Manali Sheth

Abstract Inspirational

4.5  

Manali Sheth

Abstract Inspirational

પૃથ્વી

પૃથ્વી

1 min
149


"તું કોણ છે અને અહીં કેમ ?"

" હું માનવ છું અને જીવસૃષ્ટિનાં વિકાસ માટે અહીં વસવાટ શોધવા આવ્યો છું."

" પણ અહીં વસવાટ શા માટે ? આ મનુષ્ય માટે યોગ્ય જગ્યા નથી, વસવાટ કરવાની અને અહી જીવસૃષ્ટિનો વિકાસ થાય તેમ નથી તેમજ પૃથ્વીથી કોઈ સારો ગ્રહ હોય શકે ખરી !"

"હા,પણ હવે ધીમે ધીમે પૃથ્વી પર પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે અને પૃથ્વી પરની વસ્તી પણ વધતી જાય છે અને તેના કારણે વસવાટની જગ્યા વધતી જાય છે અને ખેતીની જગ્યા વધતી ઘટતી જાય છે માટે બીજા ગ્રહની શોધ જરૂરી છે."

"હે માનવ ! આ તે કેવી તારી દુનિયા પોતાનું ઘર મૂકી અન્યના ઘરે સ્થાયી થવાય. તેમજ અન્ય ઘર પર જીવન શક્ય નથી માટે પૃથ્વી જેવા સુંદર ગ્રહની જાળવણી કરી તેમાં જીવનધોરણ સુધરે તેવા પ્રયત્ન કરવા જોઇએ."

"હા, પણ નજીકના ભવિષ્યમાં પૃથ્વી પર રહેવું અશક્ય બની જશે. જંગલ નાશ પામી રહયા છે, પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને હવા પણ ઝેરી થઈ રહી છે, માટે ભવિષ્યનો વિચાર કરીને જ હું બીજા ગ્રહની શોધ કરી રહ્યો છું."

" મનુષ્યની ઈચ્છા અનંત છે પણ તેના માટે બીજા ગ્રહની શોધમાં સમયનો વ્યય કરવાની બદલે જેમાં રહો છે તેને સહેલાઈથી પહેલા જેવો બનાવી શકાય અને સમય અને નાણાં બંનેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય."

"હા, હું તમારી વાતથી સહમત છું તો ચાલો હું હવે મારી ધરા તરફ પ્રયાણ કરી અને તેને ફરી પહેલા જેવી કરવાના પ્રયત્ન કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર."


Rate this content
Log in

Similar gujarati story from Abstract