STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

રોબર્ટ હવે રાધાસ્વામી

રોબર્ટ હવે રાધાસ્વામી

1 min
175

શીકાગોથી ભારત આવી રેલવેમાં મુસાફરી કરતા 

એક રેલવે સ્ટેશન ઉપર 

આજથી પચાસ વરસ પહેલા પાણી પીવા નીચે ઉતરેલો યહૂદી છોકરો લખે છે કે

તે દિવસે ભીડ ખુબ હતી

સાઠ માણસ સમાય તેવા ડબ્બામાં દોઢસો માણસ ભર્યા હશે

બધે માણસ માણસ 

સ્ટેશન આવ્યું હું અને મારો મિત્ર ખુલ્લી હવામાં શ્વાસ લેવા, મોકળાશ અનુભવવા માંડમાંડ કરીને ડબ્બાની બહાર આવ્યા

અમને તરસ પણ લાગી હતી

પણ બહારેય ક્યાં મોકળાશ હતી આકાશમાં વાદળો અને સ્ટેશનમાં માણસો

અમે પાણી પીને પાછા આમારા ડબ્બામાં ચડીયે તે પહેલા ટ્રેન ઉપડી ગઈ

ભીડને કાપીને અમે ટ્રેન પકડી શક્યા નહિ

 અમારી ભૂલ હતી કે આવા ગીર્દીવાળા સ્ટેશનમાં અમે પાણી પીવા ઉતર્યા


સમય હતો સવારનો

સૂરજ નીકળું નીકળું થઈ રહ્યો હતો

સવાર અને સ્ટેશનનું વાતાવરણ મારી હાજરીથી  મૂંઝાઈ રહ્યું હતું

અમે અજાણ્યા એક અજાણ્યા રેલવે સ્ટેશન ઉપર 

હવે ક્યાં અને કેમ જવું તેનો મને કઈ અંદાજ ના હતો

હું અને મારો મિત્ર પ્લેટફોર્મ ઉપર ઊભા હતા

શું ટ્રેનમાંથી ચડતા અને ઉતરતા ભીડના પ્રવાહમાં ભૂલા પડેલા પ્રવાસી હતા અમે ?

મેં ઉપર વાદળ સામે જોયું


વાદળ કોઈ આકાશવાણી કરતા હોઈ તેમ મને  કહેતા હતા ..... ના રે ના

મારા હૃદય અને ચીતભાવમાં કોઈ જન્મ થવાનો હોઈ તેવી ચેતના પ્રગટી રહી હતી

ભીડ પણ ભાવુક હતી

શું થવાનું હશે ?


અમે પ્લેટફોર્મ છોડી સ્ટેશનના મુખ્ય દરવાજા તરફ ગયા  

એક સાધુ આવીને અમારી સાથે ચાલવા લાગ્યો

પૂછી લીધું અમને

તમે કૃષ્ણ પરમાત્મા વિષે કઈ જાણો છો 

અમે કહ્યું અમે તો પરદેશી છીએ કઈ વધુ જાણતા નથી

તે હોશપૂર્વક બોલવા લાગ્યો

અરે કૃષ્ણ પરમાત્મા તો આમારા ભગવાનનું નામ છે

તે રહે છે તો સ્વર્ગમાં

તે જન્મ અને મૃત્યુથી પર છે

પણ વખતો વખત જગતને માર્ગદર્શન આપવા અને ધર્મનું સ્થાપન કરવા અવતાર ધારણ કરે છે

ધીમે ધીમે બધા સ્ટેશનથી બહાર આવ્યા

દરેક દિશામાંથી ભીડ કીર્તન અને નર્તન કરતી કરતી એક મંદિર તરફ જઈ રહી હતી 

હું પણ તણાતો હતો

તણાતો રહ્યો  અને મંદિર સુધી પહોંચી ગયો

કોનું હશે તે મંદિર

શું નામ હશે ગામનું

એ ગામનું નામ મથુરા હતું

તે દિવસ જન્માષ્ટમીનો હતો

મંદિર મથુરાનું કૃષ્ણ મંદિર હતું

કૃષ્ણ એક ભાવ છે

ભક્તોના હૃદય ઊભો થતો ભાવ

મારા અંદર ધીમો ધીમો સૂર જાગી ચૂક્યો હતો

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 

હું શું કામ આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે તેનો અણસાર મને આવી ગયો

અમે નક્કી કર્યું કે આજે અમે અહીંયા જ રોકાઈ જાશું

બસ આજની ઘડીને કાલનો દિ 

હું ભારતમાં છું

પહેલા હું શીકાગોનો રોબર્ટ હતો

હવે દાસને લોકો રાધાનાથ સ્વામી કહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational