પ્રકાશની પૂજા
પ્રકાશની પૂજા
દીપ-પ્રાક્ટ્ય એ ભારતીય સંસ્કૃતિની પ્રથા છે. કોઈપણ કારણસર દીવો કરવાનો હોય તો એમાં સંકોચ હોય જ નહી. પરમાત્મા આપણને સંપૂર્ણ જ્ઞાન અર્પે એ માટે દીપ પ્રજ્વલન કરવાની પરંપરા છે. પ્રત્યેક સંસ્કૃતિમાં કોઈને કોઈ રીતે પ્રકાશની પૂજા થતી જ રહી છે. પ્રકાશમાં સૌને વિશ્વાસ છે. પ્રકાશ આશાનું પ્રતીક છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એક ભાવના છે, એક પ્રાર્થના છે, એક આશ છે કે સર્વજનોનું કલ્યાણ થાવ. વિપદા સમયે સૌના મનનો આત્મવિશ્વાસ અડગ રાખવા માટેની સમૂહ પ્રાર્થના છે. આવું કરવાથી મહામારી દૂર નહીં થાય પણ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જરૂર થશે. આ વિકટ પરિસ્થિતિમાં એકજુટ રહેવાની શક્તિ મળશે. સકારાત્મક વાતાવરણમાં એક સાથે રહીને આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું જ એવી આશ જીવંત રહેશે. દિપક પ્રકાશ લાવે છે અને પ્રકાશ લાવે છે જ્ઞાન, જોમ, શક્તિ, ઊર્જા, આત્મવિશ્વાસ !
