Dr.Riddhi Mehta

Romance Inspirational

1.1  

Dr.Riddhi Mehta

Romance Inspirational

પ્રેમનો સુહાનો સફર

પ્રેમનો સુહાનો સફર

18 mins
1.2K


'નમન... ઉઠ તો બેટા. !' એવી બુમ નીચેથી સંભળાતા તે ઉઘમા જ બબડ્યો. 'મમ્મી આજે તો રવિવાર છે ...આજે તો શાંતિથી ઉઘવા દે ને !'

એટલામાં જ તેનો કાન કોઈએ મરડ્યો એટલે તેને બ્લેન્કેટમાંથી મો બહાર કાઢીને જોયુ તો મમ્મી કહે 'આ બેડરૂમના પડદા ખોલ તો ખબર પડે કેટલા વાગ્યા ?'

એમ કહીને મમ્મીએ બારી ખોલી તો ખબર પડી કે સુર્યનો સીધો તાપ તેના પર આવી રહ્યો છે એટલે નમને તેનો મોબાઈલ જોયો તો સવારના અગિયાર વાગી ગયા હતા. એટલે ફટાફટ ઉભો થઈને ફ્રેશ થવા ગયો એટલે મમ્મીએ કહ્યું નીચે આવ તારી કોફી તૈયાર કરૂ છુ. નમન બાથરૂમમાં બ્રશ કરીને મો ધોઈ રહ્યો હતો ત્યા અરીસામાં એક ચહેરો જાણે દેખાઈ રહ્યો હતો. તેનુ મન જાણે જુની યાદોમાં ખોવાવા લાગે એ પહેલા તે ફટાફટ નીચે નાસ્તો કરવા ગયો. નાસ્તો પતાવીને આમ તો નમન સન્ડે હોય એટલે ન્યુઝપેપર વાચે ને ટીવી જોતો હોય. નહાવા માટે તો તેની મમ્મી પરાણે બાથરૂમમાં મોકલે એમ કહીએ તો ચાલે. કારણ કે રોજ તો એને સાડા સાત વાગે જોબ પર જવા ટીફીન લઈને નીકળી જવાનું હોય.


નમન એક આઈ ટી કંપનીમાં જોબ કરે છે. તે પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો. અને આઈ ટીમાં એન્જિનિયર બનવાનું તેનું સપનુ હતું. એટલે તેણે સાયન્સ રાખી એ ગૃપ રાખ્યું હતુ. અને તેમાં પણ તેને સારા ટકા આવતા તેને અમદાવાદમાં જ એલ. ડી. એન્જિનિયરિગ કોલેજમાં એડમિશન મળી ગયુ હતુ. અને ચાર વર્ષ જોતજોતામાં પુરા થઈ ગયા અને આજે કોલેજમાંથી જ પ્લેસમેન્ટમાં સારી મલ્ટીનેશનલ કોલેજમાં જોબ પણ મળી ગઈ અને અને ગઈકાલે જ તેની જોબનુ એક વર્ષ પતી ગયુ. આજે તે નાસ્તો કરીને ન્યૂઝ પેપર વાચી રહ્યો છે પણ કંઈ મજા નહોતી આવતી એટલે તે ફરી બેડરૂમમાં જઈને બેસી ગયો. તેને ફરી કોઈની યાદ આવી. વાત જાણે એવી હતી કે નમન રાત્રે સુતા સુતા ફેસબુક જોઈ રહ્યો હતો તેમાં એક નામ તેને દેખાયુ ફ્રેન્ડ સજેશન માં. તેને તે ઓપન કર્યુ નામ હતુ વિશ્વા કોઠારી ! ખબર નહી તેને શુ સુઝ્યું કે તેને તેની બધી વિગતો જોઈ લીધી. એને યાદ આવી રહ્યુ હતુ કે દસમા ધોરણમાં તેની સાથે બોમ્બે ભણતી વિશ્વા જ છે.

વિશ્વા થોડી ભીનેવાન હતી પણ એકદમ નમણી હતી. અને અણિયાળી બદામી આખો, પતલી કમર, મિડિયમ હાઈટ. તેના કમર સુધીના સિલ્કી, કાળા અને લાંબા વાળ તેના વ્યક્તિત્વમા ચાર ચાંદ લગાવી દેતા હતા. તે પણ ભણવામાં બહુ હોશિયાર હતી. નમન એકદમ રૂપાળો , સાડા પાચ ફુટની હાઈટ, ઘાટીલો ચહેરો, મિડિયમ બોડી હતી એટલે કેટલીય છોકરીઓ તેની સાથે વાત કરવા અને ફ્રેન્ડશીપ કરવા પાછળ ફરતી. પણ નમન તેના ભણવામાં જ લક્ષ રાખતો અને કોઈને ભાવ ના આપતો.


તે અને વિશ્વા ભણવામાં હંમેશા કોમ્પિટિશનમાં હોય બંનેને બે ત્રણ માર્ક્સનો જ ફેર હોય. પણ બંને એકબીજા સાથે બહુ વાત ના કરતા.

આમ ને આમ તેમનુ દસમુ ધોરણ પતી ગયુ. બોર્ડની એક્ઝામ પણ પતી ગઈ. અને વેકેશનમાં નમનના પપ્પાની જોબમાં બદલી થતા તે લોકો અમદાવાદ આવી ગયા હતા. તે લોકો છેલ્લે સ્કુલની વિદાયના દિવસે મળેલા ત્યારે વિશ્વા એ બ્લેક જીન્સ ને ઉપર પર્પલ સ્ટાઈલિશ ટીશર્ટ અને હાફ પોની વાળેલા વાળમાં તેને જોઈને નમનનુ ધ્યાન તેના તરફ જરૂર ગયુ હતુ. કદાચ તેના મગજમાં એક યાદ તરીકે સચવાઈ ગયુ હતુ. પણ તેની સાથે વાત નહોતી થઈ. પણ છેલ્લે વિશ્વાએ તેને મસ્ત સ્માઈલ આપીને ઓલ ધ બેસ્ટ કહ્યું હતુ અને સામે નમને પણ તેને વિશ કર્યુ હતુ. આ હતી તેમની છેલ્લી મુલાકાત ! એ પછી નમન અમદાવાદ આવી ગયો તેઓ ક્યારેય મળ્યા નહી. તે ક્યાં છે શુ કરે છે એ પણ અત્યારે ખબર નથી. નમને તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાનુ વિચાર્યુ પણ પછી ના મોકલી. આજ સુધી તેને ક્યારેય વિશ્વા યાદ નહોતી આવી પણ આજે કોણ જાણે તેનુ મન તેની સાથે વાત કરવા ઉત્સાહિત છે.


તેણે રૂમમાં આવી મોબાઈલમાં નેટ ચાલુ કરી તેને ફેસબુકમાં ફાઈનલી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી દીધી. હવે ફક્ત તે આ રિકવેસ્ટ સ્વીકારે ત્યાં સુધી તો રાહ જ જોવાની હતી બીજો કોઈ ઓપ્શન પણ નહોતો. થોડીવાર રાહ જોઈ પણ કંઈ રિપ્લાય આવ્યો નહી એટલે ફાઈનલી તે ફોન બંધ કરીને જમવા ગયો. જમીને આજે ઉઘ નહોતી આવતી એટલે તે લેપટોપ લઈને મુવી જોવા બેઠો. હંમેશા હોલિવૂડ અને સાઉથના મુવી જોતો નમન આજે ડીડીએલજે મુવી જોવા બેઠો છે. એટલામાં ફરી તેણે મોબાઈલમાં નેટ ચાલુ કર્યુ અને તરત સામે ફેસબુક ખોલ્યું તો તેના ફેસ પર એક માસુમ સ્માઈલ આવી ગઈ. કારણ કે વિશ્વાએ તેની રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. કોણ જાણે અજાણતા તે ખુશ થઈ ગયો.એને સમજાતુ નથી કે તેને આવુ કેમ થઈ રહ્યું છે.

વિશ્વા આજે થાકેલી હતી. તેની ઇન્ટર્નશીપ ચાલુ છે તો આજે એક કેમ્પમાં તેને સવારથી જવાનું હતુ તો બપોરે હાલ ઘરે આવી. જમવાનું તો ત્યાં હતુ જ એટલે આવીને રૂમ પર બેઠી. વિશ્વા એ હોમીઓપેથીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે તેની કોલેજ અને છેલ્લે ઈન્ટર્નશીપ માટે છેલ્લા પાંચ વર્ષથી બહાર રૂમ રાખીને બરોડા તેની ફ્રેન્ડસ સાથે રહે છે. તે આવીને બેઠી અને મોબાઈલ ચાલુ કર્યો તો એક ફેસબુકમાં એક રિકવેસ્ટ જોઈ અને તેમાં નમન ધારાણી નામ અને પ્રોફાઈલ ફોટો જોયો એટલે તેને યાદ આવ્યું કે આ છોકરો તો દસમામાં મારી સાથે હતો અને મને બહુ ગમતો હતો. પણ એ વખતે કદાચ મારો શ્યામવર્ણ ચહેરાને કારણે ક્યારેય તેને મારી સામે જોયુ પણ નહી હોય એવુ વિશ્વા વિચારે છે. પણ પછી એ વિચારે છે કે તેને સામેથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે એકસેપ્ટ કરવામાં શુ વાધો છે એમ વિચારી તે રિકવેસ્ટ એક્સેપ્ટ કરી દે છે. અને તે તો બહુ વિચાર્યા વિના થાકેલી હોવાથી સુઈ ગઈ.


નમને આજ સુધી કોઈને ગર્લફ્રેન્ડ પણ નથી બનાવી કે નથી કોઈને પ્રેમ કર્યો. હા કોલેજમાં તેના ફ્રેન્ડસર્કલમાં બહુ છોકરીઓ હતી. તેમાની ઘણી તેની પાછળ પાગલ હતી. એક બે એ તો એને સામેથી પ્રપોઝ પણ કરેલો પણ તેને ચોક્ખી ના પાડી દીધી હતી.આ પ્રેમ બેમમા ના પડાય, દુઃખી થવાય. આવુ વિચારવાવાળા નમન ને શુ થઈ રહ્યું છે તે એને ખુદને પણ સમજાતુ નથી.

તેને બસ જાણવુ છે કે વિશ્વા અત્યારે 'ક્યાં છે ? શુ કરે છે ? પણ તેને ડાયરેક્ટ કેમ પુછવુ ?' રાત્રે નમન એમ જ વિશ્વાને 'હાય'નો મેસેજ કરે છે. થોડી વાર પછી સામેથી મેસેજ આવે છે. પછી બંને એકબીજાને ક્યાં છે શુ કરે ? એવી બધી વાત કરે છે પછી બંનેને બહુ વાત કરવી યોગ્ય ના લાગતા બાય કરી દીધું.


નમનને તો તેની સાથે વાત કરવી હતી પણ એકસાથે બધી વાતો કરવાથી કદાચ તે ઊધુ સમજીને વાત ન કરે તો એટલે તે પણ બાય કહી દે છે. અને સવારે વહેલા ઓફીસ જવાનું હોવાથી તે સુઈ ગયો. સવારે વહેલા ઉઠતા જ તેને ગુડમોર્નિગનો મેસેજ કરી તૈયાર થઈ ગયો. આજે તેને કંઈ નવીન પ્રકારની એનર્જીનો અહેસાસ થઈ રહ્યો છે. બસ તેને એમ થાય છે કે વિશ્વા સાથે વાતો કર્યા કરે !

વિશ્વા રાત્રે સુતા સુતા વિચારોમાં ખોવાઈ ગઈ છે . તેની બધી રૂમમેટ્સ બહાર અગાશીમાં વાતો કરે છે તે તેને બોલાવે છે પણ વિશ્વા મને મજા નથી આવતી ઉઘ આવે છે કહીને અંદર રૂમમાં જઈને બેસી જાય છે. તે વિચારે છે મારે નમન સાથે વાત કરવી જોઈએ કે નહી. તે મારી સાથે આટલા વર્ષો પછી મારી સાથે વાત કરે છે. અને મને તે પહેલેથી જ પસંદ છે એટલે હુ મારી જાતને તેને ના પાડતા રોકી શકતી નથી. પણ તેને હુ અત્યારે એટલો જાણતી પણ નથી. તેનો ઈરાદો સારો હશે કે નહી, શુ કરૂ ? એટલામાં તે જુએ છે કે ફેસબુકમાં નમનનો મેસેજ છે. તેમાં લખ્યું છે, 'તને જો વાધો ના હોય તો તારો મોબાઈલ નંબર મને આપી શકે છે ?'

હવે વિશ્વા વધારે મુઝાઈ ગઈ શુ કરવુ તેને સમજાયુ નહી. તેને કોઈ રિપ્લાય ના આપ્યો અને સુઈ ગઈ.


નમન ટેન્શનમાં છે. તેને થયું વિશ્વાને ખરાબ લાગ્યું લાગે છે એટલે તેણે મને નંબર તો ના આપ્યો પણ વાત પણ બંધ કરી દીધી. મારાથી જ ઉતાવળ થઈ ગઈ. કંઈ નહી હવે મોબાઈલ નંબર તો છે નહી કે તેને ફોન કરીને વાત કરીને કંઈ સોલ્યુસન આવે. એટલે તે હવે આ મેટર ભુલી જવાનું વિચારે છે. એક અઠવાડિયાને અંતે બહુ વિચાર્યા પછી વિશ્વા સામેથી નમનને મેસેજ કરીને કહે છે 'મને તારો નંબર આપ હુ કોલ કરીશ.' આ બાજુ નમન તો આ મેટર કદાચ ભુલી ગયો હતો સિવાય કે વિશ્વાને ! તે રાત્રે આવીને જમીને તેના રૂમમાં આવીને ફોન જુએ છે તો તેનો મેસેજ જોવે છે એટલે જલ્દીથી તેનો નંબર સેન્ડ કરે છે. અને તેના કોલ આવવાની રાહ જુએ છે.

બીજા દિવસે સાંજે નમન ઓફીસથી ઘરે આવતો હતો. તે તેની કંપનીની બસમાં બેઠો બેઠો ઈયરફોનમાં સોન્ગ સાભળી રહ્યો છે એટલામાં જ એક અનનોન નંબર પરથી કોલ આવે છે. નમન ઉપાડે છે તો સામેથી એક મસ્ત મધુરો અવાજ સંભળાય છે. કોઈ બોલી રહ્યુ છે, હેલ્લો... નમન..!

નમનને ખબર તો પડી ગઈ કે વિશ્વા જ છે, સામે પણ તે કંઈ બોલ્યો નહી. ફક્ત 'હેલ્લો... કોણ. ?' એમ બોલ્યો.

ત્યાં જ સામેથી અવાજ આવ્યો , 'નમન હુ વિશ્વા ! હાય, કેમ છે ?'

નમન : 'બસ મજામાં. તુ કેમ છે ? આ તારો નંબર છે ?'

વિશ્વા: 'હા...'

થોડી નોર્મલ વાતચીત કર્યા પછી નમન તેને રાત્રે ફોન પર વાત કરવાનુ કહી ફોન મુકી દે છે. રાત્રે બંને એકબીજાને વાત કરવા રાહ જોઈ રહ્યા છે. આજે વિશ્વા પણ જમીને તૈયાર થઈ જાય છે અને નમન પણ બહુ ભુખ લાગી છે કહીને વહેલા જમીને તેના રૂમમાં જતો રહે છે. પછી નવ વાગતા જ તે ફ્રી થઈ ગઈ હશે એમ વિચારીને કોલ કરે છે. તેની રિગ વાગતા જ તે એક જ રિગમા ફોન ઉપાડી લે છે એટલે નમન પુછે છે કે 'રાહ જોઈને જ બેઠી હતી ફોનની' અને હસે છે. વિશ્વા કહે છે 'ના ફોન હાથમાં લીધો ને તારો ફોન આવ્યો એટલે તરત ઉપાડી લીધો' કહીને વાત બદલી દે છે. વાસ્તવમાં તે ફોનની રાહ જ જોતી હતી.

નમન : 'હુ તો મજાક કરૂ છુ સિરીયસલી ના લઈશ.' કહીને વાત શરૂ કરે છે. બંને જણા એકબીજાને શુ કરે છે ક્યાં છે બધી વાતો કરે છે. પહેલા દિવસે થોડી વાતો કરીને ફોન મુકી દે છે. હવે ધીમે ધીમે તેમની વાતો વધતી જાય છે. હજુ સુધી તો બંને ફ્રેન્ડસ જ છે પણ બંને એકબીજાને બધી વાતો શેર કરવા લાગ્યા છે. વિશ્વાને તેની ફ્રેન્ડસ કહે છે 'તુ હમણાંથી ખોવાયેલી રહે છે. શુ થયુ છે ? મેસેજ કરતાં કરતાં એકલી એકલી હસે છે, કોઈ મળી ગયુ છે કે શુ ? અને આ નમન કોણ છે ?'

વિશ્વા : 'ખાલી મારો ફ્રેન્ડ છે બસ તેની સાથે વાત કરૂ છુ.'


વિશ્વાની ફ્રેન્ડ અંજલિ : 'બસ હવે અમને ખબર છે. કોઈ ફ્રેન્ડ સાથે આટલી વાર અને નાની નાની લાઈફની બધી વાતો ના કરે.'

ત્યારે તેને અહેસાસ થાય છે કે ખરેખર તેને હવે નમન સાથે વાત કર્યા વિના ચાલતુ નથી. તેનો ફોન ના આવે તો તે ઉચીનીચી થઈ જાય છે. તે વિચારે છે કે ખરેખર તેને હવે હુ ફ્રેન્ડ કરતા વધારે માનવા લાગી છુ.

વિશ્વાની ફ્રેન્ડ દિપાલી : 'વિશ્વા હવે રહી રહીને ક્યાં ડુબી રહી છે. જે કરે તે વિચારીને કરજે. તમારા બંનેની કાસ્ટ અલગ છે જો તમારા ઘરે માને એવુ હોય તો જ આગળ વધજે. નહી તો બંને દુઃખી થશો.'

વિશ્વા હા કહે છે. તે વિચારે છે મારા ઘરે આ માટે મનાવવા અઘરા છે. મારે જ હવે મારી જાતને રોકવી પડશે.


નમનના મમ્મી પપ્પા હવે તે સેટલ થઈ ગયો હોવાથી તેના માટે છોકરીઓ જોવા લાગ્યા છે. તે લોકો નમનને ઘણા બાયોડેટા પણ બતાવે છે જેમાં ઘણી રૂપાળી, ભણેલી છોકરીઓ છે પણ નમન કોઈને જોવાની હા નથી પાડતો તે કહે છે મને આમાંથી કોઈ નથી ગમતી. નમન ને હવે વિશ્વા ખરેખર ગમવા લાગી છે. તે આ બાબતે સિરિયસ બની ગયો છે. તેને વિશ્વાની હવે આદત પડી ગઈ છે. હવે તે વિચારે છે કે મમ્મી પપ્પા સામે હવે વાત વધારે સમય ટાળી નહી શકુ. મારે ડિસિઝન જલ્દીથી લેવુ પડશે.

એમ વિચારીને તે જલ્દીથી વિશ્વાની મરજી પુછવાનું વિચારે છે.


બે દિવસ, ફોન પર બંને મોડા સુધી વાતો કરી રહ્યા છે. નમન તેને તેના લાઈફ પાર્ટનર કેવો જોઈએ ને બધુ આમ તેમ પુછે છે અને તેને કહે છે, 'હુ તને લાઈક કરૂ છુતુ મારી સાથે લગ્ન કરીશ ?'

વિશ્વાએ તેના ફ્રેન્ડસના સમજાયા પછી નક્કી કર્યુ હોય છે કે તે ધીરે ધીરે નમન સાથે વાતો ઓછી કરી દેશે. જેથી તેને એના માટે ફ્રેન્ડથી વધારે કોઈ લાગણી ના થાય. એવામાં જ નમન તેને આવુ પુછી લે છે એટલે તે બહુ કન્ફ્યુઝ થઈ જાય છે કારણ કે હવે તે નમન વિના રહી શકતી નથી અને તેની સાથેનો સંબંધ ઘરે સ્વીકારશે નહી. ના પાડવાની તેની હિંમત નથી અને હા પાડવાથી આગળનુ વિચારીને તે ડરે છે. એટલે તે ફોન કટ કરી દે છે. પછી નમન તેને બહુ ફોન કરે છે પણ તે ઉપાડતી નથી. આ બાજુ નમન આખી રાત વિચારો કરીને આખી રાત સુતો નથી . તે બહુ દુઃખી થઈ જાય છે. આખો દિવસ ઓફિસમાં પણ તેનુ કામમાં ધ્યાન રહેતુ નથી એટલે તબિયત સારી નથી એમ કહીને વહેલા નીકળી જાય છે. પણ તે ઘરે જવાને બદલે એક ગાર્ડનમાં જઈને બેસી જાય છે.

આ બાજુ વિશ્વા થોડી જીદ્દી સ્વભાવની છે તેને જે જોઈએ તે ગમે તે ભોગે મેળવીને જ રહે પછી તે વ્યક્તિ હોય કે વસ્તુ ! તે ફોન તો કટ કરી દે છે નમનનો પણ તે બે દિવસ માડ માડ કાઢે છે. અને આખરે બે દિવસ પછી સામેથી નમનને ફોન કરીને કહે છે, 'નમન આઈ લવ યુ...મિસ યુ અ લોટ...હુ તારા વિના હવે નહી રહી શકુ ! આ સાંભળીને નમન ખુશ થઈ જાય છે. આ બાજુ વિશ્વા પણ. બંનેની આખોમાં અત્યંત પ્રેમ અને લાગણીનો ધોધ વહી રહ્યો છે !

પછી વિશ્વા કહે છે, 'આપણે ઘરેથી આ સંબંધ માટે રાજી થશે ?'

નમન : 'મારા ઘરે તો હુ મનાવી લઈશ. પણ તારા ઘરે માનશે ? એવુ હશે તો મારા મમ્મી પપ્પા જોડે જ તારા ઘરે પુછાવડાવશુ.

બીજા દિવસે વિશ્વા અંજલિ અને દિપાલીને આ કહે છે.


અંજલિ : 'આટલા વર્ષો પછી તમે બંને વાત કરો છો એ તને બધુ કહે છે એ સાચુ હશે ? એનો પ્રેમ સાચો હશે ? અત્યારે તે હકીકતમાં તને બધુ કહે છે તેવો જ હશે ?'

દિપાલી : 'તારે હવે આ સંબંધમાં આગળ વધતા પહેલા આ બધુ સાચુ છે કે નહી તે તપાસ કરી લે.'

પછી વિશ્વા બીજા જ દિવસે વાતવાતમાં તેની કંપની , ઘર એડ્રેસ, ફ્રેન્ડસ બધા વિશે જાણવાનુ શરૂ કરે છે. તે એક બે જગ્યાએ ફોન કરીને વાત પણ કરે છે પછી તેને ખાતરી થઈ જાય છે કે તે કહે છે તે બધુ સાચુ છે. હવે તે તેના બીજા સ્ટેપ તરીકે તેને ત્યાં મળવા આવવા બોલાવવાનુ વિચારે છે એટલે તે માની જાય છે. આ બાજુ નમને તેના ઘરે વાત કરી દીધી છે તે લોકો માની જાય છે પણ તેને એકવાર જોવા માગે છે. એટલે હવે નમન તો તેના ઘરે કહીને જ ત્યાં વિશ્વાને મળવા આવે છે. વિશ્વા આજે આટલા વર્ષો પછી નમનને મળવાની છે એટલે બહુ ખુશ છે. તે નમનને જોતા જ તેને ખુશીમા ભેટી પડે છે, પણ પછી તેને હાલ આ યોગ્ય ના લાગતા તેને છોડીને ઉભી રહી જાય છે અને સોરી કહે છે.


હવે બંને આખો દિવસ બહાર ફરે છે, મુવી જોવા જાય છે અને ફરે છે તે આખો દિવસ વિશ્વાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તે અંજલિ અને દિપાલીને મળે છે હવે તેમને નમન રૂબરૂ મળતા તેમને પણ થોડી ખાતરી થઈ ગઈ કે નમન સારો છોકરો છે. આખો દિવસ સાથે રહ્યા છતાં તે એક પણ ડિમાન્ડ કરતો નથી એટલે વિશ્વાને હવે નમન પર વિશ્વાસ આવી જાય છે. અને બંને ફરી મળશે એવુ એકબીજાને કહી છુટા પડે છે. હવે નમન ના ઘરે તો કોઈ આ સંબંધ માટે કોઈ પ્રોબ્લેમ નથી એટલે એક તો શાંતિ છે પણ હવે વિશ્વા તેના ઘરે કહેવા માટે વિચારે છે. વિશ્વા ની ઈન્ટન્સીપ પુરી થવામાં એક મહિનો બાકી છે અને બે દિવસ માટે તે કાલે ઘરે જવાની છે. એટલે જો સારો ચાન્સ મળે તો તે ઘરે કહેવાનુ વિચારે છે.


તે ઘરે જાય છે તેને નમનને કીધું છે એટલે બંને ફોન પર વાત નથી કરતા. પણ ફક્ત મેસેજમાં વાત કરે છે. હવે તે થાકીને આવી હોય છે એટલે રાત્રે સુતા સુતા તેની સાથે મેસેજમાં વાત કરતી હોય એમાં તેને ઉઘ આવી જાય છે. એટલે મેસેજનો રિપ્લાય ન આવતા નમન બે ત્રણ વાર મેસેજ કરે છે પણ કંઈ રિપ્લાય ના આવતા તે સુઈ જાય છે.

આ બાજુ બે ત્રણ વાર મેસેજ ટોન વાગતી હોય છે એટલે તેનો ભાઈ રૂમમાં બેસીને વાચતો હતો એટલે તે સુઈ ગઈ હતી. એટલે મોબાઈલ બંધ કરીને સાઈડમાં મુકવા જાય છે. ત્યાં જ તેનામાં ફરી મેસેજ આવે છે એટલે નમને મેસેજમાં લખ્યું હોય છે, ગુડનાઈટ. આઈ લવ યુ.' પણ નામ નમ્રતા સેવ કરેલું હોય છે એટલે તેનો ભાઈ જે કોલેજના પહેલા વર્ષમાં ભણે છે તેને ડાઉટ જાય છે. પણ ત્યારે તો એ વિશ્વા સુઈ ગઈ હતી એટલે કશુ કહેતો નથી. સવારે વિશ્વા મેસેજ જુએ છે એટલે નમન સાથે વાત કરે છે પણ બંનેમાંથી કોઈને ખબર નથી કે તેના ભાઈએ મેસેજ જોયો છે. પછી મોડા તેનો ભાઈ તેને પુછે છે પહેલા તો વિશ્વા કંઈ કહેતી નથી. પણ વધારે ફોર્સ કરતાં તે નમન વિશે વાત કરે છે એટલે તેનો ભાઈ તેની મમ્મી ને વાત કરે છે.


પણ તેમની બંનેની કાસ્ટ અલગ હોવાથી બંને ચોક્ખી ના પાડે છે. અને ત્યાં જઈને પણ વાત કરવાની ના પાડે છે. તેની મમ્મી કહે છે સમાજમાં ઘણા સારા છોકરાઓના માંગા આવે છે આ તો અમે તારૂ ભણવાનું પતવાની રાહ જોતા હતા. અમને જો આવી ખબર હોત તો તારી સગાઈ જ વહેલા કરી દેત તો આવુ કંઈ થાત જ નહી ! હવે બીજા દિવસે વિશ્વા સુરતથી બરોડા આવી જાય છે. તે નમનને બધી વાત કરે છે. પણ આ તો પ્રેમ છે એમ કોઈના કહેવાથી થોડો રોકાય છે ! નમન કહે છે હાલ બસ તારી ઈન્ટર્નશીપ પુરી કરી દે હવે એક જ મહિનો બાકી છે પછી તુ ઘરે જઈને શાંતિથી વાત કરજે અને મને એમની સાથે મળાવજે.


એક મહિના પછી, વિશ્વા ઘરે આવી જાય છે. થોડા દિવસ તો એવી કઈ વાત થતી નથી. પણ પછી એક દિવસ રાત્રે તેના મમ્મી કહે છે 'કાલે તને જોવા માટે એક છોકરો આવવાનો છે તો તૈયાર થઈ જજે કાલે.' વિશ્વા ના પાડે છે પણ તે તેના મમ્મીની જિદ સામે તે જોવા માટે હા પાડે છે. તે જેવી જિદ્દી છે એવા જ તેના મમ્મી પણ સામે છે. બીજા દિવસે છોકરો જોવા આવે છે તે જોઈને પણ જાય છે પણ વિશ્વા ના ઘરનાને છોકરો અને ફેમિલી બહુ ના ગમ્યું એટલે ના પાડી દીધી એટલે વિશ્વા ખુશ થઈ ગઈ. તે મેસેજ માં નમન સાથે વાત કરી લેતી. ક્યારેક ઘરમાં કોઈ ના હોય ત્યારે ફોન પર વાત કરી લેતી. હવે એક દિવસ વિશ્વા તેના ઘરે કઈ દે છે કે હુ મેરેજ કરીશ તો એની સાથે જ નહી તો નહી કરૂ. એ ગુસ્સામાં એવુ પણ કહી દે છે કે 'મે તો નમનને ભાગીને લગ્ન કરવા પણ કહ્યું પણ તે કહે છે કે આપણે લગ્ન કરીશું તો બધાના આશીર્વાદ સાથે નહીતો લગ્ન જ નહી કરીએ. એટલે જો તમારી તેને મળવાની ઈચ્છા હોય તો કહેજો, નહી તો મને લગ્ન કરવા માટે કોઈ ફોર્સ ના કરતાં.' થોડા દિવસ કોઈ વાત ના થતા તે ઘરે વાત કરીને એક જગ્યાએ જોબ ચાલુ કરી દે છે. પણ ઘરમાં હવે તે કોઈની સાથે બહુ વાત કરતી નથી. તેને જોબ ચાલુ થવાથી હવે તેની નમન સાથે ફરી વાતો શરૂ થઈ ગઈ હતી. પહેલાની જેમ. નમન બહુ સમજુ હતો તે હંમેશાં તેને સમજાવતો કે તુ ઘરે આવી રીતે વાત ના કર. એ લોકો તારા સારા માટે જ કહે છે. તુ એમને સમજાવવાનો પ્રયત્ન કર.

        

***

છ મહિના પછી,

હજુ વિશ્વાના ઘરે કોઈ માનતુ નથી. એક દિવસ ઘરમાં કોઈ નહોતું એટલે તેના પપ્પા તેની પાસે આવીને બેસે છે. તે વિશ્વાને આવી ઉદાસ જોઈને દુઃખી થાય છે. તે એની મમ્મીનીના સામે કંઈ બોલતા નહોતા. પણ આજે તેમને રોજ મસ્ત ચુલબુલી ગુસ્સાવાળી પપ્પાની લાડકી વિશ્વા આમ સુનમુન રહે છે એ તેમનાથી ના જોવાયુ. આખરે દીકરી તો બાપનુ હદય હોય છે. એટલે તે એની પાસે બેસીને કહે છે 'તુ મને નમન ને મળાવીશ ?' વિશ્વા ખુશ થઈને તેના પપ્પાને ભેટી પડે છે. પછી બે દિવસ પછી તેના પપ્પાને નમન મળે છે. તેમને તો નમન ગમી જાય છે. તેના પપ્પા નમનને તેના ફેમિલીને લઈને વિશ્વા માટે તેનો હાથ માગવા આવવાનું કહે છે.


વિશ્વા કહે છે 'પણ પપ્પા એ લોકો ઘરે આવેને મમ્મી અને ભાઈ માને નહી તો એમનુ અપમાન કરશે તો ?'

એના પપ્પા તેમને બંનેને એક પ્લાન કહે છે અને નમનના ઘરે પણ આ વાતની જાણ કરી તૈયાર રહેવા કહે છે. બીજા દિવસે વિશ્વાના પપ્પા તેની મમ્મી ને કહે છે 'મારા ધ્યાનમાં એક છોકરો છે આપણા સમાજનો નથી પણ મારા એક ફ્રેન્ડનો દીકરો છે. સારૂ કમાય છે સંસ્કારી છે જો તુ હા પાડે તો આપણે વિશ્વા માટે જોઈએ.' તેની મમ્મી હા પાડે છે એટલે બીજા દિવસે રવિવાર હતો એટલે તેમને ઘરે બોલાવે છે. વિશ્વાના પપ્પા સિવાય તેની ફેમિલીમાં નમન ને કોઈએ જોયો નથી. આજે નમનનુ ફેમિલી ત્યાં સુરત આવે છે. વિશ્વા તો મનોમન ખુશ છે પણ બહારથી તેની મમ્મી સામે તેને આ નથી ગમતુ એવુ બતાવે છે. નમન તો હતો જ એવો કે કોઈને પણ ગમી જાય. તેને જોતાવેંત જ તેના મમ્મી વિચારે છે વિશ્વા તો થોડી શ્યામ છે જ્યારે આ છોકરો તો રાજકુમાર જેવો છે.અને સારો પણ છે. જો એ હા પાડી દે તો તેની લાઈફ બની જાય અને તે પેલા છોકરાને પણ ભુલી જાય ! આ લોકોએ અહી નમનનુ નામ નિર્મિત કહે છે. એટલે તેની મમ્મીને તેના પર કોઈ શંકા ના જાય. તે લોકોની બહુ સારી આગતા-સ્વાગતા કરે છે વિશ્વાની મમ્મી. અને બધી વાતો થાય છે અને છેલ્લે તે બંનેને એકબીજા સાથે વાત કરવા માટે રૂમમાં મોકલે છે.

વિશ્વા તો પહેલાં અંદર જઈને નમન ને હગ કરે છે અને હસીને કહે છે 'તમારે જે પ્રશ્નો પુછવા હોય તે પુછો બાકી મને તો નિર્મિત નથી ગમતો નમન જ ગમે છે.'

નમન : 'સારૂ તો બહાર જઈને તારા મમ્મીને કહી દઉ કે તમારી છોકરીને તો કોઈ નમન ગમે છે એટલે એ મને ના પાડે છે.


વિશ્વા તેનો હાથ પકડી દે છે અને તેની સામે જુએ છે. બંને જણા એકબીજાની આખોમા જોઈ રહ્યા છે. તે નમનને એકદમ પકડીને તેની બાહોમાં સમાઈ જાય છે તે કહે છે 'બકા આ છેલ્લી બાજી છે, આપણા હાથમાંથી જવી ના જોઈએ. તુ ગમે તે રીતે મમ્મી માની જાય એવુ કરજે. એમ કહીને બંને બહાર આવે છે. બંને થોડું અજનબી એ વાત કરી હોય તેવુ જ નોર્મલ વર્તન કરે છે.

વિચારીને જવાબ આપીશુ એવુ કહીને બધા છુટા પડે છે. રાત્રે તેની મમ્મી વિશ્વાને કહે છે 'મને તો ગમે છે તુ હા પાડી દે આગળ વાત કરીએ.'

વિશ્વા : 'જેમ તને ઠીક લાગે એમ કરીશ.'

વિશ્વા એ આવો જવાબ આપ્યો એટલે તેની મમ્મી વિચારે છે કે તે થોડી પીગળી છે તો સગાઈ થશે આની સાથે હરસે ફરશે એટલે તે પેલા છોકરાને ભુલી જશે. એટલે વિશ્વાના ઘરેથી નમનના ઘરે ફોન કરે છે અને હા પાડે છે. એટલે હા પડતા બધા ખુશ થઈ જાય છે. પણ હવે એક જ ચિંતા હતી કે તેમને સાચી ખબર પડશે ત્યારે શુ થશે ?


વિશ્વા અને નમનના સગાઈ અને લગ્નનુ નકકી થાય છે. આગલા દિવસે સગાઈ અને બીજા દિવસે લગ્ન. બધી તૈયારી થઈ જાય છે. સગાઈના આગલા દિવસે વિશ્વાના પપ્પા ભગવાનને મનોમન પ્રાર્થના કરીને તેની મમ્મી પાસે જાય છે. અને તેની પાસે એક વચન માગે છે. તેની મમ્મી તેમને હા કહે છે કે 'આજે મારી દીકરીની ખુશી માટે તારી પાસે જે વાત કરૂ છુ મહેરબાની કરીને તુ ના ના કહેતી.'

તેની મમ્મી હા કહે છે અને વિચારે છે 'એવુ તો આમ પણ શુ હશે, દીકરી તો મારી પણ છે જ ને, એને જે આપવુ હોય તે આપે મને શુ વાધો હોય. તેની ખુશીમાં જ અમારી ખુશી છે ને ! એટલે તે કહે છે બોલો જે હોય તે. તેના પપ્પા નમન અને વિશ્વાની હજુ સુધીની બધી વાત કરે છે. તેની મમ્મી તો થોડી વાર કંઈ જ બોલતી નથી. તેના પપ્પા કહે છે 'આપણે આપણા સંતાનોને સુખી જોવા ઈચ્છીએ છીએ. અને વિશ્વાની ખુશી નમન સાથે છે. નાતજાતના ભેદ જતાં રહ્યાં હવે અને ભલે આપણી કાસ્ટ અલગ છે પણ તે પણ બીજી સારી કાસ્ટનો જ છે અને સંસ્કારી, સમજુ અને સેટલ છે. આપણે આ બધી તુચ્છ બાબતોને લીધે આપણી દિકરીની ખુશીઓ ને નહી હોમી દઈએ.'


વિશ્વાના મમ્મી થોડી વાર બધુ સાભળે છે કંઈ જ બોલતા નથી. પણ તેમની આંખોમાં આસુ આવી જાય છે. તમારી વાત સાચી છે. હુ દીકરીની ખુશીને ભુલીને એક જડતામાં મારી જાતને પરોવી દીધી હતી. મે તેને બહુ દુઃખી કરી છે. પછી તે વિશ્વાના રૂમમાં જાય છે તે બહુ ખુશ હોય છે. તેઓ તેને ભેટીને રડવા લાગે છે અને કહે છે 'દીકરા મને માફ કરી દે મે તને બહુ દુઃખી કરી.' તે સામે જુએ છે તો સામે તેના પપ્પા અને ભાઈ ઉભા છે એટલે તે સમજી જાય છે કે પપ્પા એ બધુ સાચુ કહી દીધું છે.

એટલે ચારેય જણા ભેગા થઈને ખુશીના આંસુ વહાવી રહ્યા છે. અને બધાના દિમાગમાથી એક ભાર હળવો થઈ ગયો છે. એટલે પછી થોડીવારમાં જ વિશ્વા નમનને ફોન કરીને બધુ કહે છે એટલે તે પણ ખુશ થઈ જાય છે અને તેના ઘરે પણ બધાનુ ટેન્શન જતુ રહે છે. કારણ કે નમન પણ જૂઠની બુનિયાદ પર કોઈ સંબંધ બાધવા નહોતો ઈચ્છતો ! આખરે સગાઈના બીજા દિવસે દુલ્હે રાજાને પોખવા સાસુમા ખુબ સજીધજીને આવે છે. અને મંગલ ગીતો ગવાય છે...

"પ્રથમ ગણેશ બેસાડો, ગણેશ દુદાળા રે...!"

....અને બે પ્રેમીપંખીડાઓ લગ્ન કરીને સદાયને માટે એક થઈને એક નવા સફરની શરૂઆત કરે છે.  


Rate this content
Log in

Similar gujarati story from Romance