STORYMIRROR

Manoj Joshi

Comedy

2  

Manoj Joshi

Comedy

પ્રોફાઈલ બદલવું છે

પ્રોફાઈલ બદલવું છે

1 min
317


સ્ત્રીએ કલાક પહેલાજ દીકરાને જન્મ આપ્યો હતો..


શરીરમાં શક્તિ નહોતી.. પડખું ફેરવવાનું તો દૂર, શરીર પણ હલાવવું મુશ્કેલ હતું..


પથારીમાં પડયા પડયાજ ડાબી બગલ પાસે હાથ ફેરવ્યો, કાંઈ ના મળ્યું, જમણી બગલ 

પાસે હાથ ફેરવ્યો, તો પણ કાંઈ ના મળ્યું..


વિચાર્યું, કે ક્યાંક નીચે તો નથી પડી ગયું, એટલા હિમ્મત કરીને પલંગ નીચે તપાસ કરી, તો ત્યાં પણ કાંઈ નહોતું..


મનમાં ઘભરાટ થવા લાગી, એટલે દૂર ઉભેલી નર્સ ને ઈશારાથી પૂછ્યું..


નર્સે માં ની ઘબરાટ જોઈને ઇંકુબ્રેટર રૂમમાંથી બાળક ને લઇ આવી માં ના ખોળામાં રાખ્યું, અને કહ્યું, હું તમારી મનોકામના સમજી શકું છું, લ્યો, જીવ ભરાય ત્યાં સુધી જોઈ લ્યો..


સ્ત્રી આમતેમ જોતાજોતા બોલી, હું મારો મોબાઈલ ગોતું છું, ક્યાં ગયો, કાંઈ ખબર નથી પડતી...


પ્રોફાઈલ બદલવું છે..!!



Rate this content
Log in

Similar gujarati story from Comedy