STORYMIRROR

GIRISH GEDIYA

Inspirational Others

2  

GIRISH GEDIYA

Inspirational Others

રિદ્ધિ કાપડિયા

રિદ્ધિ કાપડિયા

3 mins
40

રિદ્ધિ કાપડિયા આ નામ એવું છે જેના વિષે જાણું છું અને આપડે સ્ત્રીશક્તિ વિષે લેખ હમણાં લખી રહ્યા છીએ તો આ નામ કેમ રહી જાય.

જે હાલ સ્ત્રી શક્તિ નો તાજુ ઉદાહરણ આપડી નજર સામે છે.

જન્મદિવસ : 26/07/2004

અભ્યાસ રનિંગ :ડિપ્લોમાં એન્જીનીયરિંગ છેલ્લું વર્ષમાં અભ્યાસ.

હાલ મહિલા સુરક્ષા અને પોલીસ પ્રેરણા ફાઉન્ડેશનમાં પણ ફરજ બજાવે છે આટલી નાની ઉંમરમાં રિદ્ધિ કાપડિયા.

અને મજાની વાત તો એ છે જે કેસ પોલીસ હાથમાં નથી પકડતી અથવા સોલ નથી કરી સકતા એ કેસ રિદ્ધિ કાપડિયા ચુટકીમાં સોલ કરી નાખે છે.

એમની એક પુસ્તક ને ગુજરાત સરકાર થકી વર્ષ 2020/21માં ગુજરાત સાહિત્ય પુરસ્કાર મળેલ છે એ પુસ્તક ટોપ દસ પુસ્તક માની એક છે.

જે કોઈ નાનું પુરસ્કાર કહેવાય નહિ.

2021માં ગુજરાતની બેસ્ટ મોટિવેશન નો કિતાબ, પુરસ્કાર મળ્યો છે જે નાની ઉંમરમાં આટલી સમજ અને સમાજ માટે ઘણું સારુ યોગદાન કહીશ હું.

એટલે થી એમની સફર અટકી નહિ આગળ ગુજરાત સરકાર થકી સાહિત્ય એકદમીમાં ગવર્મેન્ટ લેખક ની ફરજ નિભાવે છે.

આ બધુજ એક સાથે હેન્ડલ કરવું એ કોઈ રમત નથી પણ એમની કોઠાસૂઝ કહેવાય બધું એક સાથે આટલી નાની ઉંમરમાં કરી શકે છે એમનું ભવિષ્ય ખુબજ ઉજ્જવળ જોઈ શકું છું.

2022માં આઇકોનિક સ્ટાર એવોર્ડ આપવામાં આવ્યો youngest book author આપવામાં આવીયુ આને શું કહી શકાય બોલો

હં એક ગોલડન જર્ની હું કહીશ જે આગળ જઈ સમગ્ર દેશમાં ચર્ચા થાય આ નામની તો મને કોઈ નવાય લાગશે નહિ.

કારણ હકદાર છે રિદ્ધિ કાપડિયા એમની સૂઝ-બુજ અને અને ઉચ્ચા વિચાર એમનાં.

ઉંમર હજી ઘણી નાની એમની પણ આટલી નાની ઉંમરમાં ઘણા મોટા શિખર પાર કરી સ્ત્રી ગરિમાના ટોચ પર હું એમને બેસાડીસ.

કોઈપણ કામ કહેવામાં સેહલું હોય પણ કરવામાં આવે ત્યારે ખબર પડે કેટલું અઘરું છે વર્ક...

એમાં પણ ગયા ગુજરી ગયેલ વર્ષો આપડા દરેક માટે ખુબજ તકલીફ દાયક હતા પણ એમાંથી આગળ નીકળી આ બેન રિદ્ધિ કાપડિયા જેમની ઉંમર ફક્ત 18વર્ષ જ છે એમાં ઘણા એવાં મોટા શિખર આંબી એક શક્તિ નો પરચો બતાવી દીધો જેના થકી તમને દરેક ને નવાય લાગશે આ રિદ્ધિ કાપડિયા સામાન્ય પરિવાર માંથી હોવા છતાંય આજ સરકાર પણ સામેથી એમની સેવા શિક્ષણ જગતમાં આપે એ માટે ઘેર લેવા આવે તો આનાથી મોટી ગર્વ ની વાત બીજી કોઈ આપડા સમાજ અને ભારતદેશ માટે પણ ગર્વ ની વાત કહેવાય.

રિદ્ધિ કાપડિયા એક સુપર લેખક તો છેજ, પણ આટલી નાની ઉંમરમાં એક ઉમદા મોટિવેશન સ્પીકર પણ છે જે નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓ ને પણ એક નવી દિશા જીવન માટે અને આગળ વધવા માટે એક અહમ પરિબળ કે કારણ બની રહે છે.

રિદ્ધિ કાપડિયા એ લેખક તરીકે પણ ગુજરાતના ઘણા સેહરોમાં જઈ એમની કાર્યશૈલી નો જોરદાર પરચો પણ આપેલ છે.

જે હું તો કહીશ આ કોઈ નાની વાત કહેવાય નહી.

આનાથી આગળ વધી જો સરકાર થકી આ મોટિવેશન સ્પીકર પાસેથી શાળાઓમાં ભણતી છોકરીઓ ને મજબૂત અને આગળ વધવા સાથે એમનો સેલ્ફ કોમ્ફિડન્સ કેવી રીતે વધુ ઉજાગર થાય એ દરેક પાસા એટલા સહજતાં થી સમજણ આપે છે કે કોઈ વર્ષો થી આજ ફિલ્ડમાં કાર્યરત હોય એજ કરી શકે પણ અહીં વિપરીત એવું છે કે એ સમજણ બધી પહેલા થીજ ભરેલી છે.

તો ઘણી કોલેજમાં લેક્ચર આપવા પણ બોલવામાં આવે છે આ પણ કોઈ નાની વાત કહેવાય નહી પણ ગર્વ લેવા જેવી વાત છે આ જયારે એ સ્ટેજ પર આવે એ સમય હોલ પૂરો ભરેલો હોય તો પણ એમની મોટિવેશન સ્પીચ સાભળવા નીરવ શાંતી છવાયેલી હોય છે.

લાસ્ટમાં રિદ્ધિ કાપડિયા ની સ્પીચ પતે તરત તાલીઓથી હોલ ગુંજી પડે બસ એજ સમય હોલમાં સોર હોય.

સાથે ટ્યૂશન ક્લાસ પણ ચલાવતા હતા જે હમણાં સમય અભાવ ને લીધે સમય આપી સકતા નથી કારણ ટ્યૂશનમાં 20બાળકોને ટીચ કરતા હવે એમની સેવા શાળાઓ અને સંસ્થાઓમાં આપે છે જે એક નાની ઉંમરમાં કીર્તિમાન છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational