નથી લાગતી.”
“ઓહો માસી તમે પણ હસતા રહો.”
ક્રમશ:

