'Sagar' Ramolia

Children

4.9  

'Sagar' Ramolia

Children

પરીક્ષાનો ડર ? છૂમંતર 06

પરીક્ષાનો ડર ? છૂમંતર 06

2 mins
421


હવે લાગે છે કે મનનું આવી બન્યું. કારણ કે, બધાયે બરાબરનો હલ્લો કર્યો.

જય  : આના મગજમાં પરીક્ષાનું ભૂત ઘૂસી ગયું લાગે છે ! બસ, પરીક્ષા-પરીક્ષા જ કર્યા કરે છે. શું જોઈ ગયો છે પરીક્ષામાં ? જાણે પોતે કોઈ મહાત્માનો અવતાર હોય ! મને તો ગપ્પીદાસમાં જરાય વિશ્વાસ બેસતો જ નથી.''

યશ  : ''ભાગો ! નહિતર આપણને પણ ભૂત વળગાડી દેશે. પછી આપણે ધૂણશું તો કહેવું પડશે કે, હું પરીક્ષાનું ભૂત ! હું જેને વળગું, એને શાંતિથી રહેવા જ ન દઉં !''

પલ  :  ''પોતે જાણે કોઈ દેવનો દીકરો હોય એમ શિખામણ દીધા કરે છે. પણ મનિયા, તારે એ તો સમજવું જોઈએ, કે અહીં કોઈ ઉપર કંઈ અસર થવાની નથી !''

લય  : ''લાલિયો લાભ વગર ન લોટે. ભાઈને કાંઈક ગરજ લાગે છે. એટલે તો કયારનો ભાષણ આપવા બેસી ગયો છે. એ પણ જાદુ બતાવું બતાવું કહીને આપણને રોકી બેઠો છે. આ તો ભાઈબંધ છે, એટલે એની બકબક સાંભળીએ છીએ. બાકી અહીં સમય જ કોને છે ?''

રવ  : ''એ મનિયા ! લયની વાત સાચી છે. આ તો તું ભાઈબંધ છો એટલે ! બીજો કોઈ હોત તો આવું કંટાળાજનક ભાષણ કરનારને મુક્કો મારી દેત. તું એમ ન માનતો કે, તારો ઈરાદો અમને ખબર નથી ! પણ અમારી માણસાઈની પરીક્ષા લેવાનું બંધ કર ! ભાઈબંધોની પરીક્ષા લેવાનું બંધ કર !''

મન કહે, ''હું તમારું કાંઈ ખોટું કરતો નથી. હું તમારો સમય પણ બગાડતો નથી. મારે તો તમને પરીક્ષાનો જાદુ શીખવવો છે. જેથી ડર વિના પરીક્ષા આપી શકો ! મને કયારેય પરીક્ષાનો ડર હોતો જ નથી. એટલે તો એ વાત તમને સમજાવવા ઈચ્છું છું. પણ તમારામાંથી કોઈને મારી વાત સમજવાની દાનત છે ? (થોડો ગુસ્સો કરીને) હું તમને કયારનો પરીક્ષાનો ડર શું કરવાથી ન રહે, તેની વાત સમજાવવા મથું છું, પણ તમને તો એ બકબક લાગે છે. હું કહું છું એની તો કોઈ કિંમત જ નથી ! કાંઈક તો મારી વાત માનો !''

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Children