STORYMIRROR

Mittal Purohit

Inspirational

3  

Mittal Purohit

Inspirational

રાત થોડીને વેશ ઝાઝા

રાત થોડીને વેશ ઝાઝા

5 mins
16K


"મેડમ! આ બે-ત્રણ છોકરીઓ ભણવાનું ના પાડે છે, હોશિયાર છે એમાંથી બે તો. એમના ઘરે જવુ પડશે".. પ્યુનના શબ્દો સાંભળી મે છોકરીઓની ડિટેઈલ કઢાવી. સરકારી શાળાઓમાં આવી ઘટનાઓ સામાન્ય રીતે ઘટતી જ હોય. જયાં સુધી સરકારી લાભ મળે ત્યાં સુધી તો સંખ્યા ફુલ હોય પછી આમ જ કોઈ વિદ્યાર્થીઓનો રસ ઓછો તો કયારેક વાલીઓ સરકારી લાભ લઈને છુટા પણ, હું આવા દરેક વિદ્યાર્થીના ધરે એકવાર અચુક જઈ આવતી. જેથી કોઈને ભણવું હોય અને જો વાલી અવરોધ થતા હોય તો એમને સમજાવીને રાજી કરતી.

ક્લાર્ક પાસેથી ત્રણેય છોકરીઓ સરનામાં લઈ હું અને અમારા બીજા એક શિક્ષિકા બહેન અમારી ફરજમાં ઉપડયા. જતાં જતાં એ બહેન મને કહેવા લાગ્યા, "જો જો બહેન પેલી જે થોડી ડફોળ છે એને ત્યા બહુ સમય નહીં બેસીએ આ ત્રણેયના ઘર નજીક છે એટલે જઈશું."

મેં પણ સંમતિ મા માથુ ધુણાવ્યું પુછતાં પુછતાં અમે-જે બે હોશિયાર હતી એમને ત્યાં પહેલા ગયા. એમના વાલીને મળ્યા સમજાવ્યા, છોકરીઓ પણ ઘરે જ હતી એમની ઈચ્છા ખુબ હતી ભણવાની એટલે થોડીવાર ભણતરના ફાયદા ગણાવ્યા.

આ ત્રણે છોકરીઓ હતી વણઝારા સમાજની એટલે ઘરમાં બહુ ભવ્યતા ન હતી સાદુ બે રુમનું ઘર. ઘરમાં રહેનારા દસ-પંદર સભ્યો. પણ એ ઘરના પુરુષથી માંડી સ્ત્રીઓની એક લઘુતાગ્રંથી હતી છોકરાઓની ચાલીસ હાજર ફી ભરીને પણ અંગ્રેજી માધ્યમમાં ભણાવવા અને છોકરીઓને મફત સરકારીમાં પણ નવ સુધી એટલે સ્વાભાવિક રીતે અમે બે શિક્ષિકાઓ ( સ્ત્રી) હતી એટલે એ લોકોને મન અમારી વાત બહુ ખાસ મહત્વ ની ન હતી.

થોડી વારમાં અમે ત્યાંથી ઉભા થઈ ગયા. જ્યાં બહુ આવકારો કે માન ન હોય ત્યાં ઝાઝો સમય કેમ ટકવું ? હવે વારો એ છોકરીને ત્યાં હતો જયાં અમે બે મિનિટથી પણ ઓછો સમય રોકાવાનું નક્કી કર્યુ હતું. ફળીયુ એક જ હોવાથી અમે ત્યાં જલદી જ પહોચી ગયા. રહેવાનું ઉપરના માળે હોવાથી દાદ ચઢતી વખતે ફરી પેલાં બહેને મને ટકોર કરી, 'બહેન, બે જ મીનીટ હોં ?'...મેં ફરી એ જ હકારમાં માથું હલાવ્યું. મારા મનમાં આ સમાજની છોકરીઓ પ્રત્યેની ઉદાસીનતા રમતી હતી એટલે વિશ્વાસ હતો કે ત્રણે એક જ સમાજના છે, પેલી બન્ને ફર્સ્ટ રેન્ક વાળી હોવા છતાં જો પ્રતિબંધ તો તો અંહિ ?

બે જ રૂમનું પણ, સરસ ટાઈલ્સ વાળું, સ્વચ્છ અને અગરબત્તીની સુવાસથી પ્રસન્ન લાગતું હતું. અમે હજુ ઘરમાં પગ મૂક્યો ત્યાં જ એ વિદ્યાર્થીની ભીના હાથ લૂંછતી-લૂછતી આવી અને પગે લાગી. હું હજુ એને કંઈક કહું એ પહેલાં તો એક લાંબી, પાતળી-સુડોળ સ્ત્રી વણઝારાના પહેરવેશમાં બહાર આવી. પંખો ચાલુ કરતા એકબાજુ એણે ખાટલો ઢોળ્યો. અને પૂરા આગ્રહથી અમને બેસાડ્યા. સાથે જ એના હાથમાં નવો સીવેલો વણઝારણ ડ્રેસ હતો. હું એ સ્ત્રીને થોડીવાર જોઈ રહી. એ બહુ રૂપાળી તો નહોતી પણ, ચહેરામાં કંઈક તો હતું. હું જેમ એના ચહેરાને જોઈ રહી હતી એમ એ પણ અમને બન્ને બહેનોને એક ગર્વ ની નજરે જોઈ રહી હતી. એટલામાં જ ત્યાંઆંઠ વર્ષ અને બાર વર્ષની બીજી બે દીકરી ઓ સાથે ચારવર્ષનો દીકરો આવ્યા. હું જોઈ રહી અને વિચાર કરતી હતી કેચાર-ચાર 4 સંતાન હોય પછી શું ભણાવે. ત્યાં જ એના અવાજે મારી મગ્નતા તોડી. 'ધરતી ! આખા દૂધની ચ્હા બનાવ બહેનો માટે'...અને ખબર નહીં કેમ, પણ અમે બે માંથી એકેય ના ન પાડી શક્યા.

ઘરની ઠંડક કે એ સ્ત્રીની વાતો એ અમને ધાર્યા કરતાં વધુ સમય રોકવા મજબૂર કર્યા. એ સ્ત્રી એ પોતાની વાત શરુ કરી. વણઝારા સમાજમાં ચાલતાં રિવાજો હું જાણતી જ હતી, છતાં એ સ્ત્રી એ વાત શરુ કરી ત્યારે હું થોડી ચોંકી ઉઠી. એણે કહ્યું. 'બહેન ! હું પણ મારી ધરતીને ખુબ ભણાવવા ઈચ્છું છું. એની સાસરીમાં એ સૌથી નાની છે,જમાઈ પણ ભણે છે. હું સિવણ કરીને આ ચારેયની ફી ભરુ છું ઘર પણ એ જ રીતે બનાવ્યુ. 'મારાથી સહજતાથી પુછાઈ ગયું- 'તમારા ઘરવાળા ?'.. 'બહેન ! એ તો મજૂરી કરે અને એ એમ કહે કે છોકરીઓને નથી ભણાવવી. એટલે હું ફી નહીં ભરૂ. પણ બહેન એમણે કહ્યું કે તારે ભણાવવી હોય તો તુ ભણાવ. બસ, મેં બધાના ઘરે કામ શરુ કર્યુ. ધીમે-ધીમે રાતના ઉજાગરા કરી આ ત્રણેય બહેનોની ફી ભરુ છું.'

અમને બન્ને બહેનોને રસ જાગ્યો. પેલા બહેને પુછ્યું કે 'તમે ભણેલા હશો એટલે આ બધુ સમજો. બાકી પેલી બન્ને છોકરી ઓને તો એમની મમ્મીઓ એ જ ના કહી.'

વાક્ય સાંભળી થોડીવાર એ સ્ત્રી શાંત રહી એની આંખમાં આંસુ આવી ગયા. એક ઉંડા નિસાસા સાથે એ બોલી. 'ના બહેન ! હું અભણ છું, મને પૈસોય ગણતા ન આવડે. મારા સાસુ -સસરા અને ઘરવાળા એ કહ્યુ તારે તારી છોકરીઓને જે કરવું હોય એ કર. નહીં તો અમારા સમાજમાં ચાલતાં બાળલગ્ન કરાવી એ છુટા થઈ જાય. એટલે એ ખર્ચો ય બચે.. પણ બહેન ! નવ-નવ મહિના એમ થોડી રાખી બધી ને. એમ કેમ જીવ ચાલે ? એટલે બધાની ઉપરવટ થઈને મેં એમને ભણાવી. હું રાતે એમને સિવણ ય શીખવુછુ.'

ચ્હા હજુ પચે એ પહેલાં જ એણે નાની દીકરી ને સોડા લેવા મોકલી. અમે ના કહી તો જામેં વર્ષોની સખીઓ મળી હોય એમ અમને બન્ને બહેનોને હાથ પકડી બેસાડી દીધી અને ગ્લાસ તૈયાર કરતા-કરતા ફરી વાત શરુ કરી. એની ત્રણેય દીકરીઓના કરિયાવરની જવાબદારી એને સોંપી હતી. એટલે એ રાત-દા'ડો એક કરીને તૈયારી કરતી. 'બહેન ! હજુ તો સોનાનાં ઝુમર જ લીધા છે ત્રણના. એમના ઝાંઝરને ઘરવખરી બાકી. બસ એક બીક છે કે આ નાનીના કરિયાવર સુધી આ જાત ટકશે ? એટલે એમ જ કહો ને કે "રાત થોડીને વેશ ઝાઝા

એ સ્ત્રી એ અમારા માટે રીક્ષા મંગાવવનુ કહ્યું પણ મેં એક્ટિવાની ચાવી બતાવી ના નો ઈશારો કર્યો. અને અમે ત્યાથી વિદાય લીધી એ સ્ત્રી હોવાનો ગર્વ અનુભવતી અમને સ્કૂટી પર જતાં જોઈ રહી. અને અમે બન્ને આખાય રસ્તે પાછા વળતા બિલકુલ ચૂપ. કદાચ બન્નેના મનમાં એ સ્ત્રી ની ખુમારી અને એના એ અંતિમ શબ્દો રમતા હતા..

"રાત થોડી ને વેશ ઝાઝા "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational