આધુ.......
આધુ.......


આધુ..
જે અવાજમાં આરાધ્યા પોતાનું નામ સાંભળવા 2 વર્ષ 10 મહિના 9 દિવસ 9 કલાક ને 27 મિનીટ થી રાહ જોતી હતી. એ જ અવાજ માં આજે આધુ સાંભળવા મળ્યું .
થોડીવાર માટે તો આરાધ્યા થાપ ખાઈ ગઈ એને પોતાના મનનો વ્હેમ લાગ્યો. એક ડગલું ભર્યું ત્યાં પાછો એ જ અવાજ માં આધુ સંભળાયું. પાછળ ફરી ને જોયું તો નયન જ હતો..
નયન તું?
નયને હકારમાં માથું ધુણાવતાં જવાબ આપ્યો.
હજુ આરાધ્યા કંઈ પણ બોલે એ પહેલા તો ભૂમી આવીને કહ્યું હાઈ આરાધ્યા આજ થી અઢી વર્ષ પહેલા મે જે કંઈ પણ તારી સાથે વર્તન કર્યુ એ બદલ હું દિલથી તારી માફી માંગું છું.
ભૂમી એટલે બીજું કોઈ નહી પણ નયનની પત્ની. નયનની પત્ની એ પણ જાણતી હતી કે નયન ને આરાધ્યા એકબીજા ને ચાહે છે ને એટલા માટે જ ભૂમી એ 14 ડિસેમ્બરના આરાધ્યાને લગ્નમાં આવવ
ા ચેલેન્જ આપી હતી ને આરાધ્યા એ લગ્નમાં જઈ બંનેને શુભકામના ઓ પાઠવી ભૂમીની ચેલેન્જ પૂરી કરી હતી.
એ જ વર્તન બદલ આજે ભૂમી આરાધ્યાની માફી માંગતી હતી. આરાધ્યા તો હતી જ દરિયાદિલ ભૂમી એ માફી માંગી ને આરાધ્યા એ માફી પણ આપી દીધી.
પણ હજુ નયન સાથે બોલવામાં અચકાતી હતી. પણ નયન આધુ આધુ કહી એને ભૂતકાળમાં લઈ જતો હતો.
નયન ને ભૂમી ને જોઈ આરાધ્યાની આંખોના ખૂણા સહેજ ભીના થઈ ગયા હતાં જેની જાણ નયન ને તરત જ થઈ ગઈ હતી.
આરાધ્યા એ ફરીથી રડમસ અવાજે બંનેને આગળની જિંદગી માટે શુભેચ્છા પાઠવી અને ત્યાંથી નીકળી ગઈ એ પછીથી લઈ ને બે ત્રણ દિવસ સુધી સતત આરાધ્યા ને નયન નુ બોલેલું આધુ સંભળાતું રહ્યું ને એક અઠવાડીયા માં તો આરાધ્યા નું મૃત્યુ થઈ ગયું કારણ આરાધ્યા છેલ્લા પાંચ વર્ષથી બ્લડ કેન્સરથી પીડાતી હતી.