Bhanuben Prajapati

Inspirational Others

4.0  

Bhanuben Prajapati

Inspirational Others

રંગથી ભરેલું જીવન

રંગથી ભરેલું જીવન

3 mins
126


માનવીનું જીવન અનેક રંગોથી ભરેલું છે. દરેક પ્રકારના રંગમાં માનવીની રીતભાત છૂપાયેલી છે. શુભ પ્રસંગ હોય એટલે લાલ રંગ વધારે શુભ માનીએ છીએ. કાળો અને સફેદ રંગની આપણે આપણા જીવનમાં દર્દ ભર્યા કોઈ પ્રસંગમાં આપણે એને શણગારીએ છીએ. શું આ બધા રંગોથી માનવીનું જીવન શરૂ થતું હશે. ઘણી વખત પ્રશ્ન થાય છે કે,મનુષ્ય દરેક રંગ એના સામાજીક દ્રષ્ટિકોણ પ્રમાણે પહેરવાનો હશે?જ્યારે કોઈ વિધવા સ્ત્રી રંગીન કપડાં પહેરે તો તરત જ સમાજમાં આંગળી ઊઠે છે. અરે આને તો પણ શરમ જેવું જ નથી ! અત્યારે આવા રંગીન કપડાં અને સોળે કળાએ એ થોડું શણગાર કરાય. અને જ્યારે કોઈ સ્ત્રી વધારે પડતા રંગીન કપડાં તૈયાર થઈને નીકળી હોય તો તરત ટકોર કરે અમને તો કંઈ ધંધો જ નથી તૈયાર થઈને હાલી નીકળ્યા. સમાજને કઈ બાજુ પહોંચવાનો. દરેક રંગ પણ એમને નક્કી કર્યા અને દરેકના જીવનમાં કયો રંગ પહેરવો એ પણ નક્કી કરી દીધા. ક્યારેક મનમાં થાય છે તે માનવીનું મન તો અનેક વિચારો અને સપનાઓનું ભરેલું છે એને પોતાના મનથી રંગો કેમ ન પહેરી શકે ? દરેકને રંગોની પરિભાષામાં છૂપાવવું ગમે છે. દરેક રંગમાં રંગાવું દરેકને ગમે છે દરેક રંગમાં દરેક વ્યક્તિને પોતાના વિચારોને હંમેશને માટે તરબોળ કરવા છે.

 માનવીને તો મન દરેક રંગ શુભ જ હોય છે કાળો રંગ કહીએ છીએ કે અશુભ છે પરંતુ મનુષ્યના જીવનનો વિકસિત પાયો તો કાળા રંગના પાટીયાથી શરૂ થતો હોય છે. અને સફેદ રંગ એટલે કે ચોકથી એની ભાવિ નક્કી થતું હોય છે. તો કાળો અને સફેદ રંગ કેવી રીતે માનવાનું જે અશુભ છે. જે મનુષ્યના જીવનમાં કાળો અને સફેદ રંગ અને ઉચ્ચતર સ્થાન પર બેસાડે છે અને તેના કારણે તો એ દરેકના જીવનમાં ખુશી ભળી જતી હોય છે, પરંતુ ખબર નહીં કેમ કે દરેકના વિચારો કેમ અલગ હશે.

વ્યક્તિમાં પણ એવું જ થાય છે કોઈ ગોરા રંગનું વ્યક્તિ હોય તો દરેકને પસંદ આવે છે અને શ્યામ રંગનું વ્યક્તિ હોય તો ઓછું પસંદ આવે છે. પરંતુ કુદરતે ઘડેલો દરેક વ્યક્તિનો રંગ સુંદર હોય છે છતાં પણ આ રંગો નો ભેદ વ્યક્તિઓમાં પણ જોવા મળે જાય છે. જ્યારે દીકરા માટે વહું લેવા જવાની થાય ત્યારે તરત ગોરી વહુ શોધે છે ભલે દીકરો શ્યામ હોય અને દીકરી શ્યામ હોય તે પણ ગોરો રંગ પસંદ કરે છે 

રંગોથી ભરેલું માનવીનું જીવન એમ રંગોની અસમાનતાના કારણે વેડફાઈ જતું હોય છે.

આકાશમાં રચાતા મેઘધનુષ્યના રંગો પણ કુદરતી રીતે કેટલા સુંદર લાગે છે એમ તો સફેદ વાદળી કે કાળા રંગના આકારો છૂપાયેલા છે, છતાં પણ દરેકને મેઘ ધનુષ્ય ખૂબ જ ગમતું હોય છે તો મનુષ્યનું જીવન પણ દરેક રંગોથી

મેઘ ધનુષ્ય જેવું જ છે. તો શા માટે ? આ રંગોના ભેદભાવ માણસે પોતાના જીવન જીવવામાં વણી લેવામાં આવ્યા છે. દરેક વ્યકિતએ પોતાના જીવનના સફળ પાસા તરીકે ઉપયોગ કરવો જોઈએ અને રંગોથી જીવન સુશોભિત બનાવીને ખુશીઓથી ભરી દેવું જોઈએ.

 હોળી, ધુળેટીનો તહેવાર રંગોથી ભરેલો છે. કેસુડાના રંગોથી રંગ બનાવવામાં આવે છે અને રંગના છાંટણા કરવામાં આવે છે ધુળેટીના દિવસે તો દરેક રંગો બાળકની પિચકારીમાં ભરાઈ જાય છે અને બાળકોને ખુશીનો તહેવાર બની જાય છે કુદરત પણ વસંતની જેમ ખીલી ઊઠે છે.

કુદરતની કળા પણ જુઓ કે પાનખર પછી વસંત આવે છે અને એ વસંતમાં દરેકે દરેક છોડ ઉપર અલગ અલગ રંગોથી સુશોભિત થઈ જાય છે કુદરતને પણ રંગોની સુશોભનનો શણગાર ખૂબ જ ગમે છે એટલે તો વસંતમાં દરેક રંગોનો તહેવાર એટલે કે ધુળેટી હોળી ને ઉજવવામાં આવે છે.

 કુદરતે આપેલા રંગોને આપણે માણીએ અને દરેક રંગોની શુભ માની અને જીવનને પણ દરેક રંગોથી ભરી ને ખૂબ જ સુંદર રીતે જીવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational