ક્ષમતા
ક્ષમતા


"ખૂબ ખૂબ આભાર મમ્મી તારી પ્રેરણાના કારણે આજે હું ક્લાસ ૧ ઑફિસર બની શક્યો અને તે પણ મારી શારીરિક અસમર્થતા હોવા છતાં."
"શારીરિક દિવ્યાંગ એટલે માનસિક દિવ્યાંગ નહિ તે તું યાદ રાખજે કે વ્યક્તિની બુદ્ધિક્ષમતા અને પરિશ્રમથી ધારે તે કરી શકે છે. તારે તારું બીજું સ્વપન પણ પૂરું કરવાનું છે યાદ છે ને !"
"હા, કેમ નહિ મમ્મી મારે મારા જેવા દિવ્યાંગ મિત્રો ને ભણાવવાની અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું છે."