ધારાવાહિક સાચા પ્રેમની પરખ-૨૨
ધારાવાહિક સાચા પ્રેમની પરખ-૨૨
“સીમી સાથે હોય પછી આમ પણ થાક ઉતરી જશે.” અને હસ્યો.
“ઓહો રામ કાંઈ પણ.”
“સાચું કહું છું. જયારે હું એકલો હતો ત્યારે મને જરા પણ મજા આવતી ન હતી.”
“એમ રામ તારા મિત્રો તારી સાથે હતા ને?”
“હા પણ ઘરે તો હું એકલો જ હતો. મને ગમતું ન હતું.”
“ઓહ તો પહેલા મને કેમ ન મળવા આવ્યો ગાર્ડનમાં?” અને હસી.
“સીમી કાંઈ પણ મને થોડી ખબર હતી તું ગાર્ડનમાં આવે છે. એમ પણ ત્યારે મારું ધ્યાન ભણવા સિવાય શેમાં પણ ન હતું. ત્યારે પણ મેં તો મારા મિત્રોને કહ્યું મારે ગાર્ડનમાં નથી આવવું. એમણે કહ્યું ચાલને થોડી વાર. પછી એમણે બહુ કહ્યું એટલે હું આવ્યો અને મને સીમી મળી.” અને હસ્યો.
“ઓહો કેમ તારે ગાર્ડનમાં આવવું ન હતું?”
“ખબર નહીં કેમ મને કાંઈ ગમતું ન હતું એટલે હું કામ પર અને ભણવા સિવાય ક્યાં પણ જતો ન હતો. એ તો તું મારા જીવનમાં આવી ગઈ એટલે મને ચક્કર મારવાની મજા આવી નહીં તો હું ચક્કર મારવા પણ જતો ન હતો.”
"અરે રામ એવું થોડી કરાય. થોડીવાર ખુલ્લા વાતાવરણમાં જઈએ તો મન પ્રસન્ન થઇ જાય.”
“હા મને ત્યારે ખબર ન હતી કેમ કે મને ક્યાં જવાની આદત ન હતી.”
“રામ ભૂલી જા બધું હવે હું છું ને તારી સાથે.આરામ કર થોડી વાર.”
“ના,ના સીમી નથી કરવાે મને આમ જ તારી સાથે ગમે છે.”
“જો રામ થોડીવાર કરીશ તો થાક ઉતરી જશે. હું ક્યાં નથી જતી હું અહીંયા જ છું તારી સાથે. લે જો મેં તને માથા પર હાથ પણ ફેરવ્યું. હવે થોડીવાર સુઈ જા પછી આપણે સાથે જમવાનું છે.”
“ હા સીમી કહે છે એટલે સુવું છું થોડી વાર પણ તું ક્યાં પણ ન જતી.”
“ના,ના નહીં જાઉં રામ. તને જોઈએ તો મારું હાથ પકડીને સુઈ જા.” અને હસી.
“ના,ના સીમીનો હાથ એટલી બધી વાર આમ ન પકડાય પછી એનો હાથ દુઃખી આવે. એને કહ્યું છે એટલે એ મારી સાથે જ રહેશે. તે ક્યાં નહીં જાય.”
“શું વાત છે રામને સીમીનું કેટલો બધો ખ્યાલ છે. મને ગમ્યું.”અને હસી.
“હા મને હોય જ ને સીમી મારું કેટલું ધ્યાન રાખે છે.”
“ઓહો રામ ખુબ સરસ મને ગમ્યું. હવે વાત છોડ સુઈ જા.”
“હા, હા સીમી સુઈ જાઉં છું.”
“રામ તને ફાવે છે ને? નહીં તો અહીંયા બાજુમાં ગાદલા પર સુઈ જા.”
“ના,ના સીમી મને આમ સુવાની બહુ મજા આવે છે તને વાંધો નથી ને સીમી?”
“ના,ના જરાય નહીં.રામને મજા આવે એટલે સીમીને પણ મજા આવે.”
“બહુ સરસ સીમી.”
“હવે જલ્દી સુઈ જા રામ.”
“હા,હા પછી મને ન કહેતી એટલી બધી વાર મારા ખોળામાં સુવાય. હું થાકી ગઈ.”અને હસ્યો.
“કાંઈ પણ રામ . હું એવું ક્યારે ન બોલું.ચુપચાપ સુઈ જા.”અને હસી.
“હા ભલે સુઈ જાઉં છું. મને તો સીમી સાથે એટલું બધું ગમે છે. આવી મજા મને ક્યારે નથી આવી.”ને હસ્યો.”
“અચ્છા કાંઈ પણ નહીં બોલ રામ.”
“સાચું કહું છું સીમી બોલતા." રામને ઊંઘ આવી ગઈ.
સીમીને થયું હાશ રામ સુઈ ગયો. તે કેટલી મહેનત કરે છે.
ત્યાર બાદ રામ ઘણી વાર સુધી ઉઠયો નહીં. સીમીએ રામને ઉઠાડયો નહીં.
“રામ હવે ઉઠયો અને બોલ્યો શું સીમી મને કેમ ન ઉઠાડયો?”
સીમી હસીને બોલી, “મારા રામને બહુ ગમે છે એટલે મેં એને ન ઉઠાડયો.”
“સીમી મજાક છોડ.”
“એ વાત છોડ રામ તને સરસ ઊંઘ આવી ગઈ ને?”
“હા.હા સરસ ઊંઘ આવી ગઈ અને સીમી સાથે મારો બધો થાક પણ ઉતરી ગયો.” અને હસ્યો.
“અરે વાહ બહુ જ સરસ રામ. હું ખુશ થઇ.”
“ઓહો સીમી ખુશ થઇ. એનાથી મને પણ ખુશી મળી.”
“એમ. હવે રામ જમવું છે?”
“હા,હા સીમી જમવું છે. મને ભુખ લાગી છે.”
“એમ સરસ રામ ચાલ ઉભો થા. આપણે નીચે જમવા જઈએ.”
રામ હસીને બોલ્યો “મને તો ઉભું થવાનું મન જ નથી થતું સીમી.”
“એવું છે રામ. તે જ કહ્યું તને ભૂખ લાગી છે.”
“હા લાગી છે સીમી પણ એ વાત પણ સાચી છે મને આમ બહુ જ મજા આવે છે.”
“હા રામ તે કહ્યું મને બહુ જ મજા આવી.” અને હસી.
“ચાલ સીમી આપણે સાથે નીચે જમવા જઈએ.”
“હા ચાલ રામ જઈએ.”
ત્યાર બાદ બંને નીચે જમવા ગયા.
“રામ તું બેસ હું જમવાનું લઈને આવું છું.”
“સીમી હું આવું છું. તારી મદદ કરવા.”
“ના,ના રામ તું બેસ.”
“ઠીક છે સીમી મજા આવશે તારી સાથે જમીને.”
“ઓહો રામ સરસ.આજે એક જ થાળીમાં સાથે જમીએ તને ચાલશે ?” અને હસી.
“હા સીમી ચાલશે તારી સાથે જમવાની મજા કાંઈ અલગ છે.” અને હસ્યો.
“અરે વાહ રામ ચાલ મજા આવશે.” અને હસી.
ત્યાર બાદ બંનેને એક સાથે જમીને આનંદ થયો.
“સીમી આપણે જમી લીધું હવે શું કરવું છે?”
“કાંઈ પણ સીમી પણ તું મારી સાથે રહે બસ.” અને હસ્યો.
સીમી હસીને બોલી, “આજકાલ મારા વગર ચાલતું નથી તને રામ?”
“હા,હા સીમી મારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ પણ મારું ધ્યાન તો તારામાં જ હોય છે.” અને હસ્યો.
“એમ રામ એવું છે. મજાક છોડ.”
“સીમી મજાક નથી. ખબર નહીં કેમ મને તારા પ્રત્યે લગાવ થઇ ગયું છે. મને તારા વગર ચાલતું નથી.” અને હસ્યો.
“રામ મને બનાવે છે. મને બધી ખબર છે તું મારી ખેંચે છે.”
“ના સીમી એવું કાંઈ નથી હકીકત કહું છું.”
ક્રમશ:

