Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

પ્રેમની જીત

પ્રેમની જીત

5 mins
206


" છલકતું યૌવન છે ને

રૂપરૂપનો એ અવતાર છે

અઢાર વર્ષની એ છોરી

જાણે લાગે પદમણી નારી"

રમીલા અઢાર વર્ષની થઈ. એનું છલકતું યૌવન. રૂપરૂપનો અવતાર. જોનાર જાણે આભાર જ બની જાય એવું રૂપ. હાથ અડે તો પણ છાપ પડે એવી ચમકતી સ્કિન. સૌ કોઈ જોવાને આતુર.

જેવું રૂપ તેવું ઘર નહિ. પરિસ્થિતિ સાવ સામાન્ય. ઘરના સૌ સભ્યો જીવન જીવી શકે તેટલી આવક પરંતુ રમીલાને કોઈ વાતની ખોટ ક્યારેય ન આવવા દે. તેના પિતાનું નામ વનરાજ ભાઈ અને માતાનું નામ નબુબેન. પરિવારના તમામ સભ્યો તેની ખુશીનો ખ્યાલ રાખે. એના ચહેરા પર ક્યારેય ઉદાસી આવવા ન દે. કદાચ એટલે જ એ રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું.

એવામાં એક દિવસ રમીલાની સગાઈની વાત એક ગામમાં રહેતા મોટા શેઠને ત્યાંથી આવી. સૌ જાણે સંપતિમાં આળોટે. ગામ ખાતે સૌથી સારું ઘર. ન કશી ફિકર. શેઠનું નામ રાજપાલ. તેને બે દીકરા અને ચાર દીકરી. બે દીકરીના લગ્ન થઈ ગયા હતા. બેના હજી બાકી. એક ભાઈ નાનો.

 જેની વાત રમીલા માટે આવી હતી તે મોટો. તેનું નામ અંશુમન. ખૂબ સુંદર અને દેખાવડો. રમીલા અને અંશુમનની જોડી મસ્ત જાણે. રમીલા સુખની મીઠી છાંયડીમાં સદાય રહેશે. એને કોઈ વાતની ખોટ નહિ રહે.

"ભાઈ આ તો મોટા છે ઘર

જ્યાં છે ધન સંપતિના ઢગ

 એ તો છે મોટા ઘર...

કહેવા માટે સંપતિ કરોડ

વાપરવા ન મળે ફૂટી કોડી

એ તો છે મોટા ઘર..."

રાજપાલ શેઠ રમીલાને ત્યાં સગાઈની વાત લઈને ગયા. અને કહે અરે, વનરાજભાઈ શું કરો છો ? ... મજામાં તો છો ને.

વનરાજભાઈ કહે," અરે શેઠ તમે. અમ ગરીબને દ્વાર. આવો...આવો... બેસો. શું લેશો ચા નાસ્તો.

રાજપાલ શેઠ કહે," અત્યારે તો કંઈ નહિ.... બસ તમારી પાસે એક વાત લઈને આવ્યો છું. જો તમને ઠીક લાગે તો હા માં જવાબ આપશો."

વનરાજભાઈ કહે," અરે તમે તો ગામના શેઠ તમારે તો ખાલી હુકમ કરવાનો હોય."

રાજપાલશેઠ કહે," ના ભાઈ કોઈ હુકમની વાત નથી. તમારી દીકરી રમીલા મને અંશુમન માટે ખૂબ ગમી ગઈ છે. અંશુમન અને રમીલાની જોડી ખૂબ શોભશે."

 વનરાજભાઈ કહે, " અરે આ તો સોનામાં સુગંધ ભળી જાય તેવી વાત છે. આનાથી બીજુ રૂડું શું ? તમારા જેવું ઘર મારી દીકરીને મળતું હોય તો ખૂબ સુંદર. કરીએ કંકુના.

રાજપાલશેઠે કહ્યું," મુહૂર્ત જોવરાવી તમને વાત કરું. શુભ ચોઘડિયે ઘડિયા લગ્ન લઈએ.

 રાજપાલશેઠે લગ્નની તિથિ જોઈ લગ્નની તારીખ નક્કી કરી. રમીલાના ઘેર તેના પરિવારવાળા ખુબ ખુશ હતા. મારી દીકરીને ઊંચું ખોરડું મળ્યું છે. ઊંચા ખોરડે એ રાજ કરશે.

"આવશે આવશે રે ભાઈ

આ તો ઊંચા કુળની જાન

દીકરી મારી લાડકવાયી થશે

રાજરાણી કરશે લીલાલ્હેર."

 બંને પરિવારના સભ્યો લગ્નની તૈયારીમાં જોડાઈ ગયા. વનરાજભાઈનું ઘર ભલે સામાન્ય હતું પણ રમીલા માટે સૌ સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હતા. ઘરને રંગરોગાન કરી શણગારી દીધું. બજારમાંથી ખરીદી કરી આવ્યા.

 જમણવાર માટે તૈયારી કરી. મોટા ઘરની જાન આવી પહોંચી. વાગ્યા ઢોલ ને વાગી શરણાઈ આવી રે જાવ મોટા ઘરની. બધે રોશનીથી ઝગમગાટ. સૌના ચહેરા પર આનંદ. લગ્નની હેલી આજે હરખે ચઢી. રમીલાની વિદાય કરવામાં આવી.

 રમીલાની ખુશી ક્યાંય સમાતી ન હતી. પણ એ જાણતી ન હતી કે આ ખુશી ક્યાં સુધી ટકી રહેશે. તે તો પોતાના સ્વપ્નમા જ ખુશ હતી.

"મળી છે નવી જિંદગી

મળ્યુ મને નવું ફેમિલી

ઊંચું છે ઘર મારું

મળશે મને મનગમતું ફળ."

 લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ. સૌ પોતપોતાના કામે લાગી ગયા. અંશુમન પણ પોતાની નોકરી પર જવા લાગ્યો. એને તો ઈચ્છા હતી કે બે ચાર દિવસ ક્યાંક ફરવા જશુ. આનંદ કરશું. પણ આ શું ? એણે તો રમીલા સાથે સરખી વાત કરવા પણ સમય ન હતો.

સૌ પોતપોતાના કામે જાય. એકેએક રૂપિયાનો હિસાબ માંગે. દરેક સભ્યને સાંજે પોતાની આવક અને હિસાબનો ખર્ચ દેવાનો. પર્સનલ જિંદગી માટે એકપણ રૂપિયો વાપરવાનો હક કોઈને ન હતો.

રોજ સવાર પડે એટલે તરત જ ચાલું થઈ જાય. રૂપિયાની મારામારી. એટલા બધા રૂપિયા ક્યાં વાપર્યા. સવારે વહેલા ઊઠીને કામે લાગી જવાનું રાત્રે મોડા સુધી. ટૂંકમાં એક મિનિટ પણ સંતોષ કે શાંતિ નહિ. રમીલાએ પોતાના મૈયર આવું ક્યારેય જોયું જ ન હતું.

પોતાને મૈયર ભલે વૈભવ કે ભૌતિક સુખ-સમૃદ્ધિ ન હતી. પરંતુ સંતોષ અને શાંતિ ભારોભાર હતી. પ્રેમથી સૌ રહેતા. એકબીજા પરિવાર માટે કંઈ પણ કરવા તૈયાર હતા. જ્યારે અહીં બિલકુલ વિરુદ્ધ પરિસ્થિતિ. સુખ સંપતિ હતી. પ્રેમ ન હતો. આનંદ ન હતો. બસ પૈસા કમાવાની ભાગદોડ ચારે કોર હતી.

દોલત દોલત ને દોલત

ક્યાંથી મળે વધારે દોલત

 એ જ રોજની સવાર હતી.

ભલે ન મળે સમયે અન્ન

પરિવારમાં ન મળે સંપ

 એ જ રોજની સવાર હતી.

 રમીલા તો મનોમન મૂંઝાયા કરે. આવુ હોય ઊંચું ખોરડું અને ઊંચી ખાનદાની. ફક્ત રૂપિયા જ સર્વસ્વ હોય. એ પણ દેખાડો કરવા ભરપૂર. પણ સંતોષ અને શાંતિના નામે મીંડુ.આના કરતા અમે ભલે સામાન્ય જીવન જીવતા. પણ શાંતિથી તો રહેતા.

 ક્યાંક કોઈ પ્રસંગ કે તહેવારમાં જવાનું થાય તો પોતાના ઘરે કેટલી સંપત્તિ છે. કેટલી આવક છે. એની જ વાતો થતી. રમીલા કંટાળીને ઘણીવાર અંશુમન સાથે એ બાબતે વાત કરે કે પૈસા જ સર્વસ્વ નથી. માણસાઈ જરૂરી છે.

પણ એને બાળપણથી જ આવું વાતાવરણ મળેલ. પ્રેમ શબ્દથી તો એ પરિચિત જ ન હતો. પ્રેમ કોને કહેવાય. પ્રેમ જેવો શબ્દ જાણે શબ્દકોશમાં જ ન હતો. રમીલા સાથે ક્યારેક જ એકાદ વાત કરે. રમીલા સમજાવે પણ સમજે નહિ. ઘણીવાર તિરસ્કારભર્યું વર્તન કરે.

રમીલાએ નક્કી કર્યું કે આવી જિંદગી આપણાથી ન જીવી શકાય. કંઈક તો કરવું પડશે. ધીમે-ધીમે અંશુમનને સુધારવાની કોશિશ કરું. જો એનો સપોર્ટ મળી જશે તો જીવન થોડું આસાન થઈ જશે.

તે અંશુમન સાથે ખૂબ પ્રેમથી વાત કરે. તેનો ખૂબ ખ્યાલ રાખે. એ ના પાડે ધુત્કારે કંઈ મગજમાં ન લે. ઉલટાનો વધુ પડતો ખ્યાલ રાખે. બદલામાં જરા પણ અપેક્ષા ન રાખે. એક વખત અંશુમનને પગમાં થોડી મચક આવી ગઈ. તે ખાટલામાંથી ઊભો પણ ન થઈ શકે.

 રમીલા તેને જમવા આપે. દવા આપે. કસરત કરાવે. તેનો પૂરો ખ્યાલ રાખે. તેના માટે રાતભર જાગે. આ જોઈ અંશુમનનું દિલ પીગળવા લાગ્યું. તેને રમીલાના પ્રેમનો અહેસાસ થવા લાગ્યો. તેણે પ્રેમની દુનિયામાં પ્રથમ પગલું ભર્યું. રમીલાને થોડી રાહત થઈ.

"પ્રેમથી મળે સહાનુભૂતિ થોડી

 જિંદગી બને રંગીન ઘણી

આમ જ જિંદગી માણવા

 પ્રેમથી મળી રહે મીઠાશ."

 અંશુમનમા થયેલ બદલાવે રમીલાને આનંદ થયો. પોતે કરેલ પ્રયત્નમાં સફળતા મળી. બંને સાથે હરવા ફરવા જવા લાગ્યા. પ્રેમથી રહેવા લાગ્યા. રમીલા સાથે સમય પસાર કરે. તેને ખુશ કરવા એકાદ ગીફ્ટ આપે. રૂપિયાનું મહત્વ ઓછું થઈ ગયું.

 આખરે બંનેના જીવનમાં સોનેરી સવાર થઈ. બંને એકબીજા માટે જીવન જીવવા લાગ્યા. પરિવારને પણ આ રૂપિયાની મોહજાળમાથી કાઢવા બંને પગલું ભર્યું. એ માટે થોડીક પરેશાની થઈ. છતાં પરિવાર એક બન્યો. પ્રેમનું મહત્વ સમજ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational