Kaushik Dave

Horror Crime Thriller

4  

Kaushik Dave

Horror Crime Thriller

રહસ્ય તો રહસ્ય રહેશે

રહસ્ય તો રહસ્ય રહેશે

6 mins
152


राजनगर में भय का माहौल था।हर दो महीने एक लड़की गुम हो जाती थी। आइए तब तक के पत्रकार से सुनें।शहर में भय का माहौल है।कोन है जो ऐसा करता है ?. .

રાજનગર એક ઔદ્યોગિક નગરી. હમણાં હમણાંથી રાજનગરમાં અજીબ ઘટના બનતી હતી. લગભગ દર બે મહિને કોઈ અજાણી યુવતી ઓ ગુમ થતી હતી. લોકો રાત્રે નીકળતા ગભરાઈ જતા હતા. છેલ્લે એક સુઝી નામની યુવતી ગુમ થઈ હતી. પોલીસ તપાસમાં કોઈ સુરાગ મળતો નહોતો. જાણે રાજનગરમાં ખોવાઈ ગઈ ના હોય. ?

પોલીસ રાજનગરમાં તકેદારી રાખતી હતી. પણ. પણ. . ભયનો માહોલ રહેલો હતો. આ વાતને ત્રણેક મહિના થયા હતા. એ વાત રાજનગરમાં લોકો ભૂલવા માંડ્યા. પોલીસ પણ રેગ્યુલર કામગીરીમાં વ્યસ્ત રહેતી હતી. અને રાજનગર ના એક ઉભરતા કલાકાર સીતારા પર ફોન આવ્યો.

"હેલો, સીતારા હું ચાંદ. . તારો મિત્ર." સીતારા ને લાગ્યું કે આજે ચાંદે વધારે પડતું ડ્રીક કર્યું લાગે છે.

"હા,બોલ, ચાંદ, શું હતું ? તું હવે નશો ઓછો કરી. બોલ શું વાત છે ?"

"અરે સીતારા, થાકી ગયો કંટાળી ગયો છું. "

" કેમ, શું થયું ?"

"અરે, કેટલા દિવસ થી પાર્ટી શાર્ટી કરી નથી. તું કોઈ પાર્ટી કર પણ બસ આપણે બે જ. ખૂબ પીવું ,ધમાલ કરીશું. . પણ કોઈ ખૂબસૂરત બલા તો જોઈશે જોને ત્રણ મહિના થયા. એ વાત ને."

"એ ચાંદ વધુ ના બોલ. દિવાલને પણ કાન હોય છે. મામલો હજુ શાંત થયો નથી."

"અરે. . સીતારા તું તો બિકણ છે. જો મારો બાપ રાજનગરનો મોટો બિલ્ડર અને શહેરનો રાજકારણી છે. તું ચિંતા ના કર. રૂપિયા આપી એ મામલો તો રફેદફે કરી દીધો."

"શ. શ. શ. . . કોઈ ને હજુ ખબરે નથી પડી. હા પાર્ટી તો ત્યાંજ કરજે છેલ્લે કરી હતી, ત્યાં કોઈ વસ્તી નથી આપણે મજાક કરીશું."

"અરે તને પાર્ટી ની પડી છે હું તો થોડો સમય શહેર છોડીને દિલ્હી જતો રહેવા માંગું છું."

"અરે મિત્ર જો ને આ શરાબ મજા આવતી નથી. નશો ચડતો નથી તું લાવે છે શરાબ એ કરાવે છે મને મજા સાથે લૈલાનો પ્રોગ્રામ કરજે. હા જો આ રવિવારે જ. જો તું આયોજન નહીં કરે તો તો. મારી પાસે પણ પુરાવા છે." મિત્ર ગભરાઈ ગયો.

"ચાલ હવે કાલે મને ફોન કરી સમય કહેજે. ને લૈલાનો ફોટો પણ મોકલજે. "

"ઓકે હું પ્રબંધ કરૂ છું." સીતારા બોલ્યો. મનમાં બબડતો રહ્યો અહીં જીવ અધ્ધર છે ને આ ચાંદને જલસા કરવાના અભરખા છે. આ વાઘ લોહી ચાખી ગયો છે. એના લીધે ક્યાંક હું ફસાઈ ના જવું. આ વખતે કોઈ નવીજ લૈલા કોઈ નાના નગરની ફસાવું. રાજનગરમાં હિરોઈન બનવા બહુ આવે છે એમાંથી કોઈ ભોળી કબૂતર. સીતારા એ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલો એક ઉભરતો કલાકાર મોટા કલાકારની ચમચા ગીરી કરીને કામ મેળવતો. આને નવીનવી યુવતીઓને રોલ અપાવવાની લાલચ આપીને ફસાવતો.

ચાંદ રાજનગરના એક બિલ્ડર નો બગડેલો લાડલો. રોજ નશામાં ધૂત રહેતો. એને નવી નવી લૈલાનો શોખ ડાન્સ, નશો અને આવી જ એક પાર્ટી ત્રણેક મહિના પહેલા રાજનગરથી થોડા દૂર આવેલા ફાર્મ હાઉસમાં કરી હતી. એ વખતે સીતારા પોતાની સાથે એક મોડલ સુઝી ઉર્ફે સેનોરીટા સેમને લાવ્યો હતો. સુઝી મોટા રોલની લાલચમાં આવી હતી. નશામાં ધૂત બંને એ એની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. અને એ સુઝી એ મકાન ની છત પરથી કુદકો મારીને મરી ગઈ. ચાંદ અને સીતારાનો નશો ઉતરી ગયો. એમણે સુઝીની લાશ ને ફાર્મ હાઉસના પાછળ આવેલ બગીચામાં દાટી દીધી. આજે એ વાતને ત્રણ મહિના થયા. પણ પોલીસ તપાસ કરતા થાકી ને તપાસ કરવાની બંધ કરી દીધી હતી.

આ બાજુ સીતારાના ધ્યાન માં આવ્યું કે એક ભોળી યુવતી નાના મોટા રોલ માટે આવી હતી. હા. નામ. . ધોલી. કમસે નામ એનું કોલ્હાપુરથી ભાગીને રાજનગરમાં આવી હતી. સીતારા એ કહ્યું આવું નામ ચાલે નહીં. પણ તારું નામ વ્હીટની શે રાખું છું. સમય આવે કોલ કરી બોલાવીશ. સીતારાને યાદ આવ્યું. એણે વ્હીટનીને ફોન કરીને રવિવારની મુલાકાત ગોઠવી. આવી વાતોથી અણજાણ ભોલી ધોલીએ હા પાડી.

રવિવારનો દિવસ. ફાર્મ હાઉસમાં રોનક હતી. ધીમા મ્યુઝિકથી ફાર્મ હાઉસ રંગીન બન્યું હતું. સીતારાએ ભોલી ધોલીને લેવા કાર મોકલી હતી એ આવી ગઈ હતી. વેસ્ટર્ન ડ્રેસ ભોલીને ગમતો નહોતો છતાં પણ એણે પહેર્યો હતો ચાલવામાં તકલીફ પડતી હતી. નશામાં ધૂત ચાંદે મકાનની છત પરથી ધોલીને જોઈ બબડ્યો "આ સીતારા પણ જબરદસ્ત છે. કેવી સરસ લૈલા ! આજે તો ત્રણ મહિના પછી તો આજે જલસોજ કરવો છે." ચાદે એક પેગ વધુ લીધો. બબડ્યો. "હાશ. . હવે નશો આવશે સાથે ડબલ ધમાકા."

સીતારા બોલ્યો:- "વ્હીટની, તારે આજે પરફોર્મન્સ કરીને એક સાહેબને ખુશ કરવાના છે. તને એમના ફિલ્મમાં સારો રોલ મળશે. અને સાથે સારા એવા રૂપિયા પણ." લોલુપ નજરે સીતારા વ્હીટની ઉર્ફ ધોલીને જોઈ રહ્યો હતો. "ઓકે. ". ધોલી બોલી. જોતારે ગબ્બર ઇઝ બેક ફિલ્મના એક ગીત પર પરફોર્મન્સ કરવાનું છે. હોલમાંથી છત પર જવાનું સાથે ડાન્સ પણ કરવાનો છે." "ઓકે પ્રયત્ન કરીશ." રોલ લેવાની લાલચમાં ધોલી બોલી.

ઓછા પ્રકાશમાં હોલ માં ગીત વાગવાનું શરૂ થયું. आओ राजा, तू क्या चाहे मुझे समझ नि आती,आओ राजा, क्यों करके इशारे मुझे बुलाती, आओ राजा ,નશામાં ધૂત ચાંદ અને સીતારા ધોરીની સાથે છુટછાટ લેવાની કોશિશ કરતા. છતાં પણ રોલની લાલચમાં ધોરી ડાન્સ કરવા લાગી. એ ગભરાઈ ગઈ હતી. ચાંદ અને સીતારા નશો કરવા માટે શરાબની બોટલ કાઢી અને એક બીજા સામે ઈશારો કર્યો કે ગઈ વખતની જેમજ. એક એક પેગ તૈયાર કર્યો. આ બાજુ ગભરાતી ડાન્સ કરતી ધોલીને અચાનક કોઈ ખેંચતું લાગ્યું. કોણ છે એ દેખાયું નહીં. એને ખેંચીને પાસેની રૂમમાં પુરી દીધી. ધોલી ગભરાઈ. એને હજુ ગીતના અવાજ સંભળાતા હતા. આ બાજુ ધોલીની જગ્યાએ કોઈ બીજી યુવતી સુઝી એ ધોરી જેવાજ કપડાં પહેરેલાં હતાં અને ડાન્સ કરવા લાગી. आओ राजा ,आओ राजा , फिर घर पे बुलाके मुकर क्यों जाती ,आओ राजा . . નશામાં ધૂત બંને ને તો ધોરી જ દેખાતી હતી.

ડાન્સ કરતી સુઝી છત પર જતી હતી પાછળ પાછળ નશેડીઓ લોલુપતા ભરેલી નજરે છત પર ગયા. ગીતની રંગીનતામાં મસ્ત બંને હતા. ડાન્સ કરતા સુઝી છત પરની પાળી પર ડાન્સ કરવા લાગી. ચાંદ નશામાં ચૂર. . એ લૈલાને પકડવા છતની પાળ પર ચડ્યો. પકડવા માટે હાથ લંબાવે છે ત્યાંજ સુઝી ગુમ થઈ ગઈ અને અને. ચાંદે બેલેન્સ ગુમાવી દીધું. છત પરથી ચીસ પાડતો નીચે પડ્યો. એનું પ્રમાણ પંખેરું ઉડી ગયું. સીતારા આ વાતથી બેખબર એક પેગ મારતો હતો. ગીત પર સુઝી ડાન્સ કરતી હતી. સીતારા એને પકડવા પાછળ પાછળ. સુઝી છતની પાળે. . आओ राजा ,तू छत पे खड़ के गाना गाती ,कुण्डी मत खड़काओ राजा ,सीधा अंदर आओ राजा, નશામાં ધૂત સીતારા પણ છતની પાળી પર સુઝીને ધોલી સમજીને પકડવા કુદકો માર્યો. અને ઘડામ કરતો નીચે. પ્રાણપંખેરું ઉડી ગયું.

બીજા દિવસે સાંજે ભોલી ધોળી પોતાના ગામ કોલ્હાપુરમાં સહીસલામત પહોંચી ગઈ. એણે ટીવી પર ન્યુઝ જોયા. પોલીસ સુત્રોથી માલુમ પડ્યું છે કે, શહેરથી દૂર આવેલા એક ફાર્મ હાઉસની બહાર બે લાશ મળી છે. જેને જંગલી કૂતરો એ ચુથી નાંખી છે. એ બે લાશના હાથમાં કોઈ યુવતીના વસ્ત્ર નો ટુકડો હતો તપાસ કરતા ફાર્મ હાઉસની પાછળ ખોદકામ કરતા ગુમ થયેલી સુઝી નામની યુવતીની લાશ મળી છે. એના વસ્ત્રનો ટુકડો એ બે લાશના હાથમાં હતો. પોલીસના જણાવ્યા અનુસાર એક લાશ શહેરના મોટા બિલ્ડરનાપુત્ર ચાંદની છે. બીજી લાશ ફિલ્મી કલાકારો સીતારાની છે. લાગે છે કે તેઓ અવારનવાર આ ફાર્મમાં પાર્ટી ઓફ કરતા હશે અને શહેરની ગુમ થતી યુવતી ઓ પાછળ તો આ બંનેનો હાથ તો નહોતો ને ? એ માટે પોલીસ તપાસ ચાલુ છે. "ભોલી ધોળી એ મનોમન એ સુઝીનો આભાર માન્યો. ને આકાશમાં જોયું. . હાશ. હવે કોઈ દિવસ આવો મોહમયી દુનિયા નો મોહ રાખીશ નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Horror