STORYMIRROR

Thakkar Hemakshi

Drama Romance Inspirational

3  

Thakkar Hemakshi

Drama Romance Inspirational

સાથ નિભાના - ૫

સાથ નિભાના - ૫

1 min
152

હવે ગોપી એનું કામ કરવા બેસે છે  અને રીનાબેન એમનું કામ કરવા જાય છે.

આમ કરતા સાંજ થઈ ગઈ અને રીનાબેન હોપીને ચા પીવા બોલાવે છે. ગોપી આવ ચા પી લે પછી ફરી તારું કામ કરજે.”

“ના હું ઠીક છું.”

“ચાલને હવે આવને મેં તારી માટે બનાવી છે.”

“ના મને સારું નથી લાગતું. તમને કેટલી તકલીફ આપું ?”

“દીકરી માટે માં પ્રેમથી કરે. એને કોઈ તકલીફ ન થાય. તું મારી દીકરી જેવી તો છો.”

“ઓહ મારી પાસે શબ્દો નથી શું બોલું ?”

“કાંઈ ન બોલ જલ્દી આવી જા સાથે પીયે.”

“ઠીક આવું છું.”

“સરસ હું તારી રાહ જોઉં છું.”

ત્યાર બાદ બન્ને ભેગા ચા પીવે છે.

“વાહ ચા કેટલી સરસ બનાવી છે. મજા આવી ગઈ.”

“ઓહ કાંઈ વિશેષ નથી .”

“સાચું કહું છું.”

“ઠીક."

”રીનાબેન હસતાં હસતાં બોલે છે “હવે તો મારી વહુ બનીશ ને ?”

તે પણ હસતાં બોલી “જેમ માસી કહેશે એમ કરીશ.”

“ઓહો શું વાત છે ?”

“માસી તો મારા ગુરુ છે. એમની વાત બરાબર જ હોય.”

“એવું કશું નથી. ચાલ હવે તારું કામ કરવા જા. થોડીવારમાં તેજલ આવશે પછી એને પૂછું એટલે તને જવાનું ખબર પડે.”

“હા પણ આજે મારું ચિત્રમાં રંગ ભરવાનું પૂરું થઈ જશે. હવે કાલે હું તમારા ઘરે કેવી રીતે આવીશ ?”

“એમાં શું થયું તને ગમે એ અહીંયા બેસીને જ બનાવજે. તું રોજ આવજે મને કોઈ વાંધો નથી.”

“એમ તો હું ઘરે કરું પણ કાકી મને કરવા નહીં દે. તમારા ઘરે રોજ આવું મને સારું નથી લાગતું.”

“આવું કેમ બોલે છે તને અહીંયા નથી ગમતું ?"

“ના ના બહુ ગમે છે.”

“તને સારું લાગે એટલે તો મેં તને બોલાવી હતી. તું થોડી આવી હતી. એમાં સારું ન લાગવાનું સવાલ જ નથી.”

“એ તો છે. મારા માસી કેટલા સારા છે. બધામાં મારું જ વિચાર કરે છે.”

“અરે તારો તો વિચાર કરવું જરૂરી છે. એટલા વર્ષ ન કરી શકી.” 

“ઓહ! કાંઈ વાંધો નહીં. તમે મને હવે મળી ગયા છો એટલે મારી ખુશી અનેરી થઈ ગઈ છે.”

“ઓહો તારી માસી સાથે ખુશી અનેરી થઈ ગઈ.”

“હા હા. આવી ખુશી મને ક્યારે નથી મળી.”

“સરસ હવે મેં કીધું છે એટલે તું અહીંયા રોજ વિના સંકોચ આવીશ. સમજી ગઈ.”

“ભલે હવે હું આજે માતાજીનું ચિત્ર પૂરું કરી લઉં.”

“હા કરી લે.તારા પપ્પાના નંબર તને મળ્યા ?”

“ના મને એજ સમજાતું નથી ક્યાંથી લઉં.”

“કાકા કાકી તો આપશે નહીં. એમાં તમે કાકીને પૂછી શકો કે એમના મિત્ર માંગતા હતા.”

“એ વાત બરાબર કીધી પણ હું નહીં જાઉં. તારા કાકી મને તેડો જવાબ જ આપશે. હું બીજે ક્યાંથી નંબર લઈ દઈશ.” 

“ઠીક છે. એ વાત પણ બરાબર જ છે. ચાલો હું કામ પૂરું કરું.”

“હા પછી હું એની મૂર્તિ બનારાવીશ”

“અરે વાહ પછી મને પણ દર્શન કરાવજો.”

“હા ચોક્કસ મારી દીકરીએ બનાવી છે. એને તો કરાવું જ ને.”

“ઓહો તમારી વાતો મને એટલી ગમે છે કે કામ કરવાનું આનંદ આવે છે.”

“ઓહ તો સારું છે. મારી ખુશી મારી દીકરીમાં છે.”

“અરે વાહ પણ તેજલ સામે ન બોલતા. એને નહીં ગમે તો ?”

“ના એવું ન બને.”

“સરસ તો તો સારી વાત છે.”

“હા બરાબર.ચાલ હવે કામ પતાવ પછી કાલથી બીજું ચિત્ર તને ગમે એ બનાવજે.”

“હા હમણાં થોડીવારમાં થઈ જશે.”

“સરસ. હું હવે રસોડામાં જાઉં છું.”

“ઠીક છે.”

થોડીવારમાં ગોપી રીનાબેનને પૂછે છે “તેજલ ક્યારે આવશે ? મારું કામ તો પૂરું થઈ ગયું.”

“ખબર નહીં રોજ તો આવી જાય છે કદાચ એને કાંઈ કામ આવી ગયુ હશે.”

“ઠીક થોડી વાર જોઉં નહીં તો હું ઘરે જાઉં.”

“રહે ને તને શું ઉતાવળ છે. બાજુમાં તો છે. ત્યાં સુધી તારા કાકી સુઈ જશે.”

“ઠીક એ વાત બરાબર. આજે તેજલના પપ્પા નથી દેખાતા ?”

“તે કામથી સુરત ગયા છે.”

“ઓહ તમને એમના વગર ગમતું નહીં હોય ને  ?”

“શું તું પણ લગ્નને કેટલા વર્ષ થઈ ગયા છે.” 

“તો શું થયું પ્રેમ થોડી ઓછું થાય.” અને હસવા લાગી.

“એ વાત તો સાચી.” અને હસી પડ્યા.

બન્ને વાતો કરતા હતા ત્યાં દરવાજાની ઘંટી વાગી અને રીનાબેને દરવાજો ખોલ્યો તો તેજસ હતો અને બોલ્યા " ફ્રેશ થઈ ને આવ પછી આપણે સાથે જમીયે.”

“હા મમ્મી હમણાં આવું.”

તેજસ ફ્રેશ થઈને આવ્યો એટલે સાથે જમવા બેઠા.ગોપીને તેજલની બાજુમાં બેસાડી અને પોતે ગોપીની બાજુમાં તે બેઠા.

“આજે મોડું કેમ થયું ? અમે ક્યારની તારી વાટ જોતા હતા.”

“મમ્મી કામ હતું એટલે મોડું થઈ ગયું.”

“ઠીક બધા જમી લઈએ પછી તારી સાથે વાત કરવાની છે.”

“ઠીક છે મમ્મી.”

ત્યાર પછી બધાએ જમી લીધું.

તેજસ અહીંયા આવ આપણે બધા સાથે બેસીયે.

"હા મમ્મી આવું છું.”

“મમ્મી બોલ શું વાત છે ?”

“મેં સાંભળ્યું તું બરોડા જાય છે ?”

“હા મમ્મી હું તને કહેતા ભૂલી ગયો ત્યાં ચિત્રકળા પ્રદર્શન છે એટલે બે દિવસ માટે જવાનો છું.”

“ઓહ ક્યારે જવાનો છો ?” 

“આવતા શનિવારે”

“કોણી સાથે જાય છે ?

“હું એકલો જ જવાનો છું. તને વાંધો ન હોય તો ગોપીને આવું હોય તો મારી સાથે આવી શકે છે.”

“ઠીક અચાનક તને ત્યાં જવાનું કોણે કહ્યું ?” 

“કોઈએ નથી કહ્યું મેં છાપામાં વાંચ્યું એટલે મને ત્યાં જવાનું મન થયું.”

“સરસ આપણે બધા જઈએ તો કેવું રહેશે ?”

“એટલે મમ્મી ?”  

“આપણે બધા પ્રદર્શનમાં જઈએ તો ?”

“મને વાંધો નથી પપ્પા આવશે ?”

“એ કાલે આવે એટલે એમને પૂછવું પડે અને ગોપી પણ આપણી સાથે આવી શકશે. કાલે બધું નક્કી કરીયે.”

“મમ્મી જલ્દી કહેજો તો સારું રહશે.”

“હા બેટા.”

“માસી હવે હું જાઉં. કાલે સવારે આવું.”

“ઠીક જલ્દી આવજે તો મને ગમશે.”

“હા માસી કોશિશ કરીશ.”

ત્યારબાદ ગોપી જાય છે એટલે રીનાબેન તેજલને પૂછે છે “સાચે તું પ્રદર્શન માટે જવાનો છે કે ગોપી તારી સાથે આવે એટલે કરે છે ?”

“ના મમ્મી હું સાચે જ જવાનો છો મેં ગોપીને પૂછ્યું પણ તે મારી સાથે આવે તાે વાંધો નથી ને ?ત્યારે એને હા પાડી પણ ત્યાં કયાં રહેવાનું હશે એ મને કહેજો.હું એની કાકીને શું કહું ? એ માટે હું તમને રાતના કહીશ. તમને મારા પર વિશ્વાસ નથી. એને ત્યાં ઘણું જાણવા મળશે.જે પણ કીધું મેં એના સારા માટે કીધું.

“મને શું ખબર તું એને જાણવા મળે એટલે કરે છે. મને તને સમજવામાં ભૂલ થઈ ગઈ.”

“વાંધો નહીં હું સમજુ છું તને એની બહુ ફિકર છે. હવે તમે નક્કી કરાે હું એની સાથે જાઉં કે નહી ?આપણે બધા સાથે જઈશું કે નહીં એ વિચારીને સવારે કહેજેા ત્યાં રહેવા માટે એમને કહેવું પડે.”

“ઠીક તારા પપ્પાને પૂછું તે આવશે તો આપણે બધા જઈયે.” 

“સવારે મને તે પ્રમાણે કહેજો.ત્યાં જવા માટે એમને કહેવું પડશે. ઠીક કાલે કહું.એક મહિનો ત્યાં રહેવાનું શું કહ્યું હતો ?

“ ત્યાં ચિત્રકાળની નવી તકનીક શીખડાવે છે એ મેં કહ્યું હતું એની ઈચ્છા હોય તો કરે અને હમણાં મને ખ્યાલ આવ્યું ઘણા લોકો શનિ રવિ પણ કરે છે. એમ કરવું હોય તો એમ પણ કરી શકે છે. હું ક્યારેક શનિવાર ત્યાં કામ માટે જાઉં છું. તમે બધું વિચારીને સવારે કહેજો.હું તો જઈશ મને જોવાની મજા આવે છે.

“ઠીક કાલે કહું.”

“ તમે એ પણ સવારે કહેજો કે તમે અને પપ્પા ન આવો તો એને લઈ જાવ કે નહીં ? એને તો બહુ મન છે.”

“ઠીક એની સાથે વાત કરીને બધું સવારે કહું.”

“ભલે મમ્મી.”

“શું રીનાબેન તેજલને ગોપી સાથે જવાની પરવાનગી આપશે કે બીજો ઉપાય શોધશે ? એના માટે આગળનો ભાગ વાંચો.”

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama