Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

BINAL PATEL

Inspirational


3  

BINAL PATEL

Inspirational


રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૫

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૫

4 mins 762 4 mins 762

આગળ આપણે જોયું કે વિકી બેબાકળો થઈને જૅકીને શોધી રહ્યો છે, કૅફે જઈને જોવે છે તો ત્યાં પોલીસનો બંદોબસ્ત એટલે અંદર જઈ નથી શકતો અને એટલે જ બહાર આવીને ફાંફા મારવા લાગે છે. ત્યાં જ એનો ફૉન રણકે છે અને હૅલન ડૅની નામની એક લૅડી વાત કરે છે હવે આગળ.

 'હેલો, હુઝ ધીસ ?'

 'હૅલન ડૅની હીઅર. ઈઝ ધીસ વિકી પટેલ ?'

 'યસ, હાઉ વુડ યુ નો અબાઉટ માયસેલ્ફ ?'

 'જૅકી ટોલ્ડ મી. હી ઇસ યોર ફ્રેન્ડ ના ?'

 'યેસ યેસ... વ્હેરે ઇસ હી ? આઈ નીડ તો ટૉક વિથ હિમ. ઈટ'સ અર્જન્ટ. પ્લીઝ.'

 'રિલેક્સ મૅન.. હી ઇસ સેફ હીઅર. આઈ આમ સેન્ડિંગ માય રેસિડન્સ ડિટેઈલ્સ.'

'ઓક. થેન્ક યુ હૅલન. થેન્ક યુ, સી યુ સૂન.'

ફોને પરની વાત પરથી વિકીને થોડી શાંતિ થઇ. પરંતુ અચાનક જ એના મગજમાં વિચાર આવ્યો કે આ હૅલન સાચું બોલે છે કે ખોટું એ જાણવા જૅકી સાથે વાત તો કરવી જ રહી. એને ફરી ફોન લગાડ્યો પરંતુ ફોન લાગ્યો નહિ, મોબાઈલમાં એક મેસેજ આવીને પડ્યો હતો. જેમાં હૅલનએ પોતાનું એડ્રેસ મોકલ્યું હતું.


વિકીએ ડાઇરેક્ટ જેકીને જ કૉલ જોડ્યો અને સંજોગોવસાત ફોન લાગ્યો પણ ખરો અને પછી બસ ખાલી રિંગ જ વાગી. ફોન ના ઉપાડ્યો એટલે ચિંતા ફરી વધવા લાગી અને મગજ ફરી ચકરાવે ચડ્યું.  હૅલનને કોલ કર્યો પરંતુ ફોન ઉપડ્યો નહીં એટલે અંતે કંટાળીને કોઈ રસ્તો ના મળતાં હૅલને મોકલેલ અડ્રેસ પર જવાનો નિર્ણય કરી કારને ફૂલ સ્પીડમાં ઉડાવી.

કાળામાથાના આ દરેક માનવીનો સ્વભાવ છે સાહેબ કે ચિંતા, તકલીફ કે મુસીબતમાં એને નકારાત્મક વિચાર પહેલા આવે અને એ જ વિચાર એને અંદર ને અંદર ખાઈ જાય. વિકિની હાલત અત્યારે એવી જ હતી. જીવન જાણે નવા વર્ષની શરૂઆતમાં જ ડામાડોળ થઇ રહ્યું હતું. બધું એની જાણ બહાર અને અનિશ્ચિત થઇ રહ્યું હતું. આખા રસ્તા પર આ જ વિચારો કરતા વિકીએ કાર હંકારે રાખી. થોડા સમયમાં આપેલ અડ્રેસ પર પહોંચી ને એણે કાર પાર્ક કરી અને ડૉર બૅલ વગાડ્યો. દરવાજો ખોલવામાં ઘણી જ વાર થઇ એટલે ફરી એણે ડૉર ને ખખડાવવા લાગ્યું અને ચિંતામાં વધારો થયો. સમજમાં નહતું આવતું કે આ બધું શું થઇ રહ્યું છે.

'કમિંગ....', હેલેને કહ્યું.

'દરવાજો ખોલી હેલેને કહ્યું,'વિકી ?'

'યસ, આઈ એમ. માય ફ્રેન્ડ જૅકી ? આઈ વોન્ટ ટુ સી હિમ રાઈટ નાઉ.'

'યસ. હી ઇસ હીઅર..'(જૅકી સોફામાં સૂતો હતો જાણે કે બેભાન હોય એમ, હેલેને ઈશારો કરીને વિકીને બતાવ્યું.)'

જેકીને સહીસલામત જોતા જ વિકી એણે ભેટી પડ્યો અને રડમસ અવાજે બોલવા લાગ્યો.

"દોસ્ત, શું થયું તને ? આમ અચાનક બધું કઈ રીતે બન્યું ? તુ કઈ બોલતો કેમ નથી ?

'રિલેક્સ વિકી, હી ઇસ સ્લીપિંગ. કમ હીઅર. આઈ વિલ એક્સપ્લેઇન યુ.'

સામેની ખુરશી પર બેસીને વિકી જરાક રિલેક્સ થયો અને હેલેને એણે ડ્રિન્કીંગ વોટર સાથે આલ્કોહૉલ ઓફર કર્યું પરંતુ વિકીએ ખાલી નોર્મલ વોટર લઈને બાજુના સોફામાં બેસી ગયો અને હેલેનની વાતને સાંભળવા માટે મગજથી તૈયાર થઇ ગયો. 

હેલેન એ ૪૫ વર્ષની લૅડી લગતી હશે, એટલા મોટા ઘરમાં એકલી રહે છે ? એનું કોઈ ફેમિલી નથી કે શું ? આ જેકી અહીંયા કેવી રીતે પહોંચ્યો ? આ લૅડી એને અહીંયા કેમ લઇ આવી? વિકી બેભાન કેમ થયો ? એનો ફોન આવ્યો ત્યારે એના અવાજમાં કેટલું દર્દ સાંભળતું હતું, એનો ફોન નહતો લાગતો, અને બીજા હાજર સવાલ એના મનમાં આવી ગયા. એ બધા જ સવાલોના જવાબ સાથે હેલેન આવીને ખુરશી પર બેઠી અને વાત ચાલુ કરી.

(વાત અંગ્રેજીમાં જ થઇ છે, ગુજરાતીમાં રૂપાંતર કરીને જાણવું છું.)

 

'વિકી, માય ચાઈલ્ડ. પહેલા તો તું થોડો શાંત થઇ જા. મગજ શાંત કરીને રિલેક્સ ફીલ કર અને ચિંતા, વિચારો છોડી દે. તારા બધા જ સવાલોના જવાબ મારી પાસે છે. હું અને જેકી ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છે. જેકી મારા દીકરા જેવો છે. હું તો ઘણા સમયથી એકલી જ રહતી હતી. ૪ વર્ષ પહેલા જેકી મને ગૉડ ગિફ્ટ તરીકે મળ્યો છે એવું કહું તો કાંઈ જ ખોટું નથી. હું પ્રાઇવેટ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર કામ કરતી હતી. બધું જ ખુબ સરસ ચાલી રહ્યું હતું અને એ દિવસએ મને ઘરે જતા થોડું લેટ થઇ ગયું હતું અને કારનો એક્સીડંટ થયો અને હું બેભાન થઇ ગઈ. પછી જેકી એ સમયે રસ્તેથી નીકળ્યો અને એને મને આ અવસ્થામાં જોઈ એટલે મને લઈને હોસ્પિટલ ગયો, સમય જતા જાણ મળી કે મારા ફેમિલીમાં કોઈ નથી અને દૂરના સગા કોઈ આવે નાઈ એટલે વીક સુધી મારી સેવા કરી. મને ઘરે મૂકીને ગયો પછી એના દિલને ટાઢક વળી. એ દિવસથી વિકમાં એક દિવસ મને મળવા આવે અને જમવા અમે જોડે જ જઈએ. ઘણા વર્ષોથી જાણે મારા સનની દરેક કમી એ પુરી કરી રહ્યો હતો અને એ જ સમય હતો અમે ઘણા સુખ-દુઃખ વહેંચ્યા. જોડે હાસ્ય, રડ્યાં અને ખુબ બધી મેમરી ભેગી કરી. ધીમે-ધીમે મારી ઉંમર વધવા લાગી અને શરીર સાથ આપતું ઓછું થઇ ગયું. જેકી મને 'હૅલન માં' કહીને જ બોલાવે, મારી જન્મભૂમિ ભલે લંડન રહી પરંતુ ભારતની ધરતીનો લાલ મને એના રંગમાં રંગી ગયો. જે પ્રેમ, સ્નેહ,લાગણી,માન-સમ્માન અને ઈજ્જત બધું જ એ જેકીમાં મને જોવા મળ્યું અને એટલે જ મને સમજાયું કે ઇન્ડિયામાં લોકો "અતિથિ દેવોભવ:" કેમ કહે છે ! થોડું ગુજરાતી બોલતા શીખવ્યું છે. બહુ શાંતિની જિંદગી લગતી મને. 

હૅલન વધારે કઈ બોલે એ પહેલા જેકી એ આંખ ખોલી અને ઉંહકારો દીધો..

'હૅલન માં', જેકી બોલ્યો.

વિકી તરત એની પાસે જઈને હાથ પકડીને બેસી ગયો.

હૅલન પણ સાથે આવીને બેઠી, હજી જેકી પુરેપુરો ભાનમાં નહતો આવ્યો. 

વિકી અને હૅલન એકબીજા સામે જોઈ રહ્યા.

વિકીના મનમાં જ છાપ હતી જેકી માટેની એ આખી અલગ જ નીકળી.

જેકી બેભાન કઈ રીતે થઇ ગયો?

હૅલન જ કઈ પણ કહી રહી હતી એ સાચું જ હતું?

વિકીનું નવું વર્ષ કેવી અદભુત સરપ્રાઈઝ લઈને આવનું હતું!

બંને ભાઈ-બંધની આ જુગલબંદી કેવી લાગી રહી છે?

આગળ શું થશે એ જોવા આગળના ભાગમાં મળીએ.(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from BINAL PATEL

Similar gujarati story from Inspirational