Dhruvi Patel

Others

4.5  

Dhruvi Patel

Others

દીકરી ભાગ ૧

દીકરી ભાગ ૧

3 mins
441


  માતાનાં ખોળે જ્યારે એક દીકરી જન્મે છે ત્યારે માતાની ખુશીનો પાર રહેતો નથી. અને એ દીકરી ને જોઇને પિતાના મનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

  દીકરી એ પિતાના હૃદયનો એક ભાગ છે. એક નાની મુલાયમ દીકરીને જોઇને પિતાના હરખનો પાાર નથી રહેતો. એક દીકરીને જોઇને પિતાને એવું લાગે છે કે એમના ઘરમાં એક લક્ષ્મી આવી છે. એક દીકરીના જન્મ પછી પિતા પોતાને બહુ ભાગ્યશાળી માને છે.

  જ્યારે એક દીકરી પહેલીવાર પોતાના પિતા સાથે નજર મિલાવેેે છે ત્યારે પિતાની આંખોમાં હરખના આંસુ જોવા મળે છે.

 જ્યારે દીકરી પહેલીવાર પોતાના મીઠા અને લડખડાતા અવાજથી "પાઆ.....પાઆ‌" બોલે છે ત્યારે પિતાના દિલના ધબકારા વધી જાય છે.. અને "ધક ધક "કરતા દીકરી ના નાજુુક દિલ સુધી પહોંચી જાય છે.અને પિતા અને દીકરી એકબીજાની સામું જોઈને એક મીઠું સ્મિત આપે છે. આ દ્રશ્ય જોઈને તો ભગવાન પણ પોતાના મીઠા આંસુ એ આશીર્વાદ આપે છે.

 જ્યારે એક દીકરો જન્મે ત્યારે ભગવાન તેને કહે છે જા તું તારા પિતાનેે મદદ કરજે. પરંતુ જ્યારે એક દીકરી જન્મે છે ત્યારે ભગવાન એમ કહે છે જા બેટા તારા પિતાને હું સાચવીશ.

 જ્યારે દીકરી પોતાના પગથી નાની-નાની પગલીઓ ભરતી થઈ જાય છે ત્યારે પિતાને એવું લાગે છે કે મારી દીકરી હવે મોટી થવા લાગી છેે.

 જ્યારેે દીકરી પહેલી વાર પોતાનાં પગમાં ઝાંઝર પહેરીને ઝાંઝરનો અવાજ કરતી આંગણમાં રમે ત્યારે પિતાને પોતાનું ઘર સ્વર્ગ જેવું લાગે.

 જ્યારે દીકરી પહેલી વાર પોતાના પિતા પાસેેેેેે કંઇક માગે ત્યારે પિતા પોતાના દીકરીની ખુશી માટે કંઇ પણ કરીને એ વસ્તુ પોતાની દીકરી માટે લઈ આવે.

 જ્યારેે દીકરી કોઈ વસ્તુની જીદ કરે ત્યારે પિતા તેને પ્રેમથી સમજાવે તો દીકરી પ્રેમથી માની જાય.

 જ્યારે દીકરી પહેલીવાર પોતાના સ્કૂલ જવાની તૈયારી કરેે ત્યારે માતા-પિતા તેમની પરી ને જોઈને એવું વિચારે કે એક દિવસ એમની દીકરી ભણી ઘણી ને પોતાનાં માતા-પિતાનું નામ રોશન કરશે. અને હંમેશાા પોતાન માતા-પિતાને ગૌરવ અપાવશે.

 માતા-પિતાને એ વાતની ખબર છે કે કુદરતના નિયમ પ્રમાણેે એક દિવસ પોતાની દીકરી પોતાના પિતાના ઘર મેં છોડી ને પારકા ઘરે જ્યાં તેના માટે બધું જ નવું છે ત્યાંં જવાની છે તોપણ માતા-પિતા પોતાની દીકરીને ભણાવી ગણાવીને એક મોટી માણસ બનાવવા માંગે છે.

  દીકરી પોતાના પિતાના દિલની સૌથી નજીક હોય હોય છે. જ્યારે એના પિતા નોકરી ગયા હોય ત્યારે તે સવારથી પોતાના પિતાના આવવાની રાહ જોઈ ને બેઠી હોય છે. અનેેેે જ્યારે એના પિતા ઘરેેે આવે ત્યારે પાપા બોલતી પોતાના પિતા ને જોરથી વળગી પડે છે. આ જોઈએ ને એના પિતા નો આખા દિવસ નો થાાક એક જ સેકન્ડમાં ઉતરી જાય છે. અને પછી પોતાનાા પિતાની આંગળી પકડીને પોતાના પિતાને ઘરમાં લઈ જાય છે એમના હાથમાંથી એમની બેગ લઈને રૂમમાં મૂકી આવે છે અને પોતાના પિતા માટે પાણીનુ ગ્લાસ ભરીને લઈને આવે છે. પિતા આ પાણી પીને પોતાના આખા દિવસનો થાક ઉતારી દે છે. અનેે પછી પિતા અને દીકરીને મસ્તી ચાલુ થઈ જાય છે. બધી જ દીકરીઓ માટે એમના પિતા એક હીરો સમાન હોય છે

  એક માતા પોતાની દીકરીને ધીમે ધીમે એક ઘરને કેવી રીતે ચલાવું તેે શીખવે છે. અને પિતા પોતાની દીકરીને પારકા ઘરે જઈને કેવી રીતે બધા સાથે બધાના વિચારો સાથે હળી મળીને રહેવું તે શીખવે છે.

 દીકરીનું બાળપણ પોતાના માતા-પિતાના ઘરે બહુ જ ઉલ્લાસ ભર્યું હોય છે. પરંતુ જ્યારે દીકરી ધીમેે ધીમ મોટી થતી જાય છે તેમ તેમ ઘરની જવાબદારી પોતાની જાતેે જ સંભાળવા લાગે છે.

  દીકરી પોતાની માતાને ઘરના કાામમાં મદદ કરાવે છે. પિતાને બી એમના કામમાં મદદ કરાવે છે. પિતાને ક્યારેય કોઈ વાતનો ઉકેલ ન મળતો હોય તો પોતાના સુંદર વિચારોથી પિતાને સમજાવે છે.

 દીકરી ક્યારેક પોતાના પિતાની માતાા બનીને ઠપકો પણ આપે છે. એક દીકરી બનીનેે પોતાના બહુ વા પ્રેમ પણ આપે છે.

 દીકરી વગરનું ઘર હંમેશા સૂનું જ લાાગે છે. દીકરી એ સૌના પરિવારની એક શાન છે. દીકરી વગર નો પરિવાર એક અધૂરોપરિવાર છે.


Rate this content
Log in