રાજા અને પ્રજા
રાજા અને પ્રજા
શિયાળાનો સમય છે. કડકડતી ઠંડી પડી રહી છે. રાજાને ઠંડી લાગી રહી છે, રાજા હવે થર થર ધ્રુજી રહ્યા છે, રાજા હવે એકાએક ખાંસી ખાવા લાગે છે. આ બધી ઘટનાઓનું ટીવી પર જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. એ જોઈને પ્રજાને રાજાની ચિન્તા થાય છે. પ્રજા વિચારે છે: અમારું શું થશે જો આ રાજા નહીં હોય તો ? પ્રજા રાજાને ઠંડી ન લાગે એ માટે ઘરની બહાર આવી જાય છે ને પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરે છે: હે પરમેશ્વર, તું અમારો જીવ લઈ લે. પણ અમારા રાજાને બચાવ. પરમ કૃપાળુ પરમાત્મા પછી પ્રજાનો અવાજ સાંભળે છે. એ પ્રજાની રાજાભક્તિ જોઈને સર્વનો જીવ લઈ લે છે અને એના બદલામાં રાજાને બચાવે છે. પણ, હવે જે પ્રશ્ન થાય તે આ: રાજાજી કોના પર રાજ કરશે ? શું રાજાજી નવી પ્રજા પેદા કરશે ?
