રોન્ગ નંબર
રોન્ગ નંબર


આમ તો રોજ આરાધ્યાની સવાર મસ્ત જ રહેતી પણ આજ એ કઇંક મુંજાયેલી લાગતી હતી. આજ એનો ચેહરો ઉતરેલો હતો.
એની મૂંઝવણ એ જ હતી કે 3 જાન્યુઆરી હવે નજીક આવતી હતી અને એ હવે કઈ રીતે નયન ને બર્થડે વિશ કરશે સતત એ જ વિચાર એને બે દિવસથી અકળાવી મુકતો હતો. 8 વર્ષથી તો એ ખુદ ફોન કરી, મેસેજ કરી અને વોટ્સએપમાં પણ બર્થડે વિશ કરતી
આ નયન એટલે બીજુ કોઈ નહી પણ આરાધ્યા ને ગમતો એક છોકરો ... જે બધા થી કંઈક અલગ હતો
જેની સાથે આરાધ્યા એ આખી જિંદગી સાથે જીવવાના સપના જોયાં હતાં.
પણ સંજોગોવસાત જ નયનના લગ્ન બીજા સાથે થયાં હવે એ કઈ રીતે વિશ કરશે એ સમજાતું નહોતું!
આરાધ્યા એ પહેલા વિચાર્યું કે એસ એમ એસ કરી દેશે,
પણ પછી વિચાર્યું કે કોઈ એના સિવાય એસ એમ એસ વાંચી લેશે તો ......?
આમ પણ હવે એમના લગ્ન થઇ ગયાં હતાં, આરાધ્યા ખોટું એમની જિંદગીમાં ઇન્ટરફીઅર કરવા નહોતી માંગતી ..
પણ તો પણ એને બર્થડે વિશ કરવાની ઈચ્છા હતી..
એટલા માટે જ આરાધ્યા રોજ રોજ કંઈક નવુ વિચારતી..પણ એને બીક હતી કે ખાલી એના એક ફોન કે મેસેજથી નયન ની જિંદગીમા મોટી સમસ્યા ઓ સર્જાવવાની શકયતા ઓ વધી જતી હતી...
અંતે બીજી જાન્યુઆરીની રાત આવી ગઈ ને એ કઈ રીતે નયન ને બર્થ ડે વિશ કરશે એ જ મુંઝવણ માં હતી.
અંતે ત્રીજી જાન્યુઆરી એ આરાધ્યા એ એનાં માનેલા ભાઈ સમીરનાં નંબરમાંથી ફોન કર્યો ને સામે છેડેથી નયનના અવાજમાં હેલ્લો સંભળાયું ...
અંતે હિંમત કરી ને આરાધ્યા રડમસ અવાજે હેલ્લો નયન "હેપ્પી બર્થ ડે" બોલી .
નયન જેના વિશની રાહ જોતો હતો રાત નાં બાર વાગ્યાથી અંતે એનો ફોન આવી જતાં નયન પણ રાહત અનુભવતો હતો પણ નયનને ખબર હતી કે જો એ પોતે એની આધુ સાથે વધુ કંઈ વાત કરશે તો આરાધ્યા વધુ દુ:ખી થશે. આ બધુ નયન વિચારતો હતો ને સામે છેડેથી અરાધ્યાનું હેલ્લો હેલ્લો સંભળાતું હતું
અંતે નયને પણ હિંમત કરી ને પુછ્યું હેલ્લો કોણ?
આરાધ્યા એ કહ્યું હું આધુ..
પણ નયન આધું ને વધું રડાવવા નહોતો માંગતો,
એટલે નયને જ પૂછ્યું કોણ આધું?
હું કોઈ આધુ ને નહી ઓળખતો ને હું કોઈ નયન નથી..
ઈટ ઈઝ "રોન્ગ નંબર"!