જન્મદિવસનો ઉત્સાહ
જન્મદિવસનો ઉત્સાહ


જન્મદિવસ એ આપણા સૌ માટે એક યાદગાર અને ખુશીનો દિવસ છે.
માતાની કોખમાં નવ મહિના રહ્યાં પછી જયારે માતા અસહ્ય દુઃખ સહન કરીને પણ હસતાં મોઢે પોતાના બાળક ને આ ખૂબસૂરત દુનિયામાં જન્મ આપે છે ત્યારે ફેમિલીમાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળે છે. સૌ લોકોની ખુશીનો પાર હોતો નથી. ઘરમાં ખુશી ખુશી જોવા મળે છે. સૌ ફેમિલીનાં લોકો
નાના બાળકના આગમનની તૈયારીઓમાં લાગી જાય છે.
એ બાળક પણ જાણતું નથી કે એના આગમનથી લોકો કેટલા ખુશ છે. પરંતુ બાળક જ્યારે ધીમે ધીમે મોટું થતું જાય છે, જેમ જેમ એનામાં સમજણ આવતી જાય છે, ત્યારે તેને જન્મદિવસ કયારે આવશે કયારે આવશે ? એની રાહ જોતું હોય છે.
જયારે બાળક સ્કૂલમાં જાય અને એના મિત્રો જન્મદિવસ પર સ્કૂલમાં નવા કપડાં પહેરીને આવે, સ્કૂલમાં બધાને ચોકલેટ આપે, શિક્ષકને બોલપેન આપે છે. આ બધું જોઈને બીજા બાળકો પણ પોતાનાં જન્મ દિવસની રાહ જોતાં હોય, અને જયારે બહુ રાહ જોયા બાદ જન્મદિવસના ગણતરીનાં દિવસો બાકી હોય ત્યારે બાળક જન્મ દિવસ માટે બહુ બધી તૈયારીઓ કરે અમે આ કરીશું ,આ લાવીશું
અને આખરે એમનો જન્મદિવસ આવી ગયો તો રાત્રેેે બાર વાગે ફેમિલીવાળા સરપ્રાઈઝ આપે. બાળક માટે કેક લાવે, બાળક કેક કટ કરે, થોડી મસ્તી કરે, ફેમિલી સાથે બધા એને હેપી બર્થડે વિશ કરે બાળક બધા ને હસતાં મોઢેે થેન્ક યુ બોલે, બાળકની ખુશીનો પાર ન હોય. પછી રાત્રે સૂઈ જાય અને સવારે વહેલા ઊઠી જાય, ઊઠીને એની મમ્મી એને તૈયાર કરે, નવા કપડાં પહેરાવે, નવા બુટ પહેરાવે. પછી બાળક મોટાનાં આશીર્વાદ લે. ભગવાનને દર્શન કરે પછી મમ્મીએ એનેેેેે સ્કૂલે જવા માટે તૈયાર કરે. પછી બાળક સ્કૂલે જાય.
સ્કૂલમાં બધા મિત્રો હેપી બર્થ ડે વિશ કરે, શિક્ષક પણ હેપી બર્થ ડે વિશ કરે, બાળક બધાને થેન્ક્યુ કહે પછી બાળકના મમ્મી-પપ્પા સ્કૂલમાં આવીને બધાને ચોકલેટ અથવા બિસ્
કીટ આપે છે અને બધા બાળકો ખુશ થઈ જાય. પછી બાળક જ્યારે સ્કૂલેથી પાછો ઘરે જાય ત્યારે મમ્મી એના માટે બપોરે જમવામાં એક નવી વાનગી બનાવે પછી બાળક ફેમિલી સાથે બેસીને જમે. પછી બપોરેે થોડો સમય આરામ કરે.
સાંજે ઊઠી ને પોતાના સગા-સંબંધીઓ સાથે ફોન ઉપર વાત કરે, બધા એને વિશ કરે. પછી બાળક પોતાના ફેમિલી સાથે બર્થડે પાર્ટી કે ડીનર પાર્ટી માટે તૈયાર થઈ જાય. ઘરેે બધા મહેમાન આવે અનેે બાળક ને અલગ-અલગ ગિફ્ટ આપે અને પછી બધા સાથે ડિનર કરે, વાતો કરે, મસ્તી કરે અને પછી બધા પોતપોતાના ઘરે જાય.
બાળક પોતાના ઘરે આવીને બધી જ ગિફ્ટ ખોલે અને જોવે કે શુંં શુંં ગીફ્ટ આવી છે ? પછી શાંતિથી સૂઈ જાય આવી રીતે બાળક પોતાનો જન્મદિવસ ઉજવે છે.
બાળક જેેેમ જેમ મોટું થતું જાય પછી તે પોતાનો જન્મદિવસ પોતાના કોલેજના મિત્રો સાથે ઉજવે. મિત્રો સાથે કેક કટ કરે. ફેમિલી સાથે પણ કેક કટ કરે. મિત્રો સાથે ડીનર પાર્ટી કરવા માટે બહાર હોટલમાં જાય, મિત્રો બધા અલગ અલગ ગિફ્ટ આપે. આખો દિવસ ઉત્સાહમાં પસાર કરે.
આપણને બધાને ખબર છે કે દરેક જન્મ દિવસથી આપણા જીવનમાં એક એક વરસ ઓછું થતું જાય છે તો પણ આપણે સૌ આપણો જન્મદિવસ ઉજવીએ છીએ.
આજે મારો પણ જન્મદિવસ છે મેં મારા ફેમિલીનાં લોકો સાથે રાત્રે બાર વાગે કેક કટ કરી સવારે ઉઠીને તૈયાર થઈને ભગવાનને પ્રાર્થના કરી વડીલોના આશીર્વાદ લીધા, મિત્રોએ સગા સંબંધીઓએ કોલ કરીને, મેસેજ કરીને મારા જન્મદિવસની સારી શુભેચ્છાઓ પાઠવી એ બધાને દિલથી થેન્ક્યુ.
હું ભગવાનનેે પ્રાર્થના કરીશ કે સૌના જીવનમાં દરેક જન્મદિવસ એક નવી ઉમ્મીદની કિરણ લઈને આવે અને સૌનું જીવન શાંતિથી પસાર થાય.
'જન્મદિવસ વર્ષમાં આવે છે એક વખત
પરંતુ બહુ જ ઉત્સાહ સાથે લોકો એને ઉજવે છે'.