રોજની સફર
રોજની સફર
આજના સફરમાં હું થોડો લેટ થઈ ગયો. દોડી દોડીને ટ્રેનના છેલ્લા ડબ્બા સુધી માંડ માંડ પહોંચી ગયો પણ ત્યાં જઈને જોયું તો ક્યાંય પણ જગ્યા જ નહીં. પછી માંડ માંડ મારા એક મિત્રએ બધા ડબ્બા ફરીને જગ્યા કરી અને મને એક દાદીની બાજુમાં જ જગ્યા મળી ગઈ અને મારી જોડે બે વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા તો હતી જ. સામેની હરોળમાં પણ એક જગ્યા ખાલી હતી. દૂર જોયું તો એક એક છોકરી ઊભી હતી તેને મે બોલાવી અને જગ્યા આપી.
યાર કેટલી મસ્ત છોકરી હતી. કદાચ કોઈ પરીક્ષા આપવા જતી હશે. થોડી ગભરાયેલી હતી.
પહેલી જ વાત ટ્રેન માં સફર કરતી હોય ને એમ જ આજુ બાજુ ની વસ્તુઓ અને લોકો ને જોયા કરતી હતી. થોડી વાત વાંચે અને થોડી વાર ખીડકી ની બહાર નિહાળે. કદાચ આ સફરમાં હું સુઈ જ જાત પણ તે આવી ને આંખો બંધ થવાનું નામ નહોતી લેતી.
થોડો આગળ એક બીજું સ્ટેશન આવ્યું ત્યાંથી પણ એક છોકરી ટ્રેનમાં ચઢી. રોજ જોયેલી તો નતી પણ એ છોકરી રોજ સફર કરતી હોય એમ જણાય આવ્યું એના થોડા ટેન્શનમાં હતી. સ્પીડમાં મોબાઈલ માં ટાઈપિંગ કરતી હતી કદાચ કોઈ વાતની ચિંતા હશે. બોસ નું કામ બાકી હશે કે બીજું કાંયક... થોડી વાર ઊભી રહી મારી બાજુમાં જગ્યા હોવા છતાં. મે પણ તેને જગ્યા માટે પૂછવાની તસ્તી ના લીધી.
પાંચ એક મિનિટમાં એ પણ મને કહેતી કે થોડી જગ્યા કરી આપો. અને મે તેને જગ્યા આપી તે બેઠી. મોબાઈલમાં જ વ્યસ્ત હતી. થોડી નજર કરી ને મે જોયું તો એક પ્રેઝન્ટેશન બનાવતી હતી. પછી લેપટોપ કાઢી ને પાછી એમાં પ્રેઝન્ટેશન બનાવવા બેસી ગઈ.
એક ગભરાયેલી છોકરી. એક ચિંતાથી ઘેરાયેલી છોકરી. એક જીવન ના અનુભવી અને એકદમ શાંત દાદી મા. એક કંઠી કરતો છોકરો અને થોડા અજાણ્યા ચેહરાઓની વચ્ચે મારી સફર કયા પૂરો થવા આવી ખબર ના પડી.
