STORYMIRROR

Dhruvi Patel

Others

3.8  

Dhruvi Patel

Others

વરસાદની મજા

વરસાદની મજા

3 mins
866


'આવરે વરસાદ ઢેબરિયો પરસાદ 

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક

ખાવુ હોય તો ખા નહી તો નદી યે

નાહવા જા'

  આપડે બધા આ કવિતા જાણીએ છીએ અને નાના બાળકો તો હજુ પણ આ કવિતા ગુજરાતી મા શીખે છે. ગરમીની ૠતુ પતવા આવે ને સૌ લોકો વરસાદ ની ૠતુ ની રાહ જોઇને બેઠા હોય છે કે કયારે વરસાદ આવશે.આપણાં દેશ ના બીજા સૈનિકો એવા ખેડૂતો સૌથી વધારે વરસાદ ની રાહ જુવે છે કારણકે વરસાદ સારો આવશે તો પાક સારો ઉગશે. પાક સારો ઉગશે તો ખેડૂત મિત્ર ને સારુ વેતન મલશે તો એમનું ગુજરાન ચાલશે.અને નાના ભુલકા ઓ પણ વરસાદ ની બહુ રાહ જોતા હોય છે. વરસાદ ન આવે તો સવારે નાના ભુલકા ઓ મજા થી પોતાના બેડ મા સુતા હોય ને મમ્મી  આવીને સ્કૂલે જવા માટે ઉથાડે બિચારા ભુલકા ઓ ની તો આંખો પણ ના ખુલે ને સ્કૂલે જવા માટે તૈયાર થવુ પડે.તેથી નાના બાળકો સવારે વરસાદ આવે એની રાહ જોતા હોય જેથી સ્કૂલે પણ ના જવુ પડે ને ઘરે વરસાદ મા જે નાહવા ની અને વરસાદ ના પાણી મા છબછબિયા કરવાની મજા જ કંઈક અલગ છે. 

    જયારે સવારે ઉથીને આકાશ સામે જોઇને આકાશ મા વાદળ આમ થી તેમ નદી એ પાણી ભરવા જતા હોય ને પાણી ભરીને આવતા હોય તે સમયે તો આકાશ કાળુ લાગતુ હોય જેમકે કુદરત ના ખોલે મસ્ત ચાદળ પાથરી છે. અને પક્ષીઓ ના કલરવ એમા પણ મોર જયારે ઢેલ ચડાવી ને એના મધુર કંઠ થી "ટેહુક.....ટેહુક " બોલે એ સાભંડી ને તો આપડે બધુ જ ભુલીને બસ મોર ના ટહુકા સાંભળવા ની અને મોર જે ઢેલ ચડાવે એ રંગીન દ્રશ્ય ને જોવાની મજા જ કંઇક અલગ છે.

અને કોયલ

ના મધુર સુરીલા અવાજ મા એના ' કુંહુ....કુંહુ' નો અવાજ સાંભળીને આપનને પણ ગાવા ની ઈચ્છા થ ઇ જાય.અને મન મા ને મન મા આંખ બંધ કરીને ફેસ પર એક હસી આવી જાય.તે સમયે ફેસ પર નું સ્મિત જ કંઇક અનોખુ હોય.

વરસાદ આવવાની તૈયારી મા હોય એના પહેલાનો સુસવાટા મારતો ઠંડો પવન ,આવો ઠંડો લહેરાતો પવન અને ભેજ વાળુ વાતાવરણ આપનને પર્વત વાળા વિસ્તાર ની યાદ આપાવી દે એમા બિ ગરમ ગરમ ગોટા ,બટાટા વડા ,અને ગરમ ગરમ આદુ ની ચા ઘર ની બાલકની મા બેસીને જે ખાવાની અને પીવાની જે મજા આવેને મિત્રો ,સુ કહુ એના વિશે .....

અને જયારે આપડે રાહ જોઇને બેઠા હોઇએ ને ગરમ ગરમ ચા નિ ચુસકી લેતા હોઈએ ત્યારે અચાનક ધિમે ધિમે મેઘ રાજા વરશે મન મુકીને એમની સાથે ઠંડો સુસવાટા મારતો પવન અને ગરજતા વાદળ નો અવાજ અને ચમકતી,કકડતી વીજળી જેને જોઈને એમજ થાય કે હમણા આભ નિચે આવશે.

મેઘ રાજા તો મન મુકિને પૃથ્વી પર મહેમાન ગતિ કરે જેને જોઇને ખેડૂત મિત્રો ના ચહેરા પર નું સ્મિત જ કંઇક અલગ હોય. નાના થી લઇને મોટા લોકો સૌ વરસાદ ના પાણી મા નાહવા નિ મજા લે છે.અને નાના બાળકો સાથે નાચવાની મજા લે છે અને આનંદ  ભર્યું વાતાવરણ ઉભુ કરે છે. વરસાદ બંધ થયા પછી બધા ફ્રેશ થઈને બાર આંટો મારવા નીકળે છે અને બાર ઠંડા વાતાવરણ મા નીકળીને લારી પર બાફેલી મકાઈ ખાવાની મજા લે છે. બધા જ લોકો વરસાદ ની ૠતુ ને આનંદ થી પસાર કરે છે...

  "માટી ની બની છુ મહેકી ઉઠીશ,

બસ તુ મન મુકીને વરસીને તો જો ,

તારા વરસવાથી સૌ કોઇ ખુશ છે, 

બસ તુ મન મુકીને વરસ.."


Rate this content
Log in