Dhruvi Patel

Inspirational

3.8  

Dhruvi Patel

Inspirational

વૃદ્ધાશ્રમ

વૃદ્ધાશ્રમ

4 mins
2.9K


 "વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ માતા -પિતાનુંં ઘર " આ તો સૌ કોઈએ સાંભળ્યું હશે. અને હાલનાં સમયમાં તો 80% લોકો પોતાનાં માતા પિતા ને આશ્રમ મૂકી આવે છે. પરંતુ મને એ નથી સમજાતું કે કેમ ? શુંં માતા પિતા એ તમને નાનપણમાં સાચવ્યાં નથી? શું તમે તમારા માતા-પિતા ને હેરાન નથી કર્યાં બાળપણમાં? શું તમારા માતા-પિતા એ તમારી જીદ પૂરી નથી કરી? શું તમારા માતા -પિતા એ એમને જે જોઈએ એ ના લાવીને તમને જોઈએ એ નથી લાવી આપ્યું? શું તમારી માતા પોતે ભીની પથારીમાં સૂઈને તમને સૂકી પથારીમાં નથી સૂવડાવ્યાં? શું તમારા પાપા એ રાત - દિવસ મહેનત કરીને તમને સારુ નથી ભણાવ્યાં? શું તમારા માતા -પિતા એ તમને લાડથી મોટા નથી કર્યાં? 

   માતા-પિતા એ બહુ મહેનત કરીને પોતાનાં બાળકોને મોટા કર્યાં હોય છે. એમને એમની બધીજ ફરજો પૂરી કરી હોય છે. અને પછી આપણી ફરજ આવે માતા પિતાને સાચવવાની તો કેમ આપણે આપણી ફરજ ભૂલીને આપણાં ઘરડા માતા-પિતાને સાચવવા નથી ગમતા?

   આપણે સૌ જાણીએ છીએ જન્મ- બાળપણ - યુવાવસ્થા -ઘડપણ - મૃત્યુ એ સૌ કોઈના જીવનનો ભાગ છે. આજે નહીં તો કાલે સૌ કોઈને આ સમયમાંથી પસાર થવાનું હોય છે. બાળપણ અને યુવાવસ્થા તો જલ્દીથી પસાર થઈ જાય છે પણ ઘડપણ જલ્દીથી પસાર નથી થતું.

    જયારે કોઈ મનુષ્યના જીવનમાં ઘડપણનો સમય આવે ત્યારે તેમને સૌથી વધારે સાથની જરૂર હોય ત્યારે એમને સૌથી વધારે પોતાનાં બાળકના સાથ -સહકાર ની જરૂર હોય ત્યારે તેમનું બાળક તેમને સાથ - સહકાર આપવાની જગ્યાએ માતા-પિતા ને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે. ત્યારે, કયારે પણ માતા -પિતા ની વેદનાનો અનુભવ કર્યો છે? જે માતા -પિતા એ પોતાનાં બાળક ને આટલા લાડથી મોટુ કર્યું હોય અને એજ બાળક મોટુ થઈને પોતાનાં માતા -પિતા એ વિચાર્યું પણ ન હોય કે એમને આ રીતે પોતાનાં ઘર, ઘર ના લોકો ને છોડીને કોઈ બીજા ના ઘરે જવુ પડશે જ્યાં કોઈ એમનું છે જ નહી.

   વૃદ્ધ માતા-પિતા ની ઈચ્છા હોય કે પોતાનાં પૌત્ર-પૌત્રી જોડે આનંદમય સમય પસાર કરે એમના સાથે રમી નેે મસ્તી કરીને સમય પસાર કરે. પરંતુ જયારે એમની ઈચ્છા વિરુદ્ધ વૃદ્ધાશ્રમમાં જવાનું થાય ત્યારે તેમની લાગણી ને બહુ ઠેસ પહોંચે છે પરંતુ આપણે એ વાતનું ધ્યાન નથી રાખતા.અને માતા પિતા ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. તમે જાણો છો ત્યાં તમારા માતા -પિતા ની કેવી રીતે સંભાળ થાય છે ? એમને સમયસર જમવાનું એમની દવાઓ આપવાનું કામ થાય છે કે નહી? તેમને ત્યાં કોઈ માતા પિતા,દાદા દાદી કઈ ને બોલાવાવાળુ નથી. તો એ લોકો કોના સહારે જીવન પસાર કરશે ત્યાં? 

    આપણે સૌ જાનીએ છીએ આપણાં ભગવાન પહેલા આપણાં માતા પિતા જ છે. હુ જાનું છુ કે દિવસે ને દિવસે જીવન મા પરિવર્તન આવે છે તેથી આપણી અને માતા પિતા ની વિચારસરણી મા તફાવત હશે. પરંતુ ઘડપણ મા આપણી ફરજ છે કે આપણે એમની સાર -સંભાળ રાખીએ.નહીકે વૃદ્ધાશ્રમ મા મોકલીયે.

     ઘડપણમાં માતા -પિતા ને શારીરિક અને માનશિક બિમારીઓ વધારે જોવા મળે.એ લોકોને જોવામા,ખાવા પીવામા, કોઈ વસ્તુ ને યાદ રાખવામા,સાંંભળવામા,બોલવામા, એમનામા ચિડિયાપણુ પણ વધારે જોવા મળે પરંતુ આ બધુ ધડપણ મા કુદરતી રીતે થતા ફેરફાર ના કારને જોવા મળે એમા એમનો કોઈ વાંક નથી.આ સમયે આપણી ફરજ છે કે ઘરના બધા લોકો એમની સાથે સારુ વર્તન કરે અને એમની સાર સંભાળ રાખે.

   મારો આ વાર્તા લખવાનો હેતુ એ જ છે કે હવે મહેરબાનિ કરીને કોઈ પોતાનાં વૃદ્ધ માતાપિતા ને વૃદ્ધાશ્રમ મા ના મૂકી ને પોતાની પાસે ઘરના બધા લોકો સાથે હળી મળીને રહે.   

   હુ વૃદ્ધાશ્રમ મા વૃદ્ધ દાદા -દાદિ જોડે કોલેજ માંથી ગયેલી છુ અને એમની સાથે બહુ સમય પણ પસાર કર્યો છે. અમને કોલેજ ના વિદ્યાર્થીઓ ને જોઈને એમના ચહેરા પર ની ઉદાસી દૂર થઈને ચહેરા પરનું અનોખુ સ્મિત જોવા મળતુ અને એમનો અનેરો ઉત્સાહ જોઈને બસ એમના જોડે જ રહેવાનું મન થતું. 

   અને અમુક બાળકો તો એવા બી છે જે વૃદ્ધ માતા પિતા ને મળવા બી નથી આવતા એવા લોકો ને હુ એટલુ જ કહીશ કે માતા પિતા ને આ રીતે દૂર કરવા યોગ્ય નથી એ લોકો દિવસ રાત પોતાનાં બાળકો ની યાદ મા આંખો મા આંસુ લઈને રાહ જોતા હોય છે એમના અમૂલ્ય આંસુ અને સમય વ્યર્થ ન જવા દો.

    જીવન મા માતા પિતા એક જ વાર મળે છે. એમની સેવા થી મોટુ પુણ્ય કોઈ નથી.

   હુ આશા રાખિશ કે મારી આ સ્ટોરી વાંચીને કોઈ એમના માતા પિતા ને આશ્રમ મા નહી મુકે અને એમની સાર - સંભાળ કરશે.

    " મંદિર બનાવો, મસ્જિદ બનાવો

     અનાથાશ્રમ બનાવો, હોસ્પિટલ બનાવો,

     ગુરુદ્વાર બનાવો, ચર્ચ બનાવો, સ્કૂલ બનાવો, પરંતુ કયારે વૃદ્ધાશ્રમ ન બનાવો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational