PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

રતન ટાટા: ક્રીટીકલ થીંકિંગ

રતન ટાટા: ક્રીટીકલ થીંકિંગ

1 min
222


તાતા સ્ટીલના અધ્યક્ષ રતન ટાટા એ જમશેદપુર ખાતે પોતાના કર્મચારીઓ સાથે એક સાપ્તાહિક બેઠક યોજી હતી. એક કર્મચારીએ એક ગંભીર મુદ્દો ચર્ચ્યો. તેણે કહ્યું કે કર્મચારીઓના શૌચાલયની સ્થિતિ, ગુણવત્તા અને સ્વચ્છતાની દૃષ્ટિએ ઘણી ખરાબ હતી જે તેમના આરોગ્ય માટે પણ જોખમી બાબત હતી. જ્યારે ઉપરીઓના શૌચાલયની સ્થિતિ, ગુણવત્તા અને સ્વચ્છતાની દૃષ્ટિએ ઘણી સારી હતી.

રતન ટાટા એ તેમના એક ઉચ્ચ અધિકારીને આ સમસ્યાનો નિકાલ કેટલા સમયમાં લવાશે એવો પ્રશ્ન કર્યો. તે ઉચ્ચ અધિકારીએ આ માટે એક મહિનાનો સમય માગ્યો.

રતન ટાટા એ કહ્યું, "હું તો કદાચ આ સમસ્યા એક જ દિવસમાં હલ કરી દઈશ. મારી પાસે એક સુથાર મોકલી આપો."

બીજે દિવસે જ્યારે સુથાર આવ્યો ત્યારે રતન ટાટા એ તેની પાસે કર્મચારીઓ અને ઉપરીઓના શૌચાલયોના નામના પાટીયાઓની અદલાબદલી કરાવી નાખી.

કર્મચારીઓના શૌચાલય પર 'ઉચ્ચ અધિકારીઓ' અને ઉચ્ચ અધિકારીઓના શૌચાલય પર 'કામદારો' એમ દર્શાવતા પાટિયા લટકી રહ્યાં.

રતન ટાટાએ દર પખવાડિયે આ અદલાબદલી ફરી કરવી એવો આદેશ આપ્યો. ત્રણ જ દિવસમાં બંને શૌચાલયોની સ્થિતિ એક સરખી - ઘણી સારી થઈ ગઈ.

સાચો લીડર ઘણી ધીરજથી તમારી વાત સાંભળે છે અને સમય વધુ બરબાદ કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ સૂઝાડે છે.

લીડરશીપ ખાલી અધિકારી કે ઉપરી બની જવા કરતા કંઈક વિશેષ છે. 

 સમસ્યા શું છે એ સમજવા ક્રિટિકલ થિંકિંગ કરવું પડે છે પણ સમસ્યાનો ઉકેલ લાવવા ક્રિએટિવ થિંકિંગ કરવું પડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational