STORYMIRROR

Dhruvi Patel

Drama Others

4.4  

Dhruvi Patel

Drama Others

રક્ષાબંધન

રક્ષાબંધન

6 mins
296


 " મમ્મી, ચલ ને હવે આપણે બજારમાં નથી જવું ?" મમ્મી ઘરમાં કામ કરતા કરતા મીનુનો અવાજ સાંભળીને બોલે છે. કેમ બેટા અત્યારે બજારમાં જવું છે." 

  મીનુ મમ્મીને જવાબ આપે એટલામાં તો મીનુ નો ભાઈ ઉપર ના બેડરૂમમાંથી જવાબ આપે છે, મમ્મી તુંં કોને પૂછે છે ? મીનુને ? તને ખબર તો છે તે કેેમ બજારમાં જવાનું કહે છે ? એને બજારમાં એની ખરીદી સિવાય બીજું કંઈ સૂઝે.

 મીનુ ગુસ્સે થઈને બોલી, તું બંધ થાને તને મેં ક્યાં કંઈ પૂછ્યું છે તો તું વચ્ચે બોલેે છે. આમ બંને ભાઈ બહેનનો મીઠો ઝઘડો થોડો ચાલ્યો. આના મીઠા ઝઘડાથી કંટાળીનેે મમ્મી બોલી તમે બંને બંધ થશો કે નહીં.

 મમ્મીનો ગુસ્સાવાળો અવાજ સાંભળીને મીનુ અને તેનો ભાઈ ચૂપ થઈને સોફામાં બેસી ગયા. સોફામાં બેસીને બંને ભાઈ-બહેન શાંતિથી, પ્યારથી એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ભાઈ બહેન નો ઝગડો ક્યારે લાંબા સમય સુધી ટક્યો છે ખરા? બધા જ ભાઈ બહેન વચ્ચે આવી મીઠી બોલચાલ તો ચાલતી જ રહેતી હોય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ બહેન ની આ બોલચાલ વગર ઘરનું વાતાવરણ બહુ સૂનું સૂનું લાગતું હોય છે.

 પછી બંને ભાઈ-બહેન એકબીજા સામે જોઈને જોર જોરથી હસવા લાગ્યા. ત્યારે મમ્મી એ પૂછ્યું, એ મીનું તારેેે બજાર કેમ જવું હતું? મમ્મી, તું જાણતી નથી હવે રક્ષાબંધનનો તહેવાર બહુ નજીક માં આવી રહ્યો છે. તો આપણે તારા ભાાઈ એટલે મામા માટે અનેે મારા આ નટખટ ભાઈ એવા ગોલુ માટે રાખડી નથી લાવવાની?

 તને ખબર છે આપણે બજારમાં થોડા વહેલા જઈશું તો આપણને બજારમાંથી નવી નવી ડિઝાઈનવાળી રાખડીઓ જોવા મળશે. નહીતો પછી છેલ્લે બજારમાં ભીડ પણ બહુ હશે અને નવી નવી રાખડીઓ પણ જોવા નહીં મળે. મમ્મી બોલી, હા બેટા સારું કર્યું તે યાદ કરાવ્યું, હું તો આ વખતે ભૂલી જ ગઈ હતી કામમાં ને કામમાં. જોયું ગોલુ મેં મમ્મીનેે બજારમાં જવાનું કેમ કહ્યું હતું. બસ તને જાણ્યા અને સાંભળ્યા વગર મને હેરાન પરેશાન કરવાની ટેેવ પડી ગઈ છે.

 અરે પગલી મીનુ તને ખબર જ છે મને તો તને હેરાન કરવાની બહુ જ મજા આવે છે. પણ તું જલ્દી ચિડાઈ જાય છે.

  હા, હવે તું બજાર જાય છે તો મારી એક વાત સાંંભળતી જા. તને ખબર જ છે કે તારે મારા માટે દર વખતેે બજારમાં જાય ત્યારે શું લાવવાનુંં હોય છે. હા ચલ ને એ તો હું લેતી આવીશ. મીનુ હસતી હસતી મમ્મી જોડે જાય છે. અને મીનુ અને મમ્મી બંને એકટીવા લઈને બજાર જવા નીકળે છે.

  બે-ત્રણ કલાક પછી જ્યારે મમ્મી અને મીનુ બજારમાં જઈનેે આવે છે ત્યારે ગોલુુ ટીવી જોતો હોય છેે. આ જોઈને મીનુ મમ્મીને કહે છે કે મમ્મી જો ગોલુ ટ્વેલ્થ સાયન્સમાં છે તોપણ વાંચવાની જગ્યાએ કેવો ટીવી જોવે છે. આટલું કહીને મીનુ તો તેના રૂમમાં જતી રહી.અનેે ગોલુ પણ મીનુની પાછળની પાછળ તેના રૂમમાં ગયો અને મીનુ ને કહેવા લાગ્યો મમ્મી ને જોઈને મને ફસાવવાની કોશિશ કરતી હતી ને તારે ક્યાં કહેવાની જરૂર હતી કે મમ્મી ગોલુ ટીવી જુએ છે ને વાંચતો નથી. હવે તું જોજે હું પણ તારૂ કહી દઈશ મમ્મીને.

 એટલામાં જ બંનેના પપ્પા ઓફિસથી ઘરે આવે છે ને, મીનુ પપ્પા ની ગાડી નો અવાજ સાંભળીને દોડતી દોડતી નીચે આવી ને પપ્પાની જોડે જાય છે .અને પપ્પાની બેગ તે પોતાના હાથમાં લઈને બેડરૂમમાં મૂકી આવે છે. ને પછી પપ્પા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવે છે. દીકરી ના હાથનું પાણી પીને પપ્પાનો ઓફિસનો બધો જ થાક ઉતરી જાય છે પછી મીનુ,પપ્પા અને ગોલુ મસ્તી કરતા હોય છે ને એટલામાં તો મમ્મીનો અવાજ આવે છે કે, ચલો જમવાનું તૈયાર થઈ ગયું છે બધા જમી લઈએ. પછી બધા પરિવાર સાથે બેસીને શાંતિથી જમી લે છે. જમ્યા પછી મીનુ એના પપ્પા ને કહે છે કે "પપ્પા પપ્પા આજેે હું અને મમ્મી બજારમાં રાખડી લેવા માટે ગયા હતા. આ વખતેે તો અમેે વહેલા બજારમાંં ગયા રાખડીમાં સારી સારી એવી વેરાઈટીઓ જોવા મળી એમાંથી મને અને મમ્મીને આ રાખડીઓ ગમી એમ કહીને તે પપ્પ

ા ને રાખડીઓ બતાવે છે. આ જોઈને ગોલુુ કહે છે પપ્પા મીનુ તો કેવી છે તેને મને રાખડીઓના બતાવી પરંતુ તમને બતાવી હવે હું એને મારા હાથમાં રાખડી નહીં બાંધવા દઉ. એમ કરીને પાછું ગોલુ એ મીનુને ચીડાવવાનુ ચાલુ કર્યું. તેમની મસ્તી જોઈ ને મમ્મી પપ્પા અને દાદા-દાદી સોફામાં બેઠા બેઠા હસે છે.

 મીનુ ક્યારની રક્ષાબંધનની રાહ જોઈને બેઠી હતી કે એટલામાં તો રક્ષાબંધન આવી પણ ગઈ. મીનુ એ દિવસે સવારે વહેલા ઊઠીને પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધવા માટે વહેલા તૈયાર પણ થઈ ગઈ. પરંતુ ગોલુુુ તો નિરાંતે ઊંઘી ગયો હતો .તેે તો વહેલા ઉઠ્યો ન હતો મમ્મી તેને ઉઠાડવા માટે ગઈ પણ તે પાંચ પાંચ મિનિટ કરીને ઊંઘી જ રહયો હતો. પછી મીનું પોતે જાતે ગોલુ ને ઉઠાડવા માટે ગઈ તેને પણ ગોલુ ને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ ગોલુ ઉઠ્યો નહીં. પછી તેણે એસી બંધ કરી દીધી અને ગ્લાસ ભરીને પાણી ગોલુ ના મોઢા ઉપર છાંટ્યું તેથી ગોલુ ફટાક લઈને ઉઠી ગયો અને ગોલુ કહેવા લાગ્યો કે આજે રક્ષાબંધન છે એટલે હું કંઈ બોલતો નથી પરંતુ રક્ષાબંધન ગયા પછી આનો બદલો હું જરૂર લઈશ એમ કહીને ગોલુ પછી રાખડી બંધાવવા માટે તૈયાર થઈ ગયો. મીનુએ ગોલું નેે રાખડી બાંધવા માટે ગોલુ ની રાખડી, ગોલુ ની મનપસંંદ મીઠાઈ કાજુુ કતરી અને પૂજાની થાળી તૈયાર કરી. અને પછી ગોલુ ના માથા પર કંકુનો મોટુ તિલક કરીને ગોલુ ની આરતી ઉતારી અને પછી ગોલુુ ના હાથમાં રાખડી બાંધી અને ગોલુ ને તેની મનપસંદ મીઠાઈ ખવડાવી અને ગોલુ ને આશીર્વાદ આપ્યા કે તું હંમેશા ખુશ રહેજે અને તારા જીવનમાં ખુબ ખુબ પ્રગતિ કરીને આગળ વધે અને તારુ સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. ગોલુ એ પણ પોતાની બહેનને કહ્યું કે હું તારી હંમેશા રક્ષા કરીશ, અને તને હંમેશા હેરાન પણ કરતો રહીશ. ગોલુ એ બહેન ને ગિફ્ટ આપી. અનેે કહ્યું મીનું આ ગિફ્ટ માં તારી મનપસંદ વસ્તુ છે. 

 ભાઈ ને બાંધેલી રાખડી એ ખાલી એક પતલી દોરી જ નથી પરંતુ તે ભાઈ અને બહેનના દિલના અતુુટ પ્રેમની નિશાની છે. જેમ ભાઈ અને બહેનનો સબંધ અતૂટ હોય છે તેમ આ પતલો ધાગો પણ એટલો જ મજબૂત હોય છે. એ ધાગો હંમેશા ભાઈની રક્ષા કરે છે.

 ભાઈ અને બહેન ને નટખટ મસ્તી અને પ્રેમ ભર્યા ઝઘડા તો હંમેશાા ચાલુ રહે છે. પણ એમાં ભાઈ-બહેનનો પ્રેમ પણ એટલોજ હોય છે.

 જ્યાારે ઘરમાં ભાઈ ન હોય ત્યારે બહેનને સુનુ સુનુ લાગે છે. અને જ્યારે ઘરમાં બહેન ન હોય ત્યારે ભાઈ ને પણ એના વગર ગમતું નથી. ભાઈ અને બહેન એકબીજાના સાચા દોસ્ત પણ હોય છે. તે એકબીજાની સાથે પોતાનું મન ખોલીને વાત કરી શકે.

 ભાઈ કોઈ વાર બહેન એ એમ કહેતો હોય છેે કે જ્યારેે તું સાસરે જઈશ ત્યારેે મને શાંતિથી રહેવા મળશે. પરંતુ એ જ ભાઈ જ્યારે બહેન ને વિદાય થાય છે ત્યારે સૌથી વધારે તેને ભેટીને રડતો હોય છેે. અને ઈચ્છે છે કે એની બહેન હંમેશા તેની જોડે જ રહે.

 ભાઈ બહેનથી ગમે તેટલો દૂર જ કેમ ના હોય પણ બહેન રક્ષાબંધનના દિવસે તેને રાખડી બાંધવા માટે જાય જ છે. અને કોઈ સંજોગો વસાત બહેન ભાઈને રાખડી બાંધવા ન જોઈ શકે તો કુરિયર કરી ને પણ ભાઈ માટે રાખડી તો મોકલાવે છે. અનેે તેની સાથે સાથે બહુ બધો પ્રેમ અનેેેે આશીર્વાદ પણ આપે છે.

  આપણે આ વાર્તામાં મીનુ અનેે ગોલુ બંને ભાઈ-બહેનની વાત કરી. પરંતુ બધા જ ભાઈ-બહેનનો સબંધ આવો જ હોય છે. ગમેે તેટલું એકબીજા સાથે ઝગડો કરે અને એકબીજાથી રિસાઈ પણ જાય. પરંતુ આ થોડા સમય માટે જ હોય છે. પછી બંને જણ ગમેે તે કરીને એકબીજાને મનાવી જ લે છે.

  એક બહેન જો ભાઈ કરતાં મોટી હોય તો તે તેના ભાઈને એક મમ્મીની જેમ સંભાળ કરે છે. અને એક ભાઈ જો મોટો હોય તો તેની બહેનને પપ્પાની જેમ સાચવે છે.

  ભાઈ અને બહેનના સંબંધ ને શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે. તે દિલનો અને લાગણીનો સંબંધ છે. તેને ક્યારેય કોઈ તોડી શકતું નથી.

 હંમેશા ભાઈ બહેનનો પ્રેમ બન્યો જ રહે. અને હંમેશા તેઓ સુખી રહે.


Rate this content
Log in

Similar gujarati story from Drama