મેચ્યોરિટી
મેચ્યોરિટી
"મેચ્યોરિટી" આ શબ્દ કેમનો આપણાં વ્યક્તિત્વમાં વણાઈ ગયો કાંઈ ખબર જ પડી. ક્યારેક તો મેચ્યોરિટી એટલે શું એજ નહોતી ખબર. સાવ બદલાય ગયું બધું. આખો દિવસ ધમાલ મસ્તી કરતું એ આપણું વ્યક્તિત્વ એક શાંત સરોવર જેવું થઈ ગયું. એ સ્કૂલ ના દિવસો જેમાં અભ્યાસ બહુ સહેલો હતો છતાં ભણવાનું મન નહોતું થતું. સાવ સરળ પરીક્ષા આવતી હોવા છતાં સારા માર્કસ નહોતા મેળવી સકતા. અને અત્યારે ગ્રેજ્યુએટ થયા જવાના આરે છે. કૉલેજ અભ્યાસ થોડો અઘરો હતો તે છતાં સારા ગુણ મેળવી ને પાસ થય ગયા મારા ખ્યાલથી આજ મેચ્યોરીટી છે.
અત્યારે રોજગારીની સોધ માં નીકળી પડ્યા છે, એ બધા મિત્રો જે ક્યારેક આખો દિવસ મસ્તી જ કરતા રહેતા. કોય નદી ની જેમ આગળ નીકળી ગયા તો કોયક તળાવ ની જેમ ત્યાં થંભી ગયા. ક્યારેક પોતાના માં પરિવર્તન આવી ગયું કય ખબર નાં પડી. હુ જે કદાચ કોય વ્યક્તિ જોડે વાત કરતા થોડો અચકાતો હતો. પોતાને કદાચ હું નાનો સમજતો હતો પેલું કેવાય છે ને કે "લઘુતાગ્રંથિ" એજ હતું મારામાં અને અત્યારે હવે એવું નથી થાતું, પોતાને પણ મહત્વ આપવા લાગ્યો છું, ભવિષ્ય નાં જીવન નું વિચારવા લાગ્યો છું, આવતી કાલ માટે અત્યારે જ તૈયાર થવા લાગ્યો છું. કારણ કે હું મેચ્યોર થય ગયો છું.
ભવિષ્ય નુ ચિંતા એ સોખ ને જ્યારે થોડા સમય માટે મારી નાખ્યાં હોય એવું પ્રતીત થાય છે. નાની મોટી જવાબદારીઓ થી મન થોડું ભારે ભારે જણાય છે. હવે કય સિખવા માટે કોય ની ઝાઝી જરૂર નથી પડતી કે કોય બહાનું પણ નથી કાઢતો આપ મેળે સિખી જાવ છું. હવે પૈસાનો ઉપયોગ પૂરતો જ વપરાશ થવા લાગ્યો છે. મિત્રો સાથે મસ્તી કે ધમાલ નહિ પણ પ્રગતિ અને સફળ થવાની જ વાતો થવા લાગી છે.
કેમ કે હવે મેચ્યોરિટી આવી ગય છે મારામાં.
