પરિશ્રમ
પરિશ્રમ
આપણાં જીવનમાં મહેનતનું ખુબજ મહત્વ રહેલું છે. આપણાં જીવનમાં મહેનતથી જ કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે. સમાજમાં ગરીબ વ્યક્તિ હોય કે અમીર બધાજ પોતાના જીવનનાં કાર્યોમાં સફળતાં મેળવવા મહેનત કરે છે. મહેનત એ જીવનમાં કોઇપણ કાર્યની સફળતાની ચાવી છે. જીવનમાં માણસ ને ગમે તેવો ખરાબ સમય આવે પણ મહેનતરૂપી અમૃતથી તે ખરાબ સમય પણ દૂર થઈ જાય છે. જીવન માં ઘણા બધા સંઘર્ષ ગણી બધી મુશ્કેલી આવે છે. જીવનમાં આવનારા સંઘર્ષ અને મુશ્કેલીઓ સામે જે માણસ હારી જાય છે. તે માણસ ને સંઘર્ષ કે મુશ્કેલી દૂર થતી નથી પણ તે સંઘર્ષ કે મુશ્કેલી માણસ નાં જીવન માં વધતી જાય છે. પણ માણસ જીવન માં સંઘર્ષ કે મુશ્કેલી સામે નીડર થઈ ને તે મુશ્કેલી કે સંઘર્ષ નો સામનો કરે તો તેણે જીવન માં નક્કી કરેલ લક્ષ સુધી પહોચી જાય છે.
મુશ્કેલી કે સંઘર્ષ માનવી નાં જીવન માં દુઃખ નથી આપતા પણ સુખ રૂપી અમૃત સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.માણસ નાં જીવન માં સંઘર્ષ કે મુશ્કેલી ભલે થોડા સમય માટે આપણાં જીવન માં દુઃખ આપે પણ એ દુઃખ આપણાં જીવન ને લોખંડ માંથી સોનું બનાવે છે. મુશ્કેલી કે સંઘર્ષ માણસ નાં જીવન માં થોડા સમય માટે જ હોય છે.પણ એ સમયે માણસ એ કરેલ અનુભવ એ માણસ ને સાચા અર્થ માં તેને જોવેલ સ્વપ્ન પૂરા કરવામાં મદદરૂપ બને છે.માણસ નાં જીવન માં આવતી મુશ્કેલી કે સંઘર્ષ માણસ ની સાચી ઓળખ કરાવે છે. માણસનાં જીવનમાં આવતી મુશ્કેલી કે સંઘર્ષ માણસનાં અંદર રહેલી સાચી શક્તિ ને ઓળખાવે છે. માણસનાં જીવનમાં આવતી મુશ્કેલી કે સંઘર્ષ નાં પરીણામે માણસ પોતાની જાતને ઓળખે છે.માણસ નાં જીવન માં આવતી મુશ્કેલી કે સંઘર્ષ સામે જે માણસ નીડર બનીને સામનો કરે છે તે માણસ જ જીવનનો સાચો યોદ્ધા છે.
માણસ નાં જીવન માં તેણે નક્કી કરેલ લક્ષ માં મુશ્કેલી કે સંઘર્ષ આવે તો જ માણસ ને ખબર પડે છે કે તેણે નકકી કરેલ લક્ષ મેળવવા અને સુખ રૂપી અમૃત મેળવવા યોગ્ય છે કે નહિ.માણસ ની યોગ્યતા કાર્ય માં આવનાર મુશ્કેલી કે સંઘર્ષ દ્વારા જ નક્કી થાય છે. માણસનાં જીવનમાં આવનાર મુશ્કેલી કે સંઘર્ષ જ માણસ ને ભક્તિ , સદાચાર , સત્સંગ , સંસ્કાર તરફ લઈ જાય છે.માણસ નાં જીવન માં આવનાર મુશ્કેલી કે સંઘર્ષ જ માણસ ને સારા કર્મ તરફ લઈ જાય છે.માણસ નાં જીવન માં આવનાર મુશ્કેલી કે સંઘર્ષ માણસ નાં જીવન માં કાંટા દૂર કરી ફૂલરૂપી માર્ગ તરફ લઈ જાય છે.માણસ નાં જીવન માં આવનાર મુશ્કેલી કે સંઘર્ષ જ માણસ ને સાચા અર્થ માં જીવન જીવવાનું શીખવાડે છે.માણસ નાં જીવન માં આવનાર મુશ્કેલી કે સંઘર્ષ એક ગુરુ સમાન હોય છે જે માણસ ને જીવન ને અંધકાર રૂપી અજ્ઞાન થી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે.
આ જ્ઞાનરૂપી પ્રકાશ પોતાના જીવન ને તો સુખી કરે જ છે તેની સાથેસાથે બીજા માણસોનાં જીવનમાં પણ અંધકારરૂપી અજ્ઞાન ને દૂર કરી સુખરૂપી પ્રકાશ લાવે છે.
સ્વામી વિવેકાનંદે આ બાબત માં ખુબજ સુંદર વાક્ય કહ્યું છે." ઊઠો જાગો અને ઘ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો". આ વાક્ય મનુષ્યનાં જીવન માં ખુબજ મહત્વ ધરાવે છે.મનુષ્ય નાં જીવન માં આવનાર મુશ્કેલી અને સંઘર્ષ સામે નીડર બનીને સામનો કરવાની બાબત સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ ખુબજ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. માણસનાં જીવનમાં સુખરૂપી ચાવી અને ખરાબ સમયને દૂર કરી સારો સમય લાવવાનો મુખ્ય સ્ત્રોત પરિશ્રમ જ છે. પરિશ્રમ એ જ પારસમણિ છે. માણસ ગમે તેવો ગરીબ કે અમીર હોય તો પણ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલી નો સામનો કરવો જ પડે છે. માણસ નાં જીવન માં મુશ્કેલી સામે માણસ નો સંઘર્ષ જ માણસ ને સાચા અર્થમાં જીવન જીવવાનું શીખવાડે છે. જીવન નો સાચો અર્થ જ મુશ્કેલી સામે પરિશ્રમથી ખબર પડે છે.
માણસ જીવન માં આવનાર મુશ્કેલી સામે સંઘર્ષ કરીને જે લક્ષ મેળવે ને સુખી થાય છે.તે સુખ સ્વર્ગનાં સુખ કરતા પણ ખૂબ વધારે સુખી કરનાર હોય છે. જેમ સાચા હીરા ને એક સોની જ ઓળખી શકે છે તેવી જ રીતે માણસે મુશ્કેલી માં કરેલ સંઘર્ષ દ્વારા મેળવેલ લક્ષ ને પણ લક્ષ મેળવનાર માણસ જ સારી રીતે જાણી શકે છે. લક્ષ નાનું હોય કે મોટું હોય તે મહત્વનું નથી પણ લક્ષ મેળવવા કરેલ મહેનત અને સંઘર્ષ મહત્વનો છે. માણસ નાં જીવનમાં કોઈ પણ લક્ષ સુધી ફક્ત કલ્પના કરવાથી પહોચી શકાય નહિ. પણ એ લક્ષ સુધી પહોંચવા માટે ગણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
જીવન માં કેટલીક વખતે લક્ષ મેળવવા મહેનત અને સંઘર્ષ કરવા છતાં પણ આપણાં જીવન માં નક્કી કરેલ લક્ષ સુધી પહોંચી શકાતું નથી. આ વખતે આપણે ખુબજ હતાશ થઈએ છીએ. આ વખતે આપણે આપણા નસીબનો કે જિંદગી નો વાંક કાઢીએ છીએ. આપણ ને તે સમયે ફક્ત બે જ વસ્તુ યાદ આવે છે. (૧) આપણાં નસીબ માં નહિ હોય અને (૨) આપણી જિંદગી જ કોઈ કામની નથી.આ બે વાક્યો યાદ આવવાની સાથે જ આપણે તે લક્ષ સુધી પહોંચવાનો માર્ગ છોડી દઈએ છીએ. પણ આ માર્ગ છોડવા ને બદલે ખૂબ સારી મહેનતથી આપણાં જીવનમાં લક્ષ મેળવવામાં થતી ભૂલો ને સુધારી તે લક્ષ મેળવવા ફરીથી પ્રયત્ન કરીએ તો આપણે આપણા જીવનમાં નક્કી કરેલ લક્ષ સુધી જરૂર પહોંચી શકાય છે.
આપણે પણ આપણાં જીવન માં ખુબજ મહેનત કરીએ અને આપણાં જીવનમાં નક્કી કરેલ સ્વપ્નરૂપી લક્ષ સુધી પહોંચી ને આપણે આપણા પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સુખરૂપી અમૃત તરફ લઈ જઈએ. એવી હું શુભકામનાઓ પાઠવું છું.
તેથી જ કહેવાય છે ને 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.'
