MITA PATHAK

Inspirational

4.5  

MITA PATHAK

Inspirational

પથદર્શક

પથદર્શક

2 mins
413


પ્રિય પપ્પા,

તમે અને મમ્મી મજામાં હશો. ભાઈને મારી યાદ આપજો.

તમારા પથ દર્શનથી અમે સુખી જીવન જીવી રહ્યા છે. તમારા આપેલા સંસ્કારના સિંચનથી સુખદુઃખ બંને સમાંતર જોઈએ છે. જેનો આનંદ છે.જ્યારે કોઈ વસ્તુ 'ના' ફાવે ત્યારે મનમાં બોલી લઈએ છે ચાલશે,ફાવશે,ગમશે, અને દોડશે તમારા શબ્દો અને તમારી મુખાકૃતિ હંમેશા નજર સમક્ષ આવીને બોલીને હિંમત આપી જાય છે.

 એવા તમારા દરેક 'અભિગમને' લઈને ચાલીએ છે. જેથી અમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળતી રહે છે. ખબર છે જ્યારે અમે નવરા બેસીએ તો તમે કાયમ કહેતા "આ શું નિરસ થઈને બેઠા છો !" ઊભાં થઈ કંઈ કાર્ય કરો આમ બેસી રહેવાથી જિંદગીની મજા ચાલી જાય છે. ઉછળતા કૂદતાં રહો તો સદાય જવાન રહેશો, એ વાત યાદ કરીને આજે પણ સ્ફૂર્તિમાં આવી જવાય છે. અરે ઓલી બચત કરવાની આવડત !! જેથી કોઈની સામે હાથ ન લાંબો કરવો પડે. 'ટીપે ટીપે સરોવર ભરાય' અને 'કંજૂસાઈ નહીં પણ કરકસર ' એ જ સંતોષ અને સુખમય જીવનનો આનંદ, જેવી જીવન શૈલી પ્રેરણાથી ખૂબ જ આગળ છે.

સાસરીમાં પણ કેવી રીતે એકરૂપ થઈ જવું અને પારકાને પણ પોતાના થઈ જાય તેવો સ્નેહ અને આદરના કેટલાય તમારા ઉદાહરણોથી, સૌનો પ્રેમ મળી રહ્યો છે.'ઘોડા તો ઘોડાહારમાં જ શોભે' જેવી તમારી કહેવતો જીવનભર રાહમાં કામ આવે છે. લખી તો કોણે હશે એતો ખબર નહી, પણ તેનો ઉપયોગ તમે શીખવ્યો જેથી જીવનપથ સરળ બન્યો છે.

 અને હા તમે કાયમ બોલતા કામ પૂરતી વાત કરવામાં જ મજા છે. એ વાતની ત્યારે સમજ નહોતી એટલે અમે તમને બોલતા, પપ્પા, તમને બહું બોલીયે તોય વાંધો પડે છે. પણ જીવનના અનુભવે હવે સમજાય છે કે તમારા આપેલા દરેક સલાહ, સૂચન પાછળ કંઈ તર્ક અથવા તો સત્ય છૂપાયેલું હતું.

એક દીકરીને જીવન સાચા-ખોટાથી લઈ ને સારા ખરાબની ઓળખ તમે બખૂબી શીખવાડી છે. જેથી આજે નિડરને નિર્ભય થઈ ગયા છે.

 ગમે તે પરિસ્થિતિઓ પોતાની જાતને સંભાળી લેવી,અને તમારા શબ્દો ડગલે પગલે સાથે આવીને ઊભાં જ રહી જાય છે. જેથી જીવન સફર સહજ અને સરળ લાાગે છે.'તન મન હશે શુદ્ધ હશે તો જીવન મસ્ત હશે'.અને સાથે ભકિત, અને શુદ્ધ ભાવને આધ્યત્મિક માર્ગદર્શનને, જે તમે ગીતા અને રામાયણ રોજ રાત્રે પાઠ સંભળાવીને જીવનપાઠ શીખ્વીયો છે.. તેથી આજે જીવન પાછા નહીં પડીને ખુદને કોઈપણ વિષમ પરિસ્થિતિમાં પણ સંભાળીને, પ્રભુ ભકિતનો સાથ લઈને આગળ વધી રહ્યા છે.જેનો ગર્વ છે.

તમારી પ્રેરણા અમારા જીવનપથ પર સરળને સુગમ બન્યો છે. તમે હરહંમેશા સાથે જ છો એવો અહેસાસ થાય છે. તમે હંમેશા મારા દિલમાં રહો છો તેનો ગર્વ છે.'લવ યુ પપ્પા'

તમારી- લાડલી


Rate this content
Log in

Similar gujarati story from Inspirational