મુલાકાત
મુલાકાત
એક સરળ અને સુંદર સ્ત્રીને મેં આજે એક પ્રશ્ન કર્યો,
પૂછ્યું કે " ભૌતિક વસ્તુઓ તમને ખુશી આપી શકે ખરી ?"
તે સ્ત્રી અને એક સહજ અને વાસ્તવિક ઉત્તર આપ્યો કે,
હા, તે વસ્તુઓ તમને ક્ષણિક સુખ આપી શકે.
કહેવાય ને પેલું શોર્ટ ટર્મ હેપ્પીનેસ...
તેમણે કહ્યું "નથીંગ ઇઝ પરમેનન્ટ" અને સાચ્ચે, સરળ શબ્દોમાં ઊંડાણભરી વાત કરી ગઈ.
મારા પ્રશ્નનો ઉત્તર મને મળી ગયો પણ, સાલું એ સ્ત્રીનું આટલું વાસ્તવિક હોવું મારા અંતરમનમાં પ્રશ્નોની એક લાંબી કતાર કરી ગયું. હું વાસ્તવિકતાથી ભટકાઈ ગયેલો, હતાશાથી ઘેરાઈ ગયેલો, તે સ્ત્રી સાથે કરેલી થોડી જ ક્ષણોની વાતચીતમાં થોડો ઉભરી આવ્યો.
વ્યક્તિ સાથેની મુલાકાત ભલે સમયાંતરે ક્ષણિક થતી હોઈ, પણ એ ક્ષણમાં જ લાંબા સમયથી ચાલતી મૂંઝવણોનો ઉકેલ મળી જતો હોય છે,
બસ એ વ્યક્તિને ઓળખવાની અને તેની સાથે સરળ વાત કરવાની જ વાર હોય છે.
